દિપક મિશ્રાની નિવૃતિ પહેલા ચાર દિવસમાં નવ મહત્વના નિર્ણય
આધાર કાર્ડની માન્યતા ઉપર અનેક પ્રશ્ર્નો ઉઠયા બાદ સુપ્રીમ કોર્ટ માન્યતા અંગે મહત્વનો નિર્ણય લીધો છે તેની સાથે જ પ્રમોશનમાં અનામત, કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડીંગ અને દોષી નેતાઓની ખુરશી કોના આદેશોથી જશે આ મામલે આજે સુપ્રીમ મહત્વના નિર્ણયો લઈ શકે છે.
જણાવી દઈએ કે, શુક્રવારે અયોધ્યા મામલે પણ ફેંસલો આવી શકે છે. ચિફ જસ્ટીસ દિપક મિશ્રાની નિવૃતિ પહેલા તેની પાસે ચાર દિવસની અવધી છે. આ દરમિયાન તેમણે આધારની માન્યતા, અયોધ્યાનો ચુકાદો, એડલ્ટરી, શબરીમાલા, એસસી/એસટીમાં પ્રમોશનમાં અનામત અને કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડીંગ અંગેના મહત્વના ફેંસલા લેવાના છે. માટે ચાર દિવસમાં નવ મહત્વના નિર્ણયો સુપ્રીમ કોર્ટ આપી શકે છે.
આધાર મામલે સુપ્રીમ કોર્ટે આજે ફેંસલો સંભળાવ્યો હતો કે, આધાર સામાન્ય નાગરિકની ઓળખ રહેશે જ. આધારની સુનાવણી દરમિયાન સવાલ ઉઠયો હતો કે, રાઈટ ટુ પ્રાયવસી મૌલીક અધિકાર છે કે કેમ ? ત્યારે નવ જજોની બંધારણીય બેંચ પાસે મોકલવામાં આવ્યો હતો.
આધાર અંગે સુરક્ષાના સવાલો પણ ઉઠયા હતા. ત્યારે સુપ્રીમે કહ્યું હતું કે, જયાર સુધી આધારનો સવાલ છે ત્યારે આધારમાં આવરી લેવામાં આવતા ડેટા ખાનગી માહિતીનું અને અંગત વિગતોનું ઉલ્લઘન કરે છે કે નહીં આ મામલે સુપ્રીમ કોર્ટ પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવતા આધારને માન્યતા આપી છે.
આધાર એકટને પડકારીને ગોપાલ સુબ્રમણ્યમે અરજી કરી હતી કે, આધાર સ્કીમ હેઠળ નાગરિકોને સરકારની દયા પર છોડવામાં આવ્યા છે. તો ડેટા લીકનો મામલો પણ ગંભીર છે. કેન્દ્ર સરકાર આ અંગે ત્વરીત ફેંસલો લે તો લોકોના આધારને નિરાધાર બનાવવાથી બચાવી શકાય.
ભારતમાં હાલ ૯૬ ટકા લોકો પાસે આધાર કાર્ડ છે અને જેની પાસે આધાર કાર્ડ નથી તેઓ બનાવી રહ્યાં છે. સરકારનો દાવો છે કે, આધાર લોકોની ખાનગી માહિતીનો દુરઉપયોગ કરવા માટે નથી બનાવાઈ ત્યારે આધારને માન્યતા આપવા અંગે નિર્ણય લેવાયો છે.