રૂદ્રાક્ષનો અર્થ થાય દ્ર એટલે શિવ અક્ષ એટલે આંસુ શિવના આંસુ એક વખત પરમપિતા મહાદેવજીએ જગતના કલ્યાણ માટે હજારો વર્ષ તપ કર્યું એક વખતે તેમનું મન દુ:ખી થયું અને આખો ખોલી તેમાંથી આંસુની બુંદ નીકળી જમીન પર પડી આમાંથી એક વૃક્ષની ઉત્પતી થઈ તે વૃક્ષ હતુ રૂદ્રાક્ષનું રૂદ્રાક્ષનો ઉપયોગ અનેક પ્રકારે થાય છે ખાસ કરીને જીવનની ઉપાધી દૂર કરવા અને પ્રગતિ મેળવા રૂદ્રાક્ષનો ઉપયોગ થાય છે. રૂદ્રાક્ષ ધારણ કરવાનાં અનેક પ્રકારનાં ફાયદા છે.
રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમ :
માસ મદીરાનો ત્યાગ કરવો લસણ, ડુંગળીનો ત્યાગ કરવો જરૂરી છે સત્યનું આચરણ કરવું ખોટી ઓળખથી બચવું જેટલા બની શકે તેટલા વધારે નિયમોનું પાલન કરવું.
રૂદ્રાક્ષ ખરીદતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખવું :
સાચો રૂદ્રાક્ષ છે તે પાણીમાં ડુબી જાય છે તે ઉપરાંત બે ત્રાંબાના પૈસા વચ્ચે રૂદ્રાક્ષ રાખી અને દબાવી તો તે વચ્ચે ફરે છે. આમ બેમાંથી એક પરીક્ષણ કરી અને રૂદ્રાક્ષની ખરીદી કરવી.
રૂદ્રાક્ષને નીચે જમીન પર કદી પણ ન મૂકવો અપ્રવિત્ર જગ્યાએ ન મુકવો
એક મુખી રૂદ્રાક્ષ :
એક મુખી રૂદ્રાક્ષ પરમપિતા મહાદેવજીનું જ સ્વરૂપ છે જીવનના સર્વઉપદ્રવના સમન માટે એક મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો ઉત્તમ ગણાય છે.
દ્વિમુખી રૂદ્રાક્ષ :
બે મુખવારો રૂદ્રાક્ષ શિવ શકિતનું સ્વરૂપ છે બે મુખ વારો રૂદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તી થાય છે મસ્તક પીડા દૂર થાય છે
ત્રિમુખી રૂદ્રાક્ષ :
ત્રણ મુખવારો રૂદ્રાક્ષ અગ્નિનું સ્વરૂપ છે જે શારીરીક પીડા દૂર કરે છે પેટની બીમારી દૂર કરે છે
ચતુર્મુખી રૂદ્રાક્ષ :
ચાર મુખવારો રૂદ્રાક્ષ બ્રહ્મા કહેવાય છે ધન-સંપતિ આપનાર તથા વિદ્યા-અભ્યાસમાં ઉપયોગી છે.
પંચમુખી રૂદ્રાક્ષ :
પાંચ મુખવારો રૂદ્રાક્ષને શિવ કહે છે શિવનું સ્વરૂપ છે શત્રુ બળ દૂર કરવા આ રૂદ્રાક્ષ ધારણ કરવો ઉપયોગી છે. તથા મહાદેવજીની ઉપાસના કરવા માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો ઉત્તમ છે.
છમુખી રૂદ્રાક્ષ :
આ રૂદ્રાક્ષ કિર્તીકેયનું સ્વરૂપ છે ગણપતિ ઉપાસના તથા આરોગ્યમાં લાભ આપનાર છે. વ્યાપારમાં વૃધ્ધિ માટે આ રૂદ્રાક્ષ ઉપયોગી છે.
સપ્તમુખી રૂદ્રાક્ષ :
આ રૂદ્રાક્ષ માતૃકા સ્વરૂપ .સિધ્ધિ પ્રાપ્ત કરવા તથા યશ અને લાભ મેળવવા માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો.
અષ્ટમુખી રૂદ્રાક્ષ :
આ રૂદ્રાક્ષ ગણપતીદાદાનું સ્વરૂપ છે. રિધ્ધિ-સિધ્ધિ પ્રાપ્ત કરવા આ રૂદ્રાક્ષધારણ કરવો બ્લડ પ્રેસર તથા લકવાના રોગમાં આ રૂદ્રાક્ષ ફાયદાકારક છે.
નવમુખી રૂદ્રાક્ષ :
આ રૂદ્રાક્ષ નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. સંતાન સુખ મેળવા, કુટુંબીક સુખ મેળવા હૃદયરોગના નાશ માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો.
દશમુખી રૂદ્રાક્ષ :
દશમુખી રૂદ્રાક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે સાહસ અને હિંમત મેળવવા માટે તથા શ્વાસના રોગો દૂર કરવા તથા મનોકામના સિધ્ધિ માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો.
એકાદશમુખી રૂદ્રાક્ષ :
અગિયાર મુખી રૂદ્રાક્ષ ભગવાન રૂદ્રાનું સ્વરૂપ છે. આ રૂદ્રાક્ષ સૌભાગ્ય વર્ધક છે. વાકચાતુર્ય મેળવા માટે આ ધારણ કરવો ઉપયોગી છે.
દ્રાદશ મુખી રૂદ્રાક્ષ :
બારમુખી રૂદ્રાક્ષ સૂર્યનું સ્વરૂપ છે. આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી અગ્નિભય દૂર થાય છે. રાજનીતિમાં સફળતા મેળવવા માટે આ રૂદ્રાક્ષ ધારણ કરવો.
પ્રયોદશ મુખી રૂદ્રાક્ષ :
તેર મુખી રૂદ્રાક્ષ. પિતૃદોષના શમન માટે તથા ચામડીના રોગો દૂર કરવા તથા વિવાહયોગ પ્રાપ્ત કરવા આ રુદ્રાક્ષ ધારણ કરવો.
ચૌદ મુખ રૂદ્રાક્ષ :
ચૌદ મુખી રૂદ્રાક્ષને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે સંકટોને દૂર કરવા હનુમાન ઉપાસનામાં સિધ્ધિ મેળવા તથા ભૂતપ્રેત દોષ દૂર કરવા તથા તેનાથી રક્ષણ મેળવા આ રૂદ્રાક્ષ ધારણ કરવો શુભ છે.
રૂદ્રાક્ષ શ્રાવણ મહિનાના સોમવારે અથવા પુનમ: શિવરાત્રી ગૂરૂપુષ્ય નક્ષત્ર અથવા અગિયારસના દિવસે ધારણ કરવો શુભ છે.
સૌ પ્રથમ ગાયના દુધમાં રૂદ્રાક્ષ થોડીવાર બોરી રાખી ત્યારબાદ સાફ કરી ચંદન ચોખા કરી અથવા તો યોગ્ય ભુદેવ પાસે અભિષેક કરાવી રૂદ્રાક્ષને ધારણ કરવો રૂદ્રાક્ષને ધારણ કરતા પહેલા ૐ નમ: શિવાયની પાચ માળા જરૂર કરવી.