હર્ષ અને ઉલ્લાસનો તેહવાર એટલે ધૂળેટી. ધૂળેટીમાં અલગ અલગ રંગ નું પણ અલગ અલગ મહત્વ હોય છે.શું તમને ખબર છે? રાશિ અનુસાર ક્યાં લોકોને કેવા કલરથી ધૂળેટી રમવી જોઈએ.
તો ચાલો જાણી લઈએ કે કઈ રાશિના લોકોએ ક્યાં કલરથી ધૂળેટી રમવું જોઈએ.
-મેષ અને વૃશ્ચિક રાશિના લોકોએ લાલ અને પીળા રંગથી ધૂળેટી રમવી જોઇએ. લાલ અને પીળો રંગ આ રાશિ માટે શુભ માનવામાં આવે છે.
-મકર અને કુંભ રાશિના લોકોનો સ્વામી શનિ છે અને શનિને સૌથી પ્રિય બ્લુ અને કાળો રંગ છે.
-વૃષભ અને તુલા રાશિના લોકો પીળો તેમજ આસમાની રંગના ગુલાલથી રમશો તો તમારા માટે લાભદાયક રહેશે.
-ધન અને મીન રાશિના લોકો માટે યશ અને શોહરત માટે પીળો રંગના ગુલાલથી હોળી રમવાથી ફાયદો થશે.
મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ હોય છે. લીલો રંગ આ જાતકો માટે શુભ માનવામાં આવે છે.
-કર્ક રાશિના લોકો પીળો અને ઓરેન્જ રંગથી હોળી રમવી જોઇએ. આ રંગ તમારું નસીબ ચમકાવશે.
-સિંહ રાશિના લોકો ખુશમિજાજી હોય છે. ભડકાઉ રંગ તેમને ઘણો પસંદ હોય છે. લાલ, મરૂન, નારંગી રંગથી જો આ રાશિના લોકો રમશે તો તેમને સફળતા મળશે.