અબોલા માટે કોઇ નિયમો નથી પરંતુ દુષ્કર્મ અને ત્રાસ માટે છે: સુપ્રીમ કોર્ટ
નવપરણીત મહીલાએ તેના પતિ અને સાસરીયા પક્ષ વિરોધ ફરીયાદ નોંધાવી હતી જેમાં તેને દાવો કર્યો હતલ કે તેમના પિતાએ લગ્ન માટે ‚ા ૧૫ લાખનો ખર્ચો કર્યો છે. અને ‚ા ૨૦ લાખની કિંમતના ઘરેણા પણ બનાવી આપ્યા છે. અને ધામે-ધૂમેથી લગ્ન કરી દિકરીની વિદાય પણ કરી છે. તો તેમણે તેના પતિ વિરોધ ફરીયાદ કરી હતી કે સાસરીયા પક્ષ તેમજ તેમનો પતિ તેમની સાથે બોલતો નથી. વાતચીત કરતો નથી.
લગ્નના ૨૦ દિવસ રહ્યા સુધી તેમની સાસુ સસરા તથા કોઇપણ વ્યકિત તેને જાણે પરિવારનં સદસ્ય જ ન હોય તેવું વર્તન કરી અબોલા કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેના પતિ તેની સાથે વાત કરતા નથી લગ્નનો થોડાં જ દિવસો બાદ તેનો પતિ ઓસ્ટ્રેલીયા કામ માટે રવાના થઇ ગયો ત્યારબાદ પણ તેને કોઇએ બોલાવી નથી અને તેને સાસરીયું છોડી પોતાના માતા-પિતાના ઘટે જતા રહેવા મજબુર કરી રહ્યા હતા. જેના મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સેકસન ૪૯૮-એ આઇપીસી નિયમ પ્રમાણે સાસરીયા પક્ષના અબોલાને લઇને કોઇ નિયમ બનાવાયો નથી. જેની કોઇપણ સરકારી કાર્યવાહી કરવામાં આવશી નહીં.
જજ પેનલના અ‚ણ મિશ્રા અને મોહન એમ શાંતોનાગોદારએ જણાવ્યું હતું કે તે મહિલાના અબોલા માટે કોઇ નિયમ બનાવાયો નથી જો તેમના સાસરીયા પક્ષે તેમના પર શારીરિક અત્યાચાર આચર્યો હોય કે પછી માનસીક ત્રાસ આપ્યો હોય તો સજા મળે છે પરંતુ તેમની આ ફરીયાદમાં એ પ્રકારનું કોઇ તથ્ય દેખાતું નથી.