નવલા નવરાત્રીના દિવસોમાં શક્તિ આરાધનાનું અતિ મહત્વ છે. જેમાં નારી શક્તિની ઉપાસના કરનારા શક્તિ ઉપાસકો કહેવાયા, જેથી ત્યાગીઓ શકિત આરાધનાને જીવન સંકલ્પનો આધારસ્તંભ કહે છે. ભૂજથી 100 કી.મી. દુર આવેલ જગત જનની માં આશાપુરા માતાના મઢે નવરાત્રી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. નવરાત્રી આવતા દરેક દેવ મંદિરોમાં શણગાર થશે. ભાવિકો દ્વારા પુજા અર્ચન, આરતી માંના ગરબા દ્વારા માતાજીના ગુણગાન ગવાશે
નવરાત્રીમાં માઇભક્તો આશાપુરના દિદાર કરવા ભાવિકો ભીતરમાં ભાવનાની ભીનાશ ભરી લાગણીના લીબાસ જડી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠો પર માં આશાપુરાનું નામ અવિરત જપતા શ્રધ્ધા અને આસ્થાની સાથે પગપાળા પ્રવાસથી માં આશાપુરાના દર્શન કરવા જાય છે.
કેમ્પોમાં વિનામૂલ્યે રહેવા, જમવા તબીબી સારવાર સહિતની સુવિધા : સુરજબારીના પુલથી દર ત્રણ કિ.મી.ના અંતરે સેવા કેમ્પોમાં કચ્છી માડુઓની નિતરતી સેવાના દર્શન
દેશના વિવિધ ભાગોમાંથી મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી પગપાળા તથા સાઇકલ પ્રવાસ દ્વારા અવિરત માતાના મઢે પદયાત્રીઓ અબાલ, વૃધ્ધ, સ્ત્રી, પુરૂષો, બાળકો સ્વયંભુ સમુહમાં આવે છે. જેની સેવા કચ્છી માડુ અતિથી દેવો ભવ: સાથે કચ્છ જીલ્લાના સુરજબારી પુલથી માતાના મઢ દર 3 કી.મી.ના અંતરે રાહત કેમ્પો, રાવટીઓ ફરતા ફરતા વાહનો દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા સદગુરૂ રણછોડદાસજી મહારાજના સુત્રિ હૈયામાં રાખી નાતજાતના ભેદભાવ વગર પદયાત્રીઓની અવિરત સેવા કચ્છી માડુ કરે છે. કચ્છી માડુ જૈન ધર્મના સાધવીઓ પણ પદયાત્રા કરી ધર્મ પ્રચાર કરે છે.
માં આશાપુરાના દિદાર કરવા જતા દર્શનાર્થીઓ આવી કેમ્પમાં વિના મુલ્યે આરામ કરી નવા જોમ અને ઝમીર મેળવે છે. પોતાના પ્રવાસ દરમ્યાન થયેલ ખાટા મીઠા અનુભવો જણાવે છે. જ્યારે કોઇની આંખમાં માં આશાપુરા પ્રત્યેના અહોભાવ વણવે છે. આ પદયાત્રીઓના રાહત કેમ્પમાં સેવાના ભેખધારી આયોજકો સેવા એજ ધર્મ જીવન સંકલ્પના પ્રણેતા પદયાત્રીની રાહ જોતા કચ્છના પ્રથમ ચરણ સુરજબારી પુલ નવીનભાઇ ભાનુસાળી, માળિયા પાણી પુરવઠા બોર્ડ દેગુભા જાડેજા, ખારા પાણીમાં મીઠી વીરડી સમાન વન ભોજનની નહી પણ ભોજન કરાવે છે.
સેવા કેમ્પ શોવજીભાઇ બારદાનવાલા સુરજબારી ચેક પોસ્ટ, શ્રી આશાપુરા મિત્ર મડળ, પ્રહલાદ પ્લોટ, નીતીનભાઇ મેવાડા, ભગવતી ગ્રુપ ચેકપોસ્ટ, ભુદરભાઇ જાદવ, જે.પી.ઇન્ડ. વિરપુર ચોકડી, બારમાસી કેમ્પ, મોરબી પ્રવિણભાઇ લુહાર, મોરબી બાયપાસ, ભગવતી હોલ, અંજાર ભીખુભા જાડેજા, મોરબી જકાતનાકા રામભરોસે સેવા સંઘ, હરતી ફરતી રાવટી દ્વારા પદયાત્રીઓની સેવા કરે છે.
ભચાઉ લોધેશ્ર્વર હોટેલ વનરાજસિંહ જાડેજા, નિર્મળભાઇ ડાંગર, રાધેશ્યામ સ્કુલ જીતેન્દ્રસિંહ જાડેજા, રણજીત ટ્રાન્સપોર્ટ ધમણકા દુધઇ રોડ, હોટલ સહયોગ રણજીતસિંહ જાડેજા (જામ), અજીતસિંહ જાડેજા, સહયોગ હોટલ, ખોડીયાર આશ્રમ, કાગદડી 108 જયરામદાસ બાપુ બારમાસી સેવા કેન્દ્ર તમામ સુવિધાઓ પુરી પાડે છે. કચ્છના તમામ જીલ્લા તથા તાલુકા મથકે નવરાત્રી દરમ્યાન દિવસ-રાત સેવા આપે છે. અનેક નામી-અનામી સેવા ભાવી લોકો દ્વારા આવતા પદયાત્રીઓની સેવા કરે છે. માતાના-મઢ ટ્રસ્ટીગણ દ્વારા પદયાત્રીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.