કથા, યજ્ઞ, વ્યાખ્યાન માળા, શોભાયાત્રા, અન્નકુટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સત્સંગ અધિવેશન, હેલ્થ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનો
ભારતથી ૩૦ સંતો અને દુનિયાભરમાંથી હરીભકતો હાજરી આપશે: ૧૯મીએ મહોત્સવનું સમાપન: તૈયારીઓનો ધમધમાટ
વિદ્યા સદ્વિદ્યા અને બ્રહ્મવિદ્યાને પૃથ્વી પર પ્રવર્તન કરવાના ભગવાન સ્વામિનારાયણના સંદેશાને રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ જીલ્યો. સને ૧૯૪૮માં પ્રથમ રાજકોટમાં સ્થપાયેલ સંસ્થાની ડલાસ અમેરિકા શાખા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઓગસ્ટમાં ઉજવવાની તડામાર તૈયારીઓ ભગવતચરણદાસજી સ્વામી ત્યાગવલ્લભદાસજી સ્વામી, જગતપ્રકાશદાસજી સ્વામી વલ્લભદાસજી સ્વામી, વિશ્વરૂપદાસજી સ્વામી વગેરે સંતો તથા યુવાનો કરી રહ્યા છે.
પૂજય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં અમેરીકાના ટેકસાસ રાજયના ડલાસ ખાતે તારીખ ૧૧ થી ૧૯ ઓગસ્ટ ૨૦૧૮ દરમ્યાન મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો તેમજ જીવનની નીતિ-રીતિ શીખવતા શ્રીમદ્ સત્સંગીજીવન ગ્રંથરાજની કથા પારાયણ યોજાશે. જેનું રસપાન પૂ.પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી કરાવશે. વિવિધ વિષયો પરની વ્યાખ્યાન માળાઓની હારમાળા યોજાશે.
જેમાં પુજય પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામી, નારાયણપ્રસાદદાસજી સ્વામી, પ્રભુ સ્વામી, પુરાણી કૃષ્ણસ્વ‚પદાસજી સ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી મુકુંદ સ્વરૂપદાસજી સ્વામી, શાસ્ત્રી શુકવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી ધમનદનદાસજી સ્વામી, શાસ્ત્રી મધુસુદનદાસજી સ્વામી વગેરે સંતો સત્સંગ લ્હાણ કરાવશે.
મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન પૂજય પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શાનુસાર શાસ્ત્રી શાંતિપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો તથા ધીરૂભાઈ બાબરીયા વગેરે હરિભકતો સંભાળી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, તા.૧૯ના રોજ ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણદેવ, લક્ષ્મીનારાયણદેવ, તિરૂપતિ બાલાજી, મહાદેવજી, વિઘ્નવિનાયક દેવ, ગણપતિદાદા, કષ્ઠભંજનદેવ-હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા વૈદિક વિધિ અનુસાર રાજકોટના પવિત્ર ભુદેવ દેવ કિશોરમહારાજ કરાવશે.વધુમાં અમેરિકાથી શાંતિપ્રિયદાસજી સ્વામીએ કહ્યું કે કથા પ્રારંભ પૂર્વ ગ્રંથરાજની પોથીયાત્રા, ભગવાનની શોભાયાત્રા, મહાવિષ્ણુયાગ, અભિષેક, અન્નકુટ, ૧૦૦૮ સમુહ મહાપુજા, વિવિધ હેલ્થ કેમ્પસ, બ્લડકેમ્પ, કલ્ચર પ્રોગ્રામ, અંત્યાક્ષરી મહિલાઓ માટે સ્પેશયલ મહિલા મંચ, અધિવેશન, આશીર્વાદ મંચ, સંતો સાથે રાસ તેમજ ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામી દીક્ષા શતાબ્દી ઉપલક્ષ્યે ભાવાંજલિ પૂજન મહોત્સવ તથા ભગવાન સ્વામિનારાયણની પરાવાણીરૂપ વચનામૃત, અનુષ્ઠાન, પ્રશ્નોતરી, કવીઝ તથા શાસ્ત્રી મધુસુદનદાસજી સ્વામી સત્સંગ હાસ્ય રસનું રસપાન વગેરે યોજાશે. વિશેષમાં અત્રે ઉપસ્થિત ન રહી શકનારા પૂજનીય વડિલસંતોઘનશ્યામજીવનદાસજી સ્વામી પૂ.જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે સંતાવિડિયો દ્વારા દર્શન સહઆશીર્વાદનો લાભ આપશે.
સ્વામિનારાયણ ગુરૂકુલ યુ.એસ.એ., ડલાસ અંગેની માહિતી આપતા પૂપ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, ઓગસ્ટ ૨૦૦૬માં અમેરિકાના ટેકસાસ રાજયમાં ડલાસના પ્લાનો વિસ્તારમાં પાર્ક વિસ્તાર રોડ ઉપર બારે માસ વહેતી નદીના કિનારે ૧,૪૦,૦૦૦ ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવી.
ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે જમીન સંપાદનકર્તા પુરાણી દેવપ્રસાદદાસજી સ્વામીએ ૪ સપ્ટેમ્બર ૨૦૦૬-જળજીલણી એકાદશીએ ભૂમિપૂજન થયું. હાલ ૪૧,૦૦૦ ફુટના બાંધકામમાં મંદિર, બાળકોના જીવન ઉત્કર્ષના શિક્ષણ માટે બાલ સંસ્કાર કલાસો, ફંકશન હોલ, ભોજનાલય, સંત નિવાસ તૈયાર કરાયેલ છે. વધુમાં પ્રભુ સ્વામીએ કહેલું કે ડલાસ ગુરૂકુલમાં શનિ-રવિમાં બાળ સંસ્કાર કલાસોમાં ગુજરાતી, હિન્દી વગેરે ભારતીય ભાષાઓના કલાસ, તેમજ સમયે સમયે બાલ-યુવા શિબિરો તથા સંતોનું સત્સંગ વિચરણ અમેરીકાના જુદા-જુદા સેન્ટરો ઉપરાંત યુ.કે, કેનેડા, લેટીન અમેરીકા, ઓસ્ટ્રેલિયા, જર્મની વગેરે દેશોમાં યોજાય છે.