શેરબજારને બજેટમા પણ મોટી રાહતો મળવાની સંભાવના: એકંદરે બજેટ સારું રહેવાનો અંદાજ
કોરોના ને કારણે વૈશ્વિક બજારોમાં બોલેલા કડાકા ની અસર ભારતીય શેરબજાર પર ઓછી જોવા મળી છે. કોરોના કરતાતો ફુગાવો વધવાની અસર બજાર પર વધારે જોવા મળી છે. વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા આશરે સવા લાખ કરોડ ના શેરો નું નેટ વેચાણ કેલેન્ડર વર્ષ 2022 માં જોવા મળ્યું છે.
વ્યાજદરો માં થઈ રહેલા સતત વધારાના કારણે વિદેશી રોકાણકારો નેટ વેચવાલ રહ્યા છે. 2024 માં આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાનું બજેટ ફેબ્રુઆરી 2023 માં જાહેર થશે. જેમાં ઘણી રાહતો મળવાની સંભાવનાઓ હોવાથી બજાર ઘટવાની શક્યતા ઓછી છે.
ડાઇરેક્ટ ટેક્સ કલેકશન ના આંકડાઓ માં પણ મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે. તો જી.એસ.ટી. કલેકશન ના આંકડાઓ પણ ખુબજ સારા રહે છે.ફૂડના ભાવો ખુબજ અંકુશ માં રહેતા હોઈ ભારતની ઈકોનોમી માટે ખુબજ ફાયદા કારક રહેશે. બીજી બાજુ હમણાંથી પ્રાયમરી માર્કેટમાં થોડીક એકટીવીટી ઓછી થઈ રહી છે. જેનાથી ભારત સરકારના ડીસ ઇન્વેસ્ટમેન્ટ ના ટાર્ગેટ પુરા થવા માં થોડીક તકલીફ પડશે તેમ કહી શકાય. પરંતુ જે રીતે ટેક્સ કલેકશન વધી રહ્યું છે તે જોતા ડીસ ઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ પુરા ન પણ થાય તો પણ કોઈ પ્રકારનો વાંધો નહીં આવે તેમ કહી શકાય.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યા મુજબ એકંદરે ફૂડના ભાવો પણ અંકુશ માં છે. ટેક્સની આવક પણ ખુબજ સારી હોઈ તેમજ 2024 ની લોકસભા ની ચૂંટણી ને ધ્યાને લેતા બજેટ માં સારી રાહતો અને બજાર ની ફેવર માં પગલાની શક્યતાએ બજાર માં કોઈ મોટા કડાકા આવવાની શક્યતા ઓછી છે. બીજીબાજુ બજારમાં ઝડપથી રિકવરી જોવા મળશે અને બજાર નવા નવા હાઈ કરશે તેમાં કોઈ શંકા નથી.