યુએસએનાં પૂર્વોત્તર ક્ષેત્રોમાં ‘બર્ફિલુ તોફાન’; જનજીવન પ્રભાવિત’ ન્યુયોર્કમાં કટોકટી જાહેર
હીમવર્ષાથી 1600થી વધુ ફલાઈટ રદ
શાળાઓ બંધ, કોરોના રસીકરણ ઝુંબેશ મોકુફ
અમેરિકા ‘સાઈબેરિયા’ બની ગયું હોય તેમ પૂર્વોત્તર ક્ષેત્રનાં ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. યુએસએમાં ‘હિમયુગ’ છવાયો હોય તેમ હાડ થીજવતી ઠંડીને કારણે બરફની ચાદર છવાઈ છે તો સામાન્ય લોકો ગરમ વાતાવરણ ધરાવતા એવા કેલિફોનિયામાં પણ બરફના છ-છ ફૂટના થર જામી ગયા છે. અમેરિકામાં આ બર્ફીલા તોફાનથી જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. હજારો ફલાઈટસ રદ કરી દેવામાં આવી છે. તો શાળાઓ પણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. એટલું જ નહી, કોરોનાના સંક્રમણમાંથી બહાર નીકળવાની રસીકરણ ઝુંબેશ પણ મોકૂફ રાખી દેવાઈ છે.
કેલિફોનીયા ઉપરાંત, અમેરિકાના ઘણા વિસ્તારોમાં એક બે ફૂટના બરફના આવરણ પથરાઈ ગયું છે. બર્ફીલા તુફાનના લીધે સ્થાનિક ક્ષેત્રમં પણ અવર જવરમાં પણ લોકોને મોટી મુશ્કેલી થઈ રહી છે. યુએસએનાં રાષ્ટ્રીય મૌસમ સેવા વિભાગના વૈજ્ઞાનિક લારા પગાનોએ જણાવ્યું કે, મધ્ય એટલાન્ટીક તટ પર વાતાવરણ વધુ ઠંડુગાર બનતા બરફનો વરસાદ વધુ તેજ બન્યો છે. આના લીધે અમેરિકામાં મંગળવારથી વધુ બરફવર્ષા થશે અને પવનની ગતિ પણ વધશે.
પેનસ્લ્વિનિયા, કેલિફોનિયા, ન્યુયોર્કનાં દક્ષીણી હિસ્સા તેમજ કનેડિટકટ અને ન્યુઝર્સીમાં વધુ બરફવર્ષા થઈ છે. આજ સવાર સુધીમાં ન્યુઝર્સીમાં સાત ઈંચ સુધી હિમવર્ષા પથરાઈ છે. ન્યુયોર્કમાં કોવિડ 19 રસીકરણ પણ બંધ કરી સ્ટેટ ઓફ ઈમરજન્સી લાગી કરી દેવાઈ છે. યુએસનાં હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં હજુ વધુ હિમવર્ષા થવાની સંભાવના છે.
જનજીવન અસ્તવ્યસ્ત થતા ન્યુયોર્કમાં રાજય કટોકટી લદાઈ છે. જે અનુસાર, બીન જરૂરી બહાર નીકળવા પર રોક લગાવી દેવાઈ છે. 1600થી વધુ ફલાઈટ રદ કરાઈ છે. વર્ષ 1869થી લઈ અત્યાર સુધીમાં ન્યુયોર્ક શહેરની છઠ્ઠી મોટી હીમવર્ષા થઈ છે. બરફનાં કારણે રસ્તાઓ બંધ થઈ જતા લોકોને મોટી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચિત્ર પરથી જોઈ શકાય છે કે, અમેરિકામાં રોડ રસ્તા પર પડેલી ગાડીઓ ઉપર બરફની સફેદ ચાદર ઢંકાઈ ગઈ છે. વૃક્ષો, સ્ટ્રીટ લાઈટ પર પણ બરફ જોવા મળી રહ્યો છે.