- લાઠી તાલુકામાં પત્નીની હ-ત્યા કરનાર આરોપી પતિની ધરપકડ
- મૃ-તકની માતાએ લાઠી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી ફરિયાદ
- આરોપી ગુલાબ સામાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમરેલીના લાઠી તાલુકામાં ધૂળેટી લોહીયાળ બની હતી. જેમાં પતિએ જ પત્નીની હ-ત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે માતાની હ-ત્યાથી દોઢ વર્ષની દીકરી અને 4 વર્ષનો દિકરો નોધારા બન્યા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. પતિ ગુલાબ સામાને પોતાની પત્ની રેહાના પર કોઈ અજાણ્યા પુરુષને લઇ શંકા હોવાથી પત્નીના ગળે ચપ્પુ મારી હ-ત્યા નીપજાવી હતી. ત્યારે મૃ-તક પરિણીતા રેહાનાની માતાએ લાઠી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસે ગુલાબ સામાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અનુસાર માહિતી મુજબ, ધૂળેટીનો તહેવાર બન્યો લોહિયાળ પતિ એજ ગળું કાપીને પોતાની પત્નીની કરી કરપીણ હ-ત્યા. બાજુમાં જ રહેતા યુવક સાથેના આડા સબંધનો કરુણ અંજામ આવ્યો છે. ત્યારે માતાની હ-ત્યાથી દોઢ વર્ષની દીકરી અને 4 વર્ષનો દિકરો હવે નોધારા બન્યા છે. લાઠી જેવા નાનકડા શહેરમાં હત્યાની ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી 26 વર્ષની પરિણીતાની હ-ત્યા તેનાજ પતિ દ્વારા કરવામાં આવતા સમગ્ર લાઠીમાં સન્નાટો પસરી ગયો હતો.
લાઠી શહેરના કેરિયા રોડ પર આવેલા ખોડિયાર નગરમાં ગઈ કાલે ધૂળેટીના દિવસે ભલભલાના હૃદય હચમચાવીદે તેવી ઘટના બની છે. પતિએ જ પોતાની પત્નીની છરી વડે ગળું કાપીને કરી કરપીણ હ-ત્યા કરી છે.
અમરેલી જિલ્લાના લાઠીમાં કેરિયા રોડ ઉપર રહેતા ગુલાબ સામા પોતાના પત્ની સાથે રહેતા હતા. પરિવારમાં બે બાળકો હતા તેમના પિતા અને ભાઈ પણ સાથેજ રહેતા હતા, કડિયા કામમાં મજુરી કરી ગુલાબ સમા પોતે અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગુલાબના પિતા ઘર આંગણે જ નાનકડી દુકાન બનાવી બાળકોમાટે ભાગ અને અન્ય ચીજ વસ્તુઓનો વ્યાપાર કરતા હતા.
ત્યારે થોડા દિવસ પહેલા પોતાની દુકાનમાં સસરા કરીમભાઇ પોતાની વહુ રેહાનાને અજાણ્યા શખ્સ સાથે હાથ પકડીને ઊભા હતા ત્યારે જોઈ ગયા હતા. અને તે સમગ્ર ઘટનાની જાણ પોતાના દીકરા ગુલાબને કરી હતી અને ગુલાબે છૂટાછેડા લેવા પરિવાર ને જણાવ્યું, પરંતુ દીકરીના માતા નજમા બેન અને અન્ય લોકો દ્વારા આરોપી ગુલાબ સમા ને સમજાવતા તે સમજી ગયો હતો અને તે બાબતે સમાધાન પણ થઈ ગયું હતું. ત્યારપછી તેમના દીકરીના માતા ભાવનગર પોતાના ઘરે જવા નીકળી ગયા હતા અને આરોપી ગુલાબે તેના પિતા કરીમ ભાઈને પેટ્રોલ લેવા માટે મોકલી દીધા હતા તે સમયે દરમિયાન ગુલાબ અને મૃતક રેહાના બંને ઘરે એકલા જ હતા તે સમયે અચાનક ગુલાબે તેમને પત્ની રેહાના ઉપર છરા વડે હુમલો કરી દઈ ગળાના ભાગે છરો ફેરવી દઈ પેટ અને શરીરના અન્ય ભાગોમાં પણ છરા આડેધડ નિર્દયતાથી ઘા કર્યા હતા જેથી પત્ની રેહાના લોહીલુહાણ હાલતમાં પોતાના પલંગ પર ઢળી પડ્યા હતા.
મૃતક પરિણીતાના અન્ય યુવક સાથેના આડા સબંધનો મૃ*તક પરણિતાના પતિએ કરુણ અંજામ આપ્યો હતો. હ-ત્યા કર્યા બાદ રેહાના પતિ ગુલાબ સમાના ફોનમાંથી અન્ય વ્યક્તિએ ઇમરજન્સી 108માં ફોન કર્યો હતો. ફોન કરતાંની સાથે જ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી અને હાજર પરના તબીબ દ્વારા રેહાના બેનને મૃ*ત જાહેર કર્યા હતા. તેટલી વારમાં આસપાસમાં રહેતા લોકોના ટેલીટોળા ઉમટી પડ્યા હતા,
સમગ્ર ઘટના મામલે લાઠી પોલીસને ટેલિફોનીક જાણ કરતા લાઠી પોલિસ ઇન્સ્પેક્ટર સોની સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી પહોંચ્યો હતો. મૃ*તક પરણિતાના મૃ*તદેહને PM માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસને સમજવામાં જરા પણ વાર ન લાગી કે આરોપી તેમનો પતિ ગુલાબ જ છે અને હત્યારા આરોપી ઘર પાસે હોય તેની જાણ પોલીસને થતા તુરંત જ તેની અટક કરી લેવામાં આવી હતી સમગ્ર ઘટના ની જાણ મૃતક પરિણીતાના માતાને થતા લાઠી પોલીસ સ્ટેશન ખાતે દોડી પહોંચ્યા હતા. તેમનાજ જમાઇ વિરૂધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને લાઠી પોલીસે હ-ત્યાનો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ દોઢ વર્ષની દીકરી આલ્યા અને 4 વર્ષનો દીકરો રિયાન નોધારા બન્યા છે. હાલ ઘટનાથી પરિવાર પર આભ ફાટ્યું સમા પરિવારની ધૂળેટી લોહિયાળ બની છે.
અહેવાલ : પ્રદીપ ઠાકર