ચાલુ પરિક્ષાએ બટુકભાઈ સાવલીયા સેવા કરવા પહોચ્યા: ચિરાગભાઈએ બહાર નીકળી જવાનું કહેતા જામી

હમેંશા વિવાદ માં રહેવાં ટેવાયેલી અત્રે ની મહીલા કોલેજ માં ચાલી રહેલી પરીક્ષા દરમ્યાન મહીલા કોલેજ નાં ચેરમેન નાં પતિદેવ તથાં માજી પ્રમુખ નાં પતિદેવ વચ્ચે “ઢીસુમ ઢીસુમ ” થવાં પામ્યું હોય ચકચાર મચી જવાં પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મહીલા કોલેજ માં હાલ સેમેસ્ટર-6 ની પરીક્ષા ચાલે છે.

સવારે કોમસઁ ની પરીક્ષા ચાલુ હતી ત્યારે નગરપાલિકા નાં માજી મહીલા પ્રમુખ નાં પતિદેવ બટુકભાઈ સાવલીયા વિદ્યાર્થીઓ ને ’મદદ’ કરવાં કોલેજ પંહોચ્યા હતા.

આ વેળાં કોલેજમાં મહીલા ચેરમેન નાં પતિદેવ  ચિરાગભાઇ હાજર હોય તેમણે બટુકભાઈ ની ’સેવા’ અટકાવી કોલેજ બહાર નિકળી જવાં નું કહેતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થવાં પામી હતી.એટલુંજ નહીં બન્ને બાથોબાથ આવી જતાં સ્ટાફ દોડી આવ્યો હતો.અને મામલો શાંત પાડ્યો હતો.

દરમ્યાન બટુકભાઈ એ ચાલતી પકડી હતી પણ બન્ને મહારથીઓ ની ધબડાટી ની ચર્ચા કોલેજ બહાર પંહોચી હોય કોઈને કોઈ બાબતે ચર્ચા માં રહેતી મહીલા કોલેજ ફરી ચર્ચા નાં ચકડોળે ચડી હતી.

આ અંગે ચેરમેન નાં પતિદેવ ચિરાગભાઇ ધાનાણી ને પુછતા તેમણે કહ્યું કે પરીક્ષા ચાલુ હોય વિવાદ નાં થાય એટલે બટુકભાઈ ને ચાલ્યા જવાનું કહેતાં તે ઉશ્કેરાયા હતા.બીજી બાજુ કોલેજ નાં મહીલા ચેરમેન નાં પતિદેવ ની કોલેજ માં સતત હાજરી પણ ચર્ચા નો વિષય બનવાં પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.