ભારત દેશમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલા સ્વાવલંબન ના વિચાર કે જેમાં ખાદિ કાંતવું, ચરખા, આંદોલન, વિદેશી વસ્ત્રોનો ત્યાગ મુખ્ય હતા તેમાનું ખાદી કે જે હાલના સમયમાં ખુલ મોટું રોજગાર પુરુ પાડતું એક ઉઘોગ બન્યું છે. યુવાનો યુવતિઓ પણ આ ખાદિને નવા ફેશનમાં ઢાળી અને તેનો વધુને વધુ અપનાવી રહ્યા છે. તેમજ વિદેશમાં પણ લોકો ઓરગેનીક ખાદિ તરફ વળ્યા છે. આઝાદિની સમયે ખાદિ સ્વદેશી કાપડનો મંત્ર હતો. અને આઝાદિ બાદ પણ આટલા દાયકા પછી ખાદિ આજનું યુવા પેઢીમાં પોતાની લોક પ્રિય અકબંધ રાખવામાં સફળ રહી છે. એટલું જ નહિ પરંપરાગત વસ્ત્રોની બજારમાં ફેશન આઇકોન તરીકે પોતાની જુદી ઓળખ ઉભી કરી શકી છે.
માત્ર ભાડાની ઓરડીમાંથી 10 બહેનો સાથે શરૂ કરવામાં આવેલ ઉઘોગ ભારતી આજે ખુબ મોટું ખાદિ ઉત્પાદન કેન્દ્ર બન્યું છે: ચંદ્રકાતભાઇ પટેલ
ઉદ્યોગ ભારતી ગોંડલના સેક્રેટરી ચંદ્રકાંતભાઈ ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે ખાદી એટલે કે હાથથી વણેલું પ્યોર કાપડ કે જેને ખાદી કહેવામાં આવે છે કે જેને મળવાની પ્રક્રિયા ખાદી વણવાથી લઈ અને તેને પ્રિન્ટિંગ સુધીનું તમામ કામ એ હાથ થકી કેતા કે કારીગર દ્વારા કરવામાં આવે છે ઉદ્યોગ ભારતી સંસ્થા લગભગ 35 ગામડાઓમાં આવા હાથ વણાટના કારીગરોને રોજગારી પુરી પાડી રહ્યું છે તેમજ સમગ્ર ગુજરાતમાં તમામ ખાદી ઉદ્યોગોમાં ઉદ્યોગ ભારતીય એકમાત્ર સંસ્થા છે કે જે ખાદી ઉત્પાદનમાં સૌથી વધુ રોજગાર પૂરું પાડી રહી છે ખાસ કરીને ઉદ્યોગ ભારતી દ્વારા તેની ક્વોલિટી ક્ધટ્રોલ ઉપર ખૂબ જ
ધ્યાન આપવામાં આવે છે કે હાથ દ્વારા વણાયેલી ખાદી એક ગ્રાહકને સંપૂર્ણ સંતોષકારક રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે ગોંડલ ઉદ્યોગ ભારતી દ્વારા અંબર ચરખા પણ ઉત્પાદન કરવામાં આવે છે કે જેમા નવા સંશોધનો પણ કરવામાં આવ્યા છે સૌપ્રથમ તો અંબર ચરખા એ માત્ર છ તાર ના અંબર ચરખા બનાવવામાં આવતો હતો જે હવે તેમાં નવા સંશોધનો કરીને આઠ તારના અંબર ચરખા 10 તાર ના અંબર ચખાન નું નિર્માણ કર્યું છે જે સંશોધનને પરિણામે ખાદીની રોજગારીમાં વધારો થયો છે ખાદીના ઉત્પાદનમાં મુખ્ય ધ્યાન રાખવાની બાબતો માં એક ઉત્પાદનના સાધનો જો સારા હોય તો એનાથી મળતું તૈયાર મટીરીયલ એ ખૂબ જ સારું મળે છે
અને તમામ કારીગરોને પૂરતી ટ્રેનિંગ આપવાથી તેમને કામ કરવાની પણ સરળતા રહે છે તથા અત્યારે આ ચરખા ચલાવવા માટે બહેનોને જે શ્રમ કરવો પડે છે તેના બદલે હવે એક નવું સંશોધન પણ હાથ ધરવામાં આવ્યું છે કે સૂર્ય ઉર્જાની મદદથી ચરખા ચલાવવામાં આવે છે જેને લીધે શ્રમ ઓછો કરવો પડે તથા આ સૂર્ય ઉર્જાની મદદથી બનતા ખાદીને ગ્રીન ખાલી તરીકે ઓળખવામાં આવે છે ઉદ્યોગ ભારતી માં બહેનો દ્વારા હાથેથી કાતીને બનાવવામાં આવતી તાંતણો ની દોરી કે જેને રંગારા ને ત્યાં કલર કરવા માટે મોકલવામાં આવે છે ત્યારબાદ તે આંટી ઓને રંગવા માટે આગળ વધારવામાં આવે છે ત્યાર બાદ તૈયાર કોને કુલ 160 કાનેનું ડ્રાફિ્ંટગ કરી તેનું બિન તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ બિનને સેમી ઓટોમેટિક મશીન દ્વારા બહેનો થકી વણાટ કરવામાં આવે છે અને એવા કામ દરમ્યાન પણ પૂરેપૂરી બારીકાઇ રાખવામાં આવે છે કેવા કામ દરમ્યાન કોઈ તાર ના તૂટે તેનો પણ જળવાઈ રહે તે બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે અને આવા કામ કારીગરોએ પોતાના ઘરે જાતે વણાટકામ કરતા હોય છે
પણ ઉદ્યોગ આરતી સંસ્થાએ સંપૂર્ણ સેમી ઓટોમેટિક મશીન દ્વારા આ વણાટકામ ની પ્રક્રિયા સરળ કરી દીધી છે અને તે પ્રક્રિયાનું એક બિનપરંપરાગત વણાટ પ્રક્રિયા એવું નામ આપેલ છે અને કોઈપણ કારીગર એક મહિનાની ટ્રેનિંગ બાદ આ કામ શીખી શકે છે અને વણાટ પહેલા ની પ્રક્રિયા એટલે કે બિન ની પ્રક્રિયા પણ અહીં જ કરવામાં આવે છે તથા વળાંક પહેલાની પૂર્વ પ્રક્રિયાના મશીન એ તમામ મશીનો ઉદ્યોગ ભારતી દ્વારા બનાવવામાં આવે છે અને આ તૈયાર મશીનો ખાદી કમિશન ના ઓર્ડર પ્રમાણે સમગ્ર ભારતમાં સપ્લાય પણ કરી રહ્યા છે અહીંયા તૈયાર થતું ખાદી એ ભારતની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓમાં મોકલવામાં આવે છે
હાલ અત્યાર અત્યારે ડેનિમ ઈન્ડિગો ખાદી અને ડેનિમ જિન્સ ખાદીનું ઉત્પાદન ચાલી રહ્યું છે તથા અમેરિકાની પેટાગોનીયા કંપનીને સપ્લાય થઈ રહ્યું છે હાલ અત્યારે ઉદ્યોગ ભારતી પાસે ચાર પ્રકારની ખાદી ઉપલબ્ધ છે ઓર્ગેનિક ઈન્ડિગો ખાદી ઓર્ગેનિક ડેનિમ ખાદી ઓર્ગેનિક સટીંગ હતી કે જે સંપૂર્ણપણે ઓર્ગેનિક અને કોટન ખાલી બની રહી છે તથા ભારતનું નામચીન કંપનીઓ ને ત્યાં પણ અહીં ગોંડલ ઉદ્યોગ ભારતી નું ખાદી મોકલવામાં આવે છે
ઉદ્યોગ ભારતી ગોંડલ ની સ્થાપના 1957 માં કરવામાં આવી હતી કે જે મારા પિતા ગોવિંદભાઈ પટેલ દ્વારા શરૂઆત થઇ હતી તેઓ પોતે ખાદીના વિશારદ હતા રાજકોટ પણ બે વર્ષ સુધી અંબર ચરખા ના શિક્ષકો બનાવવા માટે ના આચાર્ય તરીકે હતા ત્યારબાદ ગોંડલમાં ફિલ્ડ વર્ક સંભાળતા આ સંસ્થાની શરૂઆત કરી અને આજે આ સંસ્થાને લગભગ 60 વર્ષ ઉપર થયું હશે ભારત ભર ની ખાદી સંસ્થાઓમાં એક મોડેલ તરીકે એની છાપ ધરાવે છે શરૂઆતમાં માત્ર ગોંડલના પાંજરાપોળમાં ની એક ઓરડી ભાડે રાખી અને 10 બહેનો થકી કાંતવાની શરૂઆત કરેલી અને તેમના સતત સંઘર્ષ અને મહેનત થકી આજે ઉદ્યોગ ભારતી સંસ્થા માં લગભગ 1200 કારીગરો એ કામ કરી રહ્યા છે સાંભળી રહ્યા છે 35 ગામડાઓમાં આ કારીગરો પાછળ આવેલા છે
સારામાં સારી ખાદી તેમના નિદર્શન ની અંદર બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે ગાંધીજીની એક કલ્પના હતી કે ભારતના ગામડાઓમાં સ્વાવલંબી બને અને તેઓ પોતે ખરેખર અંબર ચરખો ચલાવી અને ખાદી ઉત્પાદન કરી અને વિદેશી કાપડનો બહીષ્કાર કરી અને ખાદી એ અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ ખાદીને ભારત સરકાર દ્વારા એકમ સ્થાપી અને ભારતની તમામ ખાનગી સંસ્થાઓને રજીસ્ટર કરી અને તેમનાં દર્શન મુજબ ભારતની તમામ ખાનગી સંસ્થાઓને કામ કરવાનું હોય છે જે આ ઓર્ગેનાઈઝેશન દ્વારા નક્કી કરેલ મુજબ તમામ કામનાર વણકરને મહેનતાણું ચૂકવવામાં હોય છે ભારતભરમાં ઘણી બધી કાપડની મિલો અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ધરાવે છે પરંતુ ખાદી એમાં એક અનેરૂ સ્થાન ધરાવે છે
તેનું મુખ્ય કારણ એ છે કે ખાદી સિવાયના બીજા બધા કાપડ મશીનરી દ્વારા નિર્માણ કરવામાં આવતા હોય છે પણ ખાધી એ બહેનોના હાથમાં થકી બનતું કાપડ છે કે જેમાં બહેનોનો એક્શનનો નિચોડ પણ તેમની ભાવનાઓ તે આ કાપડમાં ઉતરતી હોય છે જેને લીધે આ કાપડ એ પોતાનામાં જ પોતાની અલગ ઓળખ ધરાવે છે તથા ખાદી એ અહિંસાનું પ્રતીક છે તથા તમામ સીઝન્સ માં ખાદી પહેરવું અનુકૂળ રહે છે વર્તમાન સમયમાં સારામાં સારા ડિઝાઇનર પણ અત્યારે ખાલી ને એક અલગ ઓળખ આપેલ છે ખાદીમાં નવી ફેશન પણ આવેલ છે શરૂઆત કરી છે જે મિલમાં બનતું કાપડ સંપૂર્ણ ચોકસાઈ થકી બનાવવામાં આવતું હોય છે કે જેને લઇને તેના તાંતણો વચ્ચે કે તેના દોરાઓ છે કોઈપણ જાતની જગ્યાઓ રહેલ હોતી નથી પણ જ્યારે ઉદ્યોગ ભારતી નું કાપડ કે ખાધી છે તે સંપૂર્ણપણે હાથવણાટ દ્વારા બનાવવામાં આવતું હોવાથી તેના ટોળાઓ વચ્ચે સંપૂર્ણપણે હવા ઉજાસની જગ્યાઓ રહેલી હોય છે જે આપણા શરીરને આપણી સ્કિન ને ખુબ જ ફાયદાકારક હોય છે ખાસ અત્યારના યુવાવર્ગને માત્ર એક વિનંતી કરવા માગું છું કે વર્ષમાં માત્ર એક જોડી ખાદીના વસ્ત્રો તો વસાવા જ જોઈએ કેમ કે ખાદી સાથે ભારતના અર્થતંત્રનો એક ભાગ જોડાયેલો છે અને ઘણા લોકોની રોજગારીનો નિમિત્ત બનશે
ખાદિએ ગાંધીજીએ સ્થાપેલી વિચાર છે, જે વસ્ત્ર સ્વરૂપે આજે પણ ફેશન આઇકોન છે: જીતુભાઇ શુકલા
‘અબતક’ સાથેની વિશેષ વાતચીત દરમ્યાન ખાદી ગ્રામ ઉઘોગ રાજકોટના જીતુભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે આઝાદી વખતે જે સમયે ચરખા સંઘની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી હતી તે વખત થી ખાદી અસ્તિત્વ માં છે જેની સ્થાપના 1934માં કરવામાં આવી હતી લગભગ છેલ્લા 75 વર્ષથી ખાદી અસ્તિત્વમાં છે કોરોના કાળ દરમ્યાન અમારા તમામ ખાદીના ભવનો એ બંધ હતા તથા હમણાં છેલ્લા ઘણા સમયથી પણ આંશિક લોકડાઉન એ લાગુ પડેલું છે જેને લઇને કોરોનાના ભયને લીધે લોકો ખરીદી કરતા ડરે છે જેને લીધે પણ વેચાણમાં અસરો જોવા મળી છે ખાદી એ ઇકોફ્રેન્ડલી કાપડ છે અને એની બનાવટ પણ હાથ દ્વારા વાણીને કરવામાં આવે છે તથા અત્યારના સમયમાં છે પણ સ્વીકાર્યું છે કે ખાલી આપણા શરીર માટે ખુબ જ સારું કાપડ છે અને ઘણા ગ્રાહકો એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન લઈને પણ આવતા હોય છે કે અમને
ડોક્ટરે ખાદી પહેરવાનું કીધું છે અમને ચામડીના રોગો મટાડવા માટે ખાદીનો વસ્ત્રો પહેરવા માટે કેટલું છે તથા ખાદીની વેચાણમાં ખેડૂત લઈ અને વણાટ કારીગર સુધીના તમામ ને ફાયદાઓ થાય છે એક રૂપિયાનું ખાદીનું વેચાણ ની પાછળ તેમાંથી 25 પૈસા ખેડૂતને મળે છે ત્યારબાદ 50 પૈસા કાંતનાર વણકરને મળે છે અને ત્યારબાદ 25 પૈસાની વ્યવસ્થા ખર્ચ માં જાય છે એટલે કે ખાદી થકી અર્થતંત્રને પણ ઘણા બધા ફાયદા થાય છે ખાદીનો એક ગુણ એ છે કે શિયાળામાં ખાદીના વસ્ત્રો હૂંફ આપે છે અને ઉનાળા દરમિયાન ખાદીના વસ્ત્રો એ આપણને ઠંડક પહોચાડતા હોય છે અમારી સંસ્થામાં લગભગ 1200 જેટલા કારિગરો સંકળાયેલા છે.
જેને વર્ષે ખૂબ મોટી રોજગારી પૂરી પાડવા માં આવે છે હાલના સમયમાં નવા યુવા વર્ગને નવી ફેશન પ્રમાણે ડેનિમ સવફમશ તથા ખાસ અમારી સંસ્થાએ ફેશન ડિઝાઇનર પણ નિયુક્ત કરેલા છે કે જેઓ ખાદીના કાપડને લઈ અને નવા નવા ડિઝાઇનર શર્ટ પેન્ટ તથા બહેનો માટે કુર્તી તથા વગેરે જેવી ડિઝાઇનર ખાદી બનાવતા હોય છે સવફમશ વસ્ત્ર નથી વિચાર છે મહાત્મા ગાંધીએ સ્થાપેલો વિચાર છે અને લોકોમાં દિવસે દિવસે તેની અવેરનેસ વધતી જાય છે અને ખાદી એ આપણું સ્વદેશી કાપડ છે જેને લઇને કોરોના કાળ બાદ ખાદીનું વેચાણ ખૂબ વધ્યું છે
દેશને આઝાદિ મળ્યા બાદ ખાદિ બનાવવાની તકનીકોમાં ઘણો વિકાસ થયો છે: મહાદેવભાઇ પટેલ
પોલીવસ્ત્ર ભવન ના મહાદેવભાઇ પટેલ સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે કે ખાદી દેશ આઝાદ થયો ત્યારથી ક્રમશ છે સમય જતાં ડેવલપમેન્ટ પણ થયો છે. હાલના સમયમાં અમારું વેચાણ વધવાનું મુખ્ય કારણ કે લોકોને કોટન કાપડ પહેરવો વધારે અનુકૂળ આવતું હોય છે. સો ટકા હોય છે જ્યારે અમારી પી વન ખાદી ખાદી સડસઠ % પોલિસ્ટર હોય છે જેના લીધે તેની ગુણવત્તા જળવાઈ રહે છે અને કાપડ ટકા પણ બને છે ત્યારે કાપડ નો કલર પણ જળવાઈ રહે. પોલીવસ્ત્ર ભવન દ્વારા નવરાત્રિ દરમિયાન સ્પેશિયલ ખાદીના ચણિયાચોળી તથા ડિઝાઇનર કુર્તા બહેનો માટે ડિઝાઇનર કુર્તીઓ તથા ખાદીના લગતી અવનવી વેરાયટીઓ પ્રસંગોને અનુકૂળ કપડાં રાખવામાં આવતા હોય છે.
ખાદીનો ઉપયોગ વિદેશના લોકો ઇન્ટીરીયર ડેકોરેશનમાં પણ કરે છે: નૌષીકભાઇ પટેલ
ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ખાદી તરફ વળ્યા 21મી સદીમાં પણ ખાદીનું મહત્વ બરકરાર..ખાદી દરેકને દરેક ઋતુમાં અનુકુળ ભારત દેશમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલા સ્વાવલંબન ના વિચાર કે જેમાં ખાદિ કાંતવું, ચરખા, આંદોલન, વિદેશી વસ્ત્રોનો ત્યાગ મુખ્ય હતા તેમાનું ખાદી કે જે હાલના સમયમાં ખુલ મોટું રોજગાર પુરુ પાડતું એક ઉઘોગ બન્યું છે.
યુવાનો યુવતિઓ પણ આ ખાદિને નવા ફેશનમાં ઢાળી અને તેનો વધુને વધુ અપનાવી રહ્યા છે. તેમજ વિદેશમાં પણ લોકો ઓરગેનીક ખાદિ તરફ વળ્યા છે. આઝાદિની સમયે ખાદિ સ્વદેશી કાપડનો મંત્ર હતો. અને આઝાદિ બાદ પણ આટલા દાયકા પછી ખાદિ આજનું યુવા પેઢીમાં પોતાની લોક પ્રિય અકબંધ રાખવામાં સફળ રહી છે. એટલું જ નહિ પરંપરાગત વસ્ત્રોની બજારમાં ફેશન આઇકોન તરીકે પોતાની જુદી ઓળખ ઉભી કરી શકી છે.