આજ કાલના વ્યસ્ત જીવનથી અને ખોરાકના કારણે સ્વાસ્થયને ભારે નુકશાન થાય છે. અને નાના હોય કે મોટા દરેકને સ્વાસ્થ્યને લગતા કઈ ને કઈ પ્રશ્નો સતાવતા હોય છે. તેવા સમયે હાડકાના દૂ:ખાવાની સમશ્યાઓ વધી છે અને તેને દૂર કરવા માટે વધુ ભારે દવાઓ લેવી પડે છે. પરંતુ આહિ કેટલાક એવા યોગશાન વિષે જાણીશું જેના દ્વારા હાડકાના દૂ:ખાવાથી છુટકારો મેળવી શકાય છે. મોટાભાગે હાડકાના દૂ:ખાવા કેલ્શિયમની ખામીના કારણે થાય છે.
વીર ભદ્રશાન…
વિરભદ્ર એટ્લે ભગવાન શિવનો આવતર મનાય છે જે ખુબ જ શક્તિશાળી હતા. જેને આસન્ન સ્વરૂપમાં કરવાથી ખુબજ શક્તિ મળે છે , તેમજ વધુ વજન, સાંધાના દૂ:ખાવા અને વધતી ચરબીને ઓછી કરવા માટે વીર ભદ્રાશન કરવું જોઈએ.
કેવી રીતે કરવું…
સૌ પ્રથમ બંને પગ વચ્ચે 3-4 ફૂટનું અંતર રાખી ઊભા રહો, હવે તમારા જમણા ગોઠણને વાળો અને હાથને ખંભાથી બારોબાર સીધા કરો હથેલીઓને આકાશ તરફ ખૂલી રાખો, આ પોઝિશનમાં તમારી છાતી એકદમ સીધી રહેવી જોઈએ ત્યાર બાદ ધીમે ધીમે હાથને ઉપરની તરફ લઈને ભેગા કરી નમષ્કારની મુદ્રામાં રાખો.આ પ્રકારની યોગમુદ્રાથી તમે સાંધાના દર્દથી અને શરીરની વધારાની ચરબીથી મુક્ત થઈ શકો છો.