મનુ કવાડ, ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના કાકિડી મોલી ગામે રહેતા ખેડૂત રમેશભાઈ ધીરુભાઈ તરપરાને વાવાઝોડા બાદ વીજ પુરવઠો ન મળતાં અવાર નવાર ધોકડવા PGVCL ખાતે જવું પડે છે. સબ ડિવિઝનમાં રજૂઆત કરવા છતાં અધિકારીઓ ઊડાવ જવાબ આપી પોતાની જવાબદારી માંથી છટકી અને ખેડૂતોને હેરાન કરતા હોય તેવું લાગી હ્યું છે
રમેશભાઈનાં ખેતર માંથી નીકળેલી મેનલાઈન લાગવગિયા અધિકારી અને ભ્રષ્ટાચારીઓએ બીજી જગ્યાએ ફેરવી દીધી છે. આ ખેડૂત જે બંને હાથે વિકલાંગ છે તેના ખેતરના લાઈટની મેઈન લાઈન અને તે બાબતે ખેડૂતે અનેક રજૂઆતો કરવા છતાં કંઇપણ તંત્ર દ્વારા ધ્યાન આપવામા આવતું નથી.
મળતિયા અધિકારી અને ગીર ગઢડા તાલુકાના PGVCL ભ્રષ્ટાચારી આગેવાનોનાં લીધે સ્થાનિક ખેડૂતો વીજ પુરવઠાથી વંચિત રહે છે તેથી ખેડૂતમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર યોગ્ય પગલાં ભરી અને વેહલી તકે વીજ પુરવઠો આપે તેવી માંગણી ઉઠી છે. આ મામલામાં આગળ શું નિકાલ આવશે તે જોવાનું રહ્યું !!