ઘર કંકાસથી કંટાળી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી: માતાના મોતથી બે સંતાનોએ છત્રછાયા ગુમાવી
જુનાગઢ વંથલી તબેલા ટીનમસ ગામે બે સંતાનોની માતા કોળી પરણિતાને ઘરકંકાસ માં તેમના પતિએ જ કોઇપણ બોથડ પદાર્થથી મોઢા ઉપર માર મારી અથવા ગળા ટુંપો આપી કમકમાટી ભર્યું મોત નિપજવાવ્યાનો આક્ષેપ પરિણીતાના પરીવારે કર્યો હતો બનાવના પગલે બે માસુમોએ માતાની છત્રછાયા ગુમાવી હતી પરિણીતાના ભાઈએ સગા બનેવી સામે ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી બનાવના પગલે નાના એવા ગામમાં ચકચાર સાથે અરેરાટી નો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જૂનાગઢના વંથલી તાબેના ટીનમસ ગામે રહેતા કોળી પરિવારમાં અવારનવાર ઘર કંકાસ થતો હોય ઉશ્કેરાઇજય પરિણીતાના પતિ જગદીશભાઇ રૂખડભાઇ ઝંઝુવાડીયાએ પોતાની પત્ની મરણજનાર ગીતાબેન ઉવ.૨૮ રહે.ટીનમસ ઉપર અવાર નવાર ખોટી શંકા કુશંકાઓ કરી મરણજનારને અવારનવાર ત્રાસ આપતો હોય ગઈકાલે ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતીએ પોતાના ઘરમાં કોઇપણ બોથડ પદાર્થથી મોઢા ઉપર માર મારી અથવા ગળા ટુંપો આપી મારી નાખી મોત નીપજાવેલ મરણ જનાર ગીતાબેનને સંતાનોમાં એક પુત્રી મોનીકા ઉમર વર્ષ ૮ અને એક પુત્ર હાર્દિક ઉંમર વર્ષ ૫ વાળો હોય માસુમોએ ઘટનાના પગલે માતાની છત્રછાયા ગુમાવી હતી મરણ જનાર ગીતાબેન ના ભાઈ રાજેશભાઇ જેન્તીભાઇ રાંદલપ્રા ઉ.વ.૩૦ રહે.ખીરસરા (ધેટીયા) તા.ઉપલેટા જી.રાજકોટ વાળાએ પોલીસના ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી ઘટનાના પગલે આખાય પંથકમાં ચકચાર સાથે અરેરાટીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો બનાવની તપાસ વંથલી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ડી.વાઢેર ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહેલ છે.