આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના રાજકોટ અને મોરબીની મુલાકાતે આવ્યા છે. રાજકોટ અને મોરબીમાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે વધ્યું હોય બન્ને શહેર જિલ્લાની સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાતથી આવી જાય છે. મુખ્યમંત્રીએ આજે બન્ને શહેરોની મુલાકાત લઈને કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓએ બન્ને જિલ્લાના કલેકટરો સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો કરીને સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો.

રાજકોટ અને મોરબીની ભયાનક સ્થિતિ: તંત્ર ઢાંકપિછોડામાં વ્યસ્ત

રાજકોટ અને મોરબીમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય હાલત કાબુ બહાર છે. દરરોજ ધરખમ કેસો નોંધાઈ રહ્યાં છે, સામે સ્મશાનોમાં પણ લાંબુ વેઈટીંગ છે. હાલ હાલત કાબુ બહાર હોય તેવું સ્પષ્ટપણે જણાય રહ્યું છે. બીજી તરફ મોરબી અને રાજકોટમાં તંત્ર નવા કેસના આંકડા તેમજ મોતના આંકડા છુપાવવામાં વ્યસ્ત બની રહ્યું છે.  કોરોનાએ બન્ને શહેર-જિલ્લામાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. અહીં બેડ અને રેમડેસીવીર ઈન્જેકશનની તિવ્ર અછત સર્જાઈ રહી છે. ઉપરાંત ઓક્સિજનની પણ ભારે અછત સર્જાઈ છે છતાં તંત્ર બધુ બરાબર હોવાનો ડોર ઉભુ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.