અબતક, નવી દિલ્લી
દેવામાં ડૂબી ગયેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા માટે મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર ટેલિકોમ ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી શકે છે. આજે મળનારી કેબિનેટની બેઠકમાં રાહત પેકેજની જાહેરાત ઈ શકે છે. તમને જણાવી દઈએ કે દેશની કેટલીક ટેલિકોમ કંપનીઓ આ સમયે ર્આકિ સંકટનો સામનો કરી રહી છે. તે જ સમયે, એજીઆર લેણાં કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બે મોટી ટેલિકોમ કંપનીઓ ખાસ કરીને વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ માટે સમસ્યા ઉભી થઈ છે.
વોડાફોન આઈડિયા પર કુલ ૧.૯ લાખ કરોડનું દેવું છે. તેની પાસે સ્ગિત સ્પેક્ટ્રમ તરીકે ૯૬,૨૭૦ કરોડ રૂપિયા અને એજીઆર જવાબદારી તરીકે ૬૦,૯૬૦ કરોડ રૂપિયા બાકી છે.
આ સો બેન્કોએ તેના પર ૨૩,૦૮૦ કરોડ રૂપિયાની લોન પણ લીધી છે. કંપનીએ આગામી ૧૦ મહિનામાં ૩૨,૨૬૧ કરોડ રૂપિયા ચૂકવવાના છે.કંપનીના બોર્ડે ગયા વર્ષે રૂ. ૨૫,૦૦ કરોડ એકત્ર કરવાની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી તેના પ્રયત્નો સફળ થયાની.
સૂત્રો પાસેી પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકાર ટેલિકોમ ક્ષેત્ર માટે લાંબા ગાળાના રાહત પેકેજની યોજના બનાવી રહી છે. કેન્દ્રનું આ પેકેજ ઘણા વિવાદાસ્પદ કેસોમાં ટેલિકોમ કંપનીઓને રાહત આપશે. આમાં એજીઆર લેણાં ફરીી વ્યાખ્યાયિત કરી શકાય છે. નોન-કોમ્યુનિકેશન આઇટમ્સને બાકાત રાખવાની યોજનાનો સમાવેશ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.
મંગળવારે બીએસઈ પર વેપાર દરમિયાન કંપનીનો શેર ૧૧ ટકા વધીને ૮.૦૪ રૂપિયા યો હતો જ્યારે આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઘટાડા સો વેપાર કરી રહ્યો હતો. છેલ્લા ૬ દિવસમાં કંપનીના શેરમાં ૩૪ ટકાનો વધારો યો છે. વોડાફોન આઈડિયાને સરકાર તરફી જલ્દી આશા મળવાના સમાચારને કારણે શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ કંપનીનો સ્ટોક ઘટીને ૪.૫૫ રૂપિયા પર આવી ગયો હતો જે તેની ૫૨ સપ્તાહની નીચી સપાટી છે. ૨૩ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે વોડાફોન આઈડિયા અને અન્ય કંપનીઓની સુધારા અરજી ફગાવી દીધી હતી.
આ કંપનીઓમાં ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા કરવામાં આવેલી એજીઆર લેણાંની ગણતરીમાં સુધારાની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે કંપનીના શેરમાં ભારે ઘટાડો યો હતો. પરંતુ ટેલિકોમ સેક્ટરને સરકારી મદદની આશામાં કંપનીના શેર વધી રહ્યા છે. ૧૧.૪૫ પર કંપનીનો શેર ૧૧.૨૨ ટકાના વધારા સો રૂ. ૮.૦૩ પર ટ્રેડ કરી રહ્યો હતો.