મોદીજીની સ્વચ્છ ભારત અભ્યાનની યોજના હેઠળ ભારત દેશમાં એક અનોખો સંદેશ આપે છે આ સંદેશ કરોડો લોકો માટે પ્રેરણારૂપ બન્યુ છે. આ સંદેશોને પૂરવાર પાડતો એવો એક કિસ્સો ઝારખંડમાં સ્વચ્છ ભારત અભિયાનની શાનદાર ઝલક આપે છે. જાણવા મળ્યુ છે કે એક વ્યક્તિએ શૌચાલય બનાવવા માટે મળેલી રકમથી સ્માર્ટફોન ખરીદ્યો. તેની ગુસ્સે ભરાયેલી પત્નીએ ફોન જ તોડી નાખ્યો અને આ મહિલાની બહાદુરી માટે તેને નિગમ તરફથી ૧૫મી ઓગષ્ટે સન્માનિત કરવામાં આવશે.
– ઝારખંડના ધનબાદ જિલ્લાના રહેવાસી રાજેશ મહેતાને નિગમ તરફથી ટોઇલેટ બાંધવા માટે પહેલા હપ્તાના ‚પમાં ‚.૬૦૦૦ મળ્યા હતા.
– રાજેશે આ પૈસાથી ટોઇલેટ બંધાવવાને બદલે ફોન ખરીદી લીધો અને તેની પત્ની લક્ષ્મીદેવીને આ ખબર પડતા તેણે ફોન જ તોડી નાખ્યા હતો.
– લક્ષ્મીદેવીએ લગભગ બે દિવસ સુધી ઘરે ભોજન બનાવવાનું જ બંધ કરી દીધુ હતું.
ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનામાં ગરીબોને રૂ૧૨,૦૦૦ની સહાય મળે છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ સુધીમાં દેશના બધા જ ઘરોમાં શૌચાલય બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે.