આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આજે ઐતિહાસિક નિર્ણય લેતા ટેસ્ટ ચેમ્પિયનશીપની મંજુરી આપી દીધી છે. આઈસીસીના મુજબ આ ટેસ્ટ લીગ ૯ દેશની વચ્ચે રમાશે, તમને જણાવી દઈએ કે, તેમ છતાં વર્લ્ડ ક્રિકેટમાં ૧૨ ટેસ્ટ ટીમો છે. આ લીગમાં બે વર્ષના અંદર કુલ ૬ ટેસ્ટ સીરીઝ રમાશે. તેમાંથી ત્રણ ઘરેલું સીરીઝ હશે અને બાકી ત્રણ વિદેશી મેદાનો પર રમાશે. લીગનું આયોજન ૨૦૧૯-૨૦ સુધીમાં થશે, તેમ છતાં અત્યારે સપૂર્ણ શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું નથી. ટેસ્ટ લીગની સાથે આઈસીસીએ ૧૩ ટીમની વનડે લીગનું પણ એલાન કર્યું છે. આ લીગમાં ૧૨ ટેસ્ટ ટીમની સાથે આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગની વિજેતા ટીમ પણ સામેલ થશે.

આઈસીસી ચેરમેન શશાંક મનોહરે આ વિષે જણાવ્યું છે કે, “બાઈલેટરલ ક્રિકેટ માટે જમીન તૈયાર કરવી નવો પડકાર નથી પરંતુ પ્રથમ વખત તેના માટે એક યોગ્ય ઉપાય પર બધાની સંમતિ મળી શકી છે. દુનિયાભરના ક્રિકેટ ચાહકો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દરેક મેચનો આનંદ લઇ શકશે, એ જાણે છે કે, વનડે લીગની દરેક મેચ આઈસીસી વર્લ્ડ કપમાં જગ્યા મેળવવાની તક છે.” આઈસીસી પ્રમુખ ડેવિડ રિચાર્ડસને જણાવ્યું છે કે, “આઈસીસી સભ્યો માટે એક મહત્વનું પગલું છે અને અમે બધા આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષી ક્રિકેટના ભવિષ્યને સુરક્ષિત રાખવા ઈચ્છે છે.” ૧૩ ટીમના વચ્ચે રમાવનારી વનડે લીગની પ્રથમ સીઝનમાં કુલ ૮ સીરીઝ રમાશે. જેમાંથી ચાર સીરીઝ ઘરેલું મેદાન અને ચાર સીરીઝ વિદેશી મેદાનો પર આયોજીત થશે.

આ બેઠક દરમિયાન ચાર દિવસની ટેસ્ટ ક્રિકેટના વિશે પણ ચર્ચા કરવામાં આવી છે. આ વિશેમાં રિચાર્ડસને જણાવ્યું છે કે, “ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય પર ચર્ચા કરતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે, બીજાના વિચારો અને નવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપતા ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત રહશે. જેવી રીતે ડે-નાઈટ ટેસ્ટનો ટ્રાયલ કરવામાં આવ્યો છે. ચાર દિવસની ટેસ્ટ મેચથી ટેસ્ટ ટીમોને વધુથી વધુ મેચ રમવાની તક મળશે. જેનાથી ખેલાડીઓને વધુ સારા બનવાની તક મળશે અને ટોપ ૯ ટેસ્ટ ટીમની વચ્ચેની અંતર ઓછુ થશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.