અમેરિકા દ્વારા લેવામાં આવેલા ક્રુડ ઓઈલના નિકાસના
નિર્ણયથી ભારત સાથેના ચાબહાર પરિયોજનાને રખાઈ બાકાત
કહેવામાં આવે છે કે, અમેરિકાએ ઈરાન પર લગાવાયેલા પ્રતિબંધના કડક અમલનો નિર્ણય માટે જગત જમાદાર વળગી રહીને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ૮ દેશોને ક્રુડ ઓઈલ આયાત કરવાની મંજૂરી ચાલુ ન રાખવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. સાથો સાથ અમેરિકા દ્વારા એવો પણ નિર્દેશ અપાયો છે કે, ઈરાન પાસેથી તેલની આયાતના પ્રતિબંધના અમલના નિર્ણયથી ચાબહાર બંદર પરિયોજના પર તેની કોઈ અસર નહીં થાય.
ભારત ઈરાન પાસેથી સૌથી વધુ ક્રુડ ઓઈલ લઈ રહ્યું છે. ત્યારે અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ અને પુન: નિર્માણની પરિયોજનાઓ અને અફઘાનિસ્તાનને આ પ્રતિબંધોથી મુકત રાખવામાં આવ્યું છે. જેના પગલે ચાબહાર બંદરનો વિકાસ અને તેનું સંચાલન પણ ચાલુ રખાશે. આ યોજનાને અમેરિકા દ્વારા ઘોષીત કરવામાં આવેલ જાહેરાતથી કોઈપણ પ્રકારની અસર નહીં પડે.
સોમવારના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો હતો કે જે દેશોને અમેરિકાએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાની છુટ આપી હતી તે હવે બંધ કરી દેવાશે. અમેરિકાની દક્ષીણ એશિયાની નીતિમાં ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં વિકાસને લઈ ચાલી રહેલા સહયોગને લઈ આ સંબંધો પર વધુ ભાર મુકવામાં આવ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તનાવ દરમિયાન અમેરિકાએ ઈરાન પાસેથી તેલ ખરીદવા બાબતે મુકેલા પ્રતિબંધના અમલને છ મહિના પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે અમેરિકા ઈરાન પાસેથી કરવામાં આવતી ક્રુડ ઓઈલની આયાત સાવ શુન્ય સુધી બંધ કરવાની દિશામાં કવાયત કરી રહ્યું છે.
ભારત દ્વારા ચલાવવામાં આવેલી ચાબહાર પરિયોજના પર કોઈપણ પ્રકારનો વિક્ષેપ નહીં પડે તેવું અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું. આ પ્રતિબંધથી ભારત દ્વારા રૂપિયામાં ચૂકવણી કરી ક્રુડ ઓઈલની આયાતનો વ્યવહાર જોખમમાં મુકાઈ ગયો છે ત્યારે ભારત ઈરાન સાથે ડોલરના બદલે રૂપિયાની ચૂકવણી કરી ક્રુડ ઓઈલની ખરીદી કરી રહ્યું છે. ભારતીય બેંકોમાં આ અંગેની મોટી રકમ પણ જમા કરવામાં આવી છે.