વૈષ્ણો દેવી મંદિરમાં રોજ 50 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશેઃ NGT
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ મા વૈષ્ણો દેવીના દર્શનને લઈને એક મહત્વનો આદેશ જાહેર કર્યો છે. NGTએ કહ્યું કે, “જમ્મુ સ્થિત માતા વૈષ્ણો દેવીના દર્શન માટે હવે એક દિવસમાં 50 હજારથી વધુ લોકોને ઉપર જવા નહીં દેવામાં આવે. આ આદેશ આજ થી જ લાગુ કરવામાં આવશે.” આ ઉપરાંત પદયાત્રા અને બેટરીથી ચાલતી રીક્ષા માટેનો વિશેષ રસ્તો 24 નવેમ્બરથી ખોલવામાં આવશે તેમ પણ NGTએ પોતાના આદેશમાં જણાવ્યું છે.
NGTએ એક નવો આદેશ જાહેર કરતાં માતા વૈષ્ણો દેવી આવવા-જવા માટેની સંખ્યા નક્કી કરી છે. જે અંતર્ગત માતા વૈષ્ણો દેવીના દર્શન માટે હવે 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓને જવા દેવામાં નહીં આવે.