પતિ કામ ધંધો નહિ કરતા પત્ની 15 દિવસથી રિસામણે ચાલી ગયા બાદ પુત્રના કપડાં લેવા જતા વાયર વડે ગળાટૂંકો દઈ હત્યા કરી
હત્યારા પતિ સામે ગુનો નોંધી તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો
વેરાવળમાં ચકચાર મચાવી દેતી એક ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં ઘર કંકાસમાં પતિએ તેની જ પત્નીને મોબાઈલ ચાર્જરના વાયરથી ગળેટૂંપો દઈ હત્યા કરી પોતે પણ એસીડ પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હોસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ મામલે પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ પરથી પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ વેરાવળ શારદા સોસાયટીમાં રહેતા જીગ્નેશ રજનીકાંત વાઘેલાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના સૌથી નાનાબેન રાધિકાબેન (ઉ. વ.31) તેના પતિ વિજય ધનસુખ વાજા ત્રાસ આપતા હોય. અગાઉ રિસામણે આવેલ અને તેમને સમજાવી મોકલી દીધી હતી. પરંતુ પંદરેક દિવસ પહેલા વિજય કોઈ કામધંધો કરતા ન હોય અને રધિકબેનના ઘરેણાં પણ વેચી નાખ્યા હતા અને વિજય અવાર નવાર રાધિકાબેન સાથે માથાકૂટ કરતો હોવાથી તેણી તેમના બન્ને દિકરા યુગ ઉ.વ.12 તથા હર્ષ ઉ.વ.7 ને લઈ પિયરે આવી ગયા હતા.
ત્યારે ગઈકાલે બપોરના સમયે રધિકબેં તેમના પુત્રના કપડાં લેવા માટે ઘરે તેમના સાસરિયે ગયા હતા.તે સમયે વિજય હજાર હોવાથી તેને રાધિકાબેન સાથે ઝઘડો કર્યો હતો અને રાધિકાને ઘરમાં ઢસડી લઈ જઈ મોબાઈલ ચાર્જરના વાયરથી ગળું દબાવી હત્યા નિપજાવી પોતે પણ એસિડ જેવું પ્રવાહી પી ગયો હતો.
આ અંગે જીજ્ઞેશભાઈ તથા પરિવારને જાણ થતાં ઘરે જઈ જોતા બન્ને ને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ખાનગી અને બાદમાં સિવિલ માં દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ રાધિકાબેનનો મૃતદેહ જ પહોંચ્યો હતો. ભોંય સમાજના લોકો એકત્ર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલે દોડી ગયા હતા. મૃતકનું પીએમ હાથ કર્યું હતું. જ્યારે મામલે પોલીસે આરોપી વિજય સામે ગુનો નોંધી તપાસ હાથઘરી છે.