જામનગર સમાચાર
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧ ના મહિલા કોંગી કોર્પોરેટરના પતિને ધાક ધમકી આપી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે વોર્ડ નંબર-૧ ના જ કોંગી કોર્પોરેટરના કાકા એડવોકેટ સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચર્ચા જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નાં -૧ ના કોંગી કોર્પોરેટર સમજુબેન પારિયા ના પતિ દિપુભાઈ પારીયાએ પોતાને ધાક ધમકી આપી સમાજમાં હલકા પાડવા માટે હદધૂત કરવા અંગે વોર્ડ નાં ૧ નાજ કોંગી કોર્પોરેટરના કાકા અને જામનગરના સિનિયર એડવોકેટ હારુન કે.પાલેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દીપુ ભાઈના પત્ની વોર્ડમાં નગરસેવક હોય અને લોક કલ્યાણના કામો માટે તથા લોકોની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટેનું કાર્ય કરતા હોવાથી અને આરોપીના ભત્રીજા પણ કોર્પોરેટર હોવાથી તેઓને આ લોકચાહના પસંદ ન હોવાના કારણે જાહેરમાં હડધૂત કરાયા છે.જે ફરિયાદના અનુસંધાને પોલીસે એડવોકેટ હારુન પલેજા સામે એસ્ટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તપાસ હાથ ધરી છે. આ ફરિયાદના બનાવને લઈને શહેરના વકીલ મંડળમાં ભારે ચર્ચા જાગી છે.