હાલ અરેબીક ડિઝાઈનમાં મુકાતી મહેંદીમાં અગાઉ પ્રકૃતિ તત્વો, હિન્દુ ભગવાનના નામ-આકૃતિઓ સામેલ હતા
પ્રસંગોપાત મુકાતી મહેંદી સૌ કોઈને આકર્ષે છે. સ્ત્રીઓનાં હાથમાં શોભતી મહેંદી ૧૦૦-૨૦૦ વર્ષથી નહિ પરંતુ આદિકાળથી મુકાતી આવી છે. આપણી સંસ્કૃતિમાં મહેંદીનું મૂલ્ય ખુબ અંકાયું છે. ભારતીય લગ્નોમાં મહેંદીની એક ખાસ રસમ યોજાઈ છે. મહેંદી વિના દુલ્હનનો સાજ શણગાર અધૂરો રહી જાય છે. મહેંદી મૂકવાનું સાંસ્કૃતિક પણ ઘણુ મહત્વ છે. આ પારંપરિક રસમ જેમાં લગ્ન સમયે દુલ્હનના બંને હાથ અને પગમાં મહેંદીની અદભૂત ડિઝાઈન રચવામાં આવે છે. જયારે દુલ્હાને શગુનના રૂપમાં મહેંદીનો એક ટીકો લગાવવામાંઆવે છે.
મહેંદી હકારાત્મકતા અને નસીબ સાથે સંકળાયેલ પેસ્ટ છે. ભારતીય લગ્ન સમારોહમાં ક્ધયાના સારા સ્વાસ્થ્ય અને સમૃધ્ધિની ઈચ્છાપૂર્તિ માટે મહેંદી રસમ યોજવામાં આવે છે. કેમકે ક્ધયા લગ્નજીવનમાં ડગ માંડે છે. મહેંદીના ઉપયોગનું મૂખ્ય મહત્વ જોઈએ તો તેના ઔષધીય ગુણો માટે છે, શરીરને ઠંડક આપે છે. અને તણાવ મૂકત બનાવે છે.
પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિના ચિહનો, ચિત્રો,મહેંદીની ડિઝાઈન રૂપે મૂકવામાં આવે છે.
જેમાં પ્રાણીઓ, પ્રકૃતિ તત્વો, હિન્દુ ભગવાન, વીરપુરૂષોના નામ આકૃતિઓ સામેલ હોય છે.
જો કે હાલનાં સમયમાં બ્રાઈડ્સ તેના હાથ પગમાં અરેબીક ડિઝાઈન મૂકે છે. આધુનિક ભારતીય લગ્નોએ પરંપરાગત મહેંદી સમારોહમાં ગીત અને નૃત્ય ઉમેરવાની નવી પરંપરા અપનાવી છે.