જાણો મગજને બુસ્ટર ડોઝ આપતા ખોરાકો વિશે
ટીનેજરોથી લઈને નાના બાળકો સુધી સૌ કોઈ મોબાઈલમાં પડયા રહેતા હોય છે. એક અભ્યાસમાં સામે આવ્યું હતુ કે મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાથી યાદશકિત પર અસર પડે છે. કારણ કે સ્માર્ટફોનની સ્ક્રીનમાંથી સતત નીકળતા રેડીએશનથી ટીનેજરોનાં મગજ પર સીધી અસર પડે છે.જે ખૂબજ જોખમી સાબીત થઈ શકે છે. હેડફોન અથવા લાઉડ સ્પીકરથી સંગીત સાંભળવાથી મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે. જે શારીરીક અને માનસીક રીતે નુકશાન પહોચાડે છે.
ઈન્ટરનેટ, ટેકસ્ટ મેસેજ, અને મોબાઈલ પરની ગેમ્સમાં આરએફ-ઈએમએફ નામનું એકસપ્લોરલ નિકળે છે જે દિગામી વિકાસ માટે અડચણપ બને છે.
ટીનેજરો મોબાઈલ બેલગામ ઉપયોગ કરતા થયા છે. તેથી તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે. અને મગજ પર અસર પડે છે. જેના માટે અમુક પ્રકારનાં ખોરાક ખાવા જોઈએ કે જેથી તેની મેમરરી પાવરમાં વધારો થાય છે. મેમરી બુસ્ટર તરીકે તમે ફિશ એટલે માછલી પણ ખાઈ શકો છે. સેલમોન જેવી મછલી મગજ માટે ખૂબજ સારો ખોરાક કહી શકાય.
ફીશ અલ્ઝાઈમર જેવા માનસીક રોગોથી પણ રક્ષણ અપાવે છે. આ ઉપરાંત તમે પાંદડા વાળા ભીલા શાકભાજી ખાઈ શકો છે. જેમ કે બ્રોકલી, કોબી, પાલખની ભાજી, આ તમામ શાકભાજીમાં વિટામીન એ અને કે રહેલા હોવાથી મેમરી બુસ્ટર તરીકે તે શરીર પર કામ કરે છે. વળી તમે ડ્રાયફૂટ અને હળદર પણ ખાઈ શકો છો.