પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ રાજયમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વધુ એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં સાબરકાંઠાના વડાલીમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર પર હુમલો કરવામાં આવ્યો હતો. ધરોઈ જરાશય યોજનામાં તપાસ અર્થે જતા થયો હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ શરુ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠા જિલ્લાની છે જ્યાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હજુ પંદર દિવસ પહેલા જ બુદ્ધ સેલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણ દ્વારા સરકારી વિમાનનો અંગત વપરાશ માટે ઉપયોગ કરતા હોવાનું ખુલતા તેમના પાસેથી ચાર્જ છીનવી ને આઈએસ અધિકારી નીતિન સાંગવાને ફિશિંગ કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો ત્યારે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદે વિઝીટ કરવા પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી જેમાં આરોપીઓએ તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી.
નિતીન સાંગવાન સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે આવેલા ધરોઈ જળાશય પર ત્રણ દિવસ પહેલા વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં માછલી ઉછેરનો વ્યવસાય કરતા ખેડબ્રહ્માના કંથાપુર ગામના માછલી ઉછેર કરનાર બાબુ પરમારને આ વાતની જાણ થઈ હતી. ત્યારે બાબુ પરમારે 10થી 12 અન્ય માણસોને બોલાવ્યા હતાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમના ઘૂંટણ પર બચકું ભરીને બોલચાલિત કરીને પેટના ભાગે ઇજાઓ પહોંચાડી હતી અને કલાકો સુધી બંધક બનાવવામાં આવ્યા હતા ત્યારે આ મામલે વડાલી પોલીસે ફરિયાદ નોંધીને બાર અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદના પગલે વહીવટી તંત્રમાં પણ ખળભરાટ મચી જવા પામ્યો છે.