ગેરકાયદે સ્પોર્ટ અને પીચ ફિકસીંગને લઇ અલઝઝીરા ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશનના કુટેજની વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ કરીશું: આઇ.સી.સી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવીડ રિચર્ડસને ફરી એકવાર અલઝઝીરા ચેનલને અરજ કરી છે કે તે ક્રિકેટમાં ભષ્ટ્રાચારના પુરાવાઓ આપે ભારત, ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડ જેવી મોટી ટીમોથી જોડાયેલા ટેસ્ટ મેચોમાં ગેરકાયદે સ્પોર્ટ ફિકસીંગ અને પીચ ફિકસીંગના તેના સ્ટિગ ઓપરેશનની કુટેજ જાહેર કરે. આઇસીસીએ અસંપાદિત કુટેજની માંગ કરી છે અને મહાપ્રબંધક (એસીયુ) એલેકસ માર્શલે કહ્યું કે, અલઝઝીરા નેટવર્ક સહયોગ કરી રહ્યું નથી.
રીચર્ડસને કહ્યું કે, મેં અલઝઝીરાને કહ્યું છે કે ક્રિકેટમાં ભષ્ટ્રાચારથી જોડાયેલી જે વિગત તેની પાસે છે તે આઇસીસીને આપે અમે તે તમામ વિગતોની પુર્ણ, વિસ્તૃત અને નિષ્પક્ષ તપાસ કરીશું, પરંતુ અલઝઝીરા અસંપાદિત કુટેજ આપવા ઇચ્છુક નથી કારણ કે તેને એમ લાગે છે કે આ કરવાથી તેના સુત્રોનો ખુલાસો થઇ જશે. જેની સામે આઇસીીસીએ દાવો કર્યો છે કે તેના સૂત્રોનો બચાવ કરાશે.
રીચર્ડસને વધુમાં જણાવતા કહ્યું કે, ક્રિકેટમાં ભષ્ટ્રાચારના આરોપોને સાબિત કરવા અથવા તેને નકારવા સૌ પ્રથમ અમારે અલઝઝીરાએ પ્રસ્તુત કરેલ કાર્યક્રમને જોવાની જરુર છે. જણાવી દઇએ કે, અલઝઝીરા ચેનલે એક ડોકયુમેન્ટી દેખાડી હતી જેમાં દાઉદ ઇબ્રાહિમની ગેંગના એક સભ્ય અનીલ મુન્નવરને અંડરકવર રિપોર્ટરથી પીચ અને પરિણામ ફિકસ કરવાની વાત કરતો દેખાડાતો હતો. આ સાથે પાકિસ્તાનના પુર્વ ક્રિકેટર હસન રાજા અને મુંબઇના પૂર્વ પ્રથમ શ્રેણી ક્રિકેટર રોબિન મોરિસને પણ ફિકસીંગ વિશે વાત કરતા દેખાડાયો હતો. જેને લઇ પુરાવા આપવા આઇસીસીએ અલઝઝીરા ચેનલને અરજ કરી છે.