રાજયના ઘણા પંથકમાં બેન્કો પાસે રોકડ ન હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘણા સ્થળોએ એટીએમમાંથી નાણા ઉપડતા ન હોવાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં રોકડની તંગી છે કે નહીં? તે જાણવા ટીમ અબતક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અબતક સાથેની વાતચીત દરમિયાન ચિરાગ તૈરેયા એ જણાવ્યું કે ગઇકાલે એટીએમમાંથી નહોતા નીકળતા પરંતુ આજે એટીએમ માંથી રૂપિયા નીકળે છે. અહિ સો, બસ્સોવાળી , પાંચસો, બે હજાર વાળી બધી જ નોટો નીકળી છે. એક અઠવાડીયા પહેલા જ એસબીઆઇની મેઇન બ્રાન્ચમાં એટીએમ જ બંધ હતા અને નાણા નહોતા નીકળી શકયા. પરંતુ આજરોજ એટીએમમાંથી રૂપિયા નીકળે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન સિઘ્ધાર્થ ગોસ્વામી એ જણાવ્યું હતું કે સર્કીસ હાઉસ પાસેના એટીએમમાંથી રૂપિયા ઉપડાવા આવ્યા હતા. પરંતુ એટીએમમાંથી નહોતા ઉપડતા પરંતુ જયાં મશીનમાંથી રૂપિયા નાખવાના હોય ત્યાંથી અમને રૂપિયા નીકળી શકયા છે. અમને બહુ વધુ સમસ્યા નથી થઇ રૂપિયા એટીએમમાંથી નીકળી જ જાય છે પરંતુ કયારેક એવું બને કે એટીએમમાં રુંપિયા ન હોય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com