જીયો જી ભરકે…

દિન-પ્રતિદિન જીયોની વિકાસ તરફની આગેકુચ યથાવત

ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રાંતિ સર્જવા રિલાયન્સ જીયો સજજ થયું છે અને ડિસેમ્બર સુધીમાં ૦ ડેપ્ટ કંપની કરવા પણ મુકેશ અંબાણી કટીબઘ્ધ થયા છે જેને લઈ છેલ્લી ૩ એવી મોટી કંપની સાથે કરારો કર્યા જે રિલાયન્સ જીયોને વેગવંતુ બનાવી જે એક લાખ કરોડનું દેણુ છે તેને આગામી ડિસેમ્બર-૨૦૨૦ પૂર્વે જ પૂર્ણ કરી શકાય. હાલ ત્રણ મોટી કંપની જેવી કે ફેસબુક, સિલ્વર લેક અને વિસ્ટા ઈકવીટીનાં સંયુકત રીતે રિલાયન્સ જીયોમાં ૬૦ હજાર કરોડથી વધુનું રોકાણ થયું છે ત્યારે આગામી દિવસોમાં પણ વધુ અન્ય કંપનીઓ રિલાયન્સ જીયોનો શેર ખરીદી ૦ ડેપ્ટ કંપની બનવા તરફ આગેકુચ કરશે તો નવાઈ નહીં.  અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિજિટલ પ્લેફોર્મમાં ૨.૩૨ ટકા હિસ્સો ખરીદયો છે. આ સોદો ૧૧,૩૬૭ કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે. આ રોકાણ જિયો પ્લેટફોર્મ્સના ઈક્વિટી મૂલ્ય ૪.૯૧ લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યુ ૫.૧૬ લાખ કરોડ રૂપિયા પર કરવામાં આવ્યું છે. એક અધિકારીક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. રિલાયન્સ જિયોમાં હિસ્સો ખરીદનારી વિસ્ટા હવે બીજી મોટી કંપની બની ગઈ છે.

સવાલ એ છે કે કેટલાક દિવસો અગાઉ સુધી તો એવું કંઈ ન હતું, આ અચાનક લોકડાઉનમાં મુકેશ અંબાણીને શું સૂઝ્યું કે તેઓ દિગ્ગજ કંપનીઓ સાથે ડીલ કરતા જઈ રહ્યા છે? સપ્ટેમ્બર ૨૦૧૬માં જ્યારે મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો લોન્ચ કરી હતી, તો શું થયું હતું તે બધાને યાદ જ હશે. ટેલિકોમ કંપનીઓમાં પ્રાઈસ વોર શરૂ થઈ ગયું હતું, જેના કારણે આજે ડેટા ઘણો સસ્તો થઈ ગયો છે. જે રીતે જિયોએ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી હતી, એમ લાગી રહ્યું છે કે હવે તે ડિજિટલ વર્લ્ડમાં કોઈ હલચલ લાવવાની તૈયારીમાં છે. એક વાત તો સ્પષ્ટ છે કે, મુકેશ અંબાણી ઘણું મોટું વિચારી રહ્યા છે, એટલે જ આટલી બધી કંપનીઓ જિયો પ્લેટફોર્મમા રોકાણ કરી રહી છે. મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે, આખરે તેમને રૂપિયાની એવી કઈ જરૂર પડી કે તેઓ એક પછી એક ડીલ કરી રહ્યા છે. આ બાબત ઈશારો કરે છે કે કંઈક મોટું થવાનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.