ભાટીયા ગ્રામમાં પ્રવેશતાની સાથે જ પ્રકૃતિક સૌદર્યનો અહેસાસ કરાવતું કેસરિયા તળાવ આવ્યું છે ભાટીયાના પ્રવેશ દ્વાર પાસે હોવાના કારણે બહાર ગામથી તેમજ સ્થાનિક ગ્રામજનો આવા ગમન કરતાં લોકોના તળાવની મુલાકાત અવશ્ય લે છે ને બે ઘડી મનની શાંતિ નો અહેસાસ કરે છે.
તેમજ વિશાળ કાંઠો ધરાવતા આ તળાવની પાળે સવારે સાંજ વોકીંગ માટે લોકો નીકળતા હોય છે તેમજ વચ્ચે આસ્થા ના પ્રતિક સમાન મંદીરો પણ આવેલ છે.પંરતુ છેલ્લા ઘણા સમયથી આ તળાવની આજુબાજુ ગંદકી ના થર જામવાને કારણે લોકોની ચહલ પહલ દિન પ્રતિદિન અહી ઓછી થતી જાય છે. આ ગંદકીનું મુખ્ય એક કારણ એ પણ છે કે આ તળાવમાં ગેસ્ટહાઉસ ના ગંદા પાણી ઠલવામાં આવે છે આ બાબતે લોકોેએ ભાટીગા ગ્રામ પંચાયતમાં જાણ કરેલ હોય પરંતુ ગ્રામ પંચાયત પોતાની જવાબદારી વ્યવસ્થિત નિભાવતી ના હોય તેવું સાફ દેખાય આવે છે.
ગ્રામ પંચાયતની આળસ આ રમણીય સ્થળ આગામી દિવસોમાં સોથ વારી નાખે તો નવાઇ નહીં જવાબદાર તંત્ર પોતાની આળસ ખંખેરે નહી તો આગામી દિવસો માભાટીયા નું એક માત્ર રમણીય સ્થળ કેસરીયા તળાવ પોતાનું અસ્તિત્વ ખોઇ બેસશે.