કોરોના સંક્ર્મણને રોકવા રસીકરણ અભિયાન ખુબ તેઝીથી આગળ વધી રહ્યું છે. ત્યારે એક સવાલ સામે આવે છે કે, શું કોરોના રસી લીધા પછી પણ લોકોને ચેપ લાગે છે? આ વાત પર ICMR(Indian Council of Medical Research) જવાબ આપતા કહે છે કે, ‘Covid-19નો સામનો કરવા આ રસી ખુબ મહત્વપૂર્ણ છે. રસી લેવામાં આવેલા 10,000 લોકોમાંથી ફક્ત 2 થી 4 લોકોને ચેપ લાગ્યો છે.’
ICMRના ડિરેક્ટર બલારામ ભાર્ગવે કહ્યું કે, ‘જે લોકોએ રસીનો બંને ડોઝ લીધા છે તેમને ખૂબ જ ઓછા પ્રમાણમાં ચેપ લાગ્યાં છે. વક્સીનનો પહેલો ડોઝ લીધા પછી ચેપ લગતા લોકોનું પ્રમાણ 0.04% છે. જયારે બીજો ડોઝ લીધા પછી ચેપ લગતા લોકોનું પ્રમાણ 0.03% છે. રસી લીધા પછી પણ માસ્કનો ઉપીયોગ ફરજીયાત છે.’
તેમને આગળ વાત કરતા કહ્યું છે કે, ‘ વેક્સીન ચેપને અટકાવે છે અને કોરોનાથી થતા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરે છે. જે લોકોને વેક્સીન લીધા પછી ચેપ લાગ્યો તેવા વધારે પડતા લોકો સ્વાસ્થ અને મેડિકલમાં કામ કરતા લોકો છે. જેવા કે ડૉક્ટર, નર્સ, સ્વાસ્થમાં ફરજ બજાવતા કર્મચારીઓ વગેરે. તેનું મહત્વનું કારણ છે કે, તે લોકો વધુ પડતા કોરોના સંક્રમિત લોકોના કોન્ટેક્ટમાં આવે છે તેથી તેના ચાન્સ વધે છે. બાકી સામાન્ય લોકોમાં આ પ્રમાણ નહીવત માત્રામાં જોવા મળે છે.’