પોલીસે ગણતરીની મિનીટોમાં આરોપીઓને દબોચી લીધા
રાજુલા તાલુકાના ડુંગર ગામમાં રહેતાં ભરવાડ સમાજનાં ભોળાભાઇ અરજણભાઇ ગોહિલ નું તેની જ પત્નીએ અને તેમના પ્રેમીએ ખેલ્યો ખુની ખેલ ખેલ્યો હતો. .આ બનાવની પ્રાપ્ત હકીકત એવી છે કે રાજુલા તાલુકાના ડુંગર ગામે રહેતાં જગાભાઈ અરજણભાઈ ગોહિલ ના જણાવ્યા મુજબ તેમના ભાઈ ભોળાભાઇ અરજણભાઇ ગોહિલ આજથી ૬ વષે પહેલા ડુંગર ગામના જ રહેવાસી કાજલબેન નરોતમભાઈ કોળી સાથે પ્રેમ લગ્ન કરેલ હાલમાં તેમને ૪ વષે ના કાન્હા નામનો દિકરો છે ભોળાભાઇ અને કાજલબેન રાજુલાના રીંગણીયાળા ગામે ખેડૂત ધમેઁશભાઇ ભીમાભાઈ ડાવરા ની વાડી માં રહીને ભાગ્યા તરીકે ખેત મજુરી કરે છે.
તા.૨૪-૦૯-૨૦૧૮ ના રોજ કાજલબેન અને ભોળાભાઇ ના મિત્ર નાગજીભાઈ મંગાભાઇ મેવાડા (ભરવાડ) અને ભોળાભાઇ ના પુત્ર કાન્હા ને ડુંગર ભોળાભાઇ ના મમ્મી ને ત્યા મુકવા આવેલ અને કાજલબેને કહયું કે કાન્હા ને ઘરે રાખો અમારે હટાણુ કરવા જાવું છે તેમ કહીને કાજલબેન અને નાગજીભાઈ નિકળી ગ્યાં.
આખો દિવસ વિતવા છતાંય કાજલબેન કાન્હા લેવા ન આવતા અને કાંઈક અજુગતું લાગતા માજીએ તેમનાં મોટા પુત્ર જગાભાઈને જાણ કરેલ. જગાભાઈ તેમજ તેમના ભાઈઓ અને તેમના પિત્રાઈ ભાઈઓ દ્વારા રીંગણીયાળા ગામે જઈ ખેડૂત ધમેઁશભાઇ ભીમાભાઈ ની વાડી એ જઈ તપાસ કરતા ભોળાભાઇ કે તેમના પત્ની કાજલબેન કે તેમનો મિત્ર નાગજીભાઈ ત્યાં મળેલ નહીં આ બાબત ની ડુંગર પોલીસ સ્ટેશન માં પોતાના ભાઈ,ભાભી ગુમ થયેલ હોવાની ફરિયાદ નોંધેલ.
ત્યાર બાદ જગાભાઈ તેમજ તેમના ભાઈઓ દ્વારા રીંગણીયાળા ગામે ધમેઁશભાઇ ની વાડી ની આજુબાજુના વિસ્તારમાં પુછપરછ અને શોધખોળ કરતા ધમેઁશભાઇ ના શેઢા પાડોશી વિનુભાઈ લાભુભાઈ માંડણકાના ખેતરમાં તપાસ કરતા તાજુ ખોદકામ કરેલું હોય તે બાબતે જગાભાઈને શંકા જતા તે જગ્યા ઉપર માટી હટાવતાં ભોળાભાઇ નો મૃતદેહ મળી આવેલ
આ બાબતે જગાભાઈ દ્વારા કાજલબેન અને નાગજીભાઈ આરોપી હોય તે બાબતે ફરિયાદ કરેલ. ડુંગર પોલીસ સ્ટેશનનાં જાંબાઝ ઈનચાજે વિ.એલ.પરમાર સાહેબ દ્વારા ઘડીના છઠ્ઠા ભાગમાં આરોપી ને ઉના વિસ્તારમાંથી પકડીને ધોરણસરની કાયઁવાહી કરેલ.