સમગ્ર ભારતની સાથે સાથે પાકિસ્તાન, નેપાળ અને સિકિકમમાં પણ શકિતપીઠ આવેલી છે
જયાં જયાં સતીના અંગ આભૂષણ અને વસ્ત્રો પડયા ત્યાં ત્યાં બન્યા ‘શકિતપીઠ’
હિન્દુ ધર્મમાં પુરાણોનું વિશેષ મહત્વ છે. આ પુરાણોમાં વર્ણન છે. માતાનાં શકિતપીઠોના નવરાત્રીની શુભ શ‚આત થઈ રહી છે.ત્યારે માતાના જયનાદ સાથે તેના શકિતપીઠ વિષે પણ જાણવું જોઈએ પુરાણો અનુસાર જયાં જયાં દેવી સતીના અંગના ટુકડા વસ્ત્ર અને ઘરેણા પડયા ત્યાં ત્યાં માં ના શકિતપીઠ બની ગયા આ શકિતપીઠ સમગ્ર ભારતમાં છે. દેવી ભાગવતમાં ૧૦૮ અને દેવીગીતામાં ૭૨ શકિતપીઠોનો ઉલ્લેખ છે.તો દેવી પુરાણોમાં ૫૧ શકિતપીઠ્નો ઉલ્લેખ છે. તંત્ર ચુડામણી અનુસાર જયાં જયાં સતીના અંગના ટુકડા, આભુષણ કે વસ્ત્ર પડયા ત્યાં ત્યાં શકિતપીઠનું નિર્માણ થયું આશકિત પીઠ સાંપ્રત સમયમાં પણ ઉર્જા આપે છે.
આ શકિતપીઠ માત્ર ભારતમાં જ નહી પરંતુ પાકિસ્તાન, નેપાળ, સિકકીમમાં પણ છે.
પાકિસ્તાનના કરાંચીથી ૧૨૫ કિલોમીટર ઉતર પૂર્વમાં આવેલુ હિગળાજ શકિત પીઠ, અહી મા સતીનું માથુ પડયું હતુ હિંગોળ નદીનાં કિનારે આવેલુ હિંગળાજમાં આવેલું આ એક હિન્દુ મંદિર છે. આ ૫૧ શકિતપીઠમાંથી એક માનવામાં આવે છે. એક લોકગાથા પ્રમાણે આ દેવી શકિત પીઠ સૂર્યથી પણ વધારે તેજસ્વી છે. પુરાણો પ્રમાણે ભગવાન વિષ્ણુના ચક્રથી જયારે સતીના શરીરના ટુકડા થયા ત્યારે અહી દેવી સતીનું માથુપડયું હતુ. પાકિસ્તાનમાં આવેલુ આ મંદિર મુસલમાન દેવી હિંગળાજને નાની નાનીનું મંદિર અને નાનીની હજ પણ કહી છે. આ સ્થાન પર આવી હિન્દુ મુસલમાનનો ભેદ ટળી જાય છે. બંને સમુદાય ભકિતભાવથી પૂજન કરે છે.
બ્રહ્મવૈવર્તપુરાણમાં કહ્યું છે કે જે એકવાર માતા હિંગળાજના દર્શક કરે છે તેને પૂર્વજન્મના કર્મનો દંડ નથી મળતા. એવી પણ લોકગાથા છે કે ૨૧ વાર પરશુરામ દ્વારા ધરતી પરથી ક્ષત્રીયોનો સંહાર કર્યા બાદ બાકી રહેલા ક્ષત્રીયો માતા હિંગળાજને શરણે ગયા હતા. ત્યારે માતાએ તે ક્ષત્રીયોની રક્ષા કરી ‘બ્રહ્મક્ષત્રીય’ બનાવ્યા હિંગળાજ માતા વૈષ્ણોદેવીની જેમ જ એક ગુફામાં બેઠા છે. ગુફાની અંદરનો નજારો આબેહુબ વૈષ્ણોદેવી જેવો જ છે.
તો મા સતીનું બીજુ અંગ શર્કરરે પાકિસ્તાનના કરાચીમાં સુકકર સ્ટેશન પાસે શર્કરરે શકિતપીઠ આવેલું છે. અહી મા સતીની આંખ પડી હતી. જયારે બાંગ્લાદેશનાં શિકારપૂરમાં બરીસલ નજીક લગભગ ૨૦ કિલોમીટર દૂર સોંધ નદી પાસે આવેલા મા સુગંધા શકિતપીઠ આવેલુ છે. અને માં સતીની નાસિક (નાક) પડયું હતુ.
આ તો થયા મા સતીના ત્રણ શકિતપીઠ આ ઉપરાંત પણ અન્ય શકિતપીઠો છે જે ખરેખર સાંપ્રત સમયમાં પણ ઉર્જા પુરી પાડે છે. આ સાથે કાશ્મીરમાં આવેલુ મહામાયા જયા મા સતીનો કંઠ પડયો જવાલામુખખી સિધિધદા હિંમાચલ પ્રદેશના કાંગડામાં આવેલુ છે. જયા માતાની જીભ પડી હતી પંજાબના જાલંધરમાં છાવણી સ્ટેશન પાસે દેવી તળાવમાં માનું વક્ષ પડયું હતુ જયારે ગીરખંડના દેવધરમાં આવેલું વૈધનાથધામ અહીમાંનું હૃદય પડયું હતુ.
આમ સમગ્ર ભારત શકિતપીઠ એવી જગ્યા છે. જયાં લોકઋષિ મૂનિઓએ લાંબા સમય સુધી ધ્યાન કર્યું છે. અને ઉર્જા મેળવી છે. તો આ નવરાત્રીનાં પાવન પર્વે આ બધી શકિતપીઠને યાદ કરી માં નવદુર્ગાનું પૂજન કરવાથી શકિતનો સંચાર થાય છે.