વાયરસની લહેર હજૂ શમી નથી ત્યાં વાવાઝોડાની લહેરએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતને ધમરોળી નાખ્યું છે. તંત્રની સતર્કતા અને આગોતરા આયોજનને કારણે તાઉતેના તોફાનથી મોટી જાનહાનિ તો ટળી છે પણ આર્થિક નુકસાની ઘણી પડી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો ને મોટી હાનિ પહોંચી છે. ભારે પવન સાથેના વરસાદે ક્યાંક મસમોટા વૃક્ષોને ધરાશાયી કર્યા છે તો ક્યાંક વીજપોલ પડી ભાંગ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી થયા છે. તાઉતેના તાંડવનું સંકટ ઓછું થયું છે પરંતુ આ વાવાઝોડું તો ગયું પણ વેરણ-છેરણ કરતું ગયું.
સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તાઉતેના તાંડવના અને દરિયાના રોદ્ર રૂપના દ્રશ્યો હચમચાવી નાખે તેવા છે. કુદરતી આ આફતનું સૌથી વધુ નુકસાન “પ્રકૃતિ” જ થયું છે. ઠેર ઠેર વૃક્ષો પડી ભાંગ્યા છે.
તો ઠેક ઠેકાણે વીજ થાંભલાઓ પડતા અંધારપટ થઈ ગયો હતો. ખેતરો, નિચાણવાળા વિસ્તારોમાં સ્થિત મકાનોમાં તાઉતેએ તહસનહસ કરી નાખ્યું છે. એટલું જ નહીં રાજ્યમાં આશરે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.
‘તાઉતે’ના તોફાનના દૃશ્યો, કયાંક મહાકાયવૃક્ષ, કયાંક હોર્ડીંગ તો કયાંક મકાનો ધરાશાયી
દીવ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને સોમનાથના દરીયાકાંઠા વિસ્તારોમાં સૌથી વધુ નુકશાન
દરિયાકાંઠાના વિસ્તારોમાં તાઉતેએ તહસ નહસ કરી નાખ્યું:રાજ્યમાં આશરે 17 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો