શહેરમાં લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની અસર પરસ બદલીનો હુકમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે.
જેમાં પોલીસ કંટ્રોલ મમાંથી ૨૦, ડીસીબીમાંથી ૧૨, હેડ કવાર્ટરમાંથી ૧૧, ટ્રાફિક બ્રાન્ચમાંથી ૧૦, ભક્તિનગરમાંથી ૫, થોરાળામાંથી ચાર, એ ડિવિઝનમાંતી પાંચ, બી ડિવિઝનમાંથી નવ, કુવાડવાથી ત્રણ, એમઓબી એક, પ્ર.નગરમાંથી ૧૩, ગાંધીગ્રામમાંથી બે, માલવીયાનગરમાંથી પાંચ, તાલુકા પોલીસ મથકમાંથી બે, પીસીબીમાંથી એક, ખાસ શાખામાંથી બે, એસઓજીમાંથી પાંચ, એમટીમાંથી એક, આજી ડેમમાંથી ત્રણ, એમ.ઓ.બીમાંથી એક અને યુનિર્વસિટી પોલીસ મથકમાંથી એકની બદલી કરવામાં આવી છે.
કુલ મળી શહેરના ૧૮ એએસઆઇ, ૧૬ હેડ કોન્સ્ટેબલ અને ૯૩ પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. તમામની જાહેર હીતમાં બદલી કરવામાં આવી છે. ટૂંક સમયમાં હજી એક બદલીનો લીથો બહાર પડે તેમ હોવાના નિર્દેશ મળી રહ્યા છે.