સરહદ પર ફરજ બજાવતા આપડા ભારતીય સૈનિકોએ ફરી એકવાર ઉદારતા દાખવી છે. બાડમેરમાં આઠ વર્ષિય પાકિસ્તાની બાળક આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ કર્યો હતો. સરહદ પર ધ્યાન રાખતા BSFના જવાનોએ તાત્કાલિક તેને પાકિસ્તાનને સોંપ્યો હતો.

BSF ગુજરાત ફ્રન્ટીયરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એમ.એલ. ગર્ગ દ્વારા આ વાતની પાક્કી માહિતી આપવામાં આવી હતી. ગર્ગે જણાવ્યું કે શુક્રવારે સાંજે લગભગ 5.20 વાગ્યે, એક 8 વર્ષનો બાળક અજાણતાં પાકિસ્તાનની સરહદ પાર કરી ભારતમાં આવી ગયો હતો. BSFની 83મી બટાલિયનની BoP સોમરાત બોર્ડર નંબર 888/2-S નજીકની ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો.

તેણે આગળ વાત કરતા જણાવ્યું છે કે, જ્યારે BSF જવાનોએ તેને પકડ્યો ત્યારે તે ડરી ગયો અને રડવા લાગ્યો હતો. જવાનોએ તેનો ડર દૂર કરવા અને તેને શાંત કરવાનો પ્રયાસ કરતા થોડી ચોકલેટો આપી. તેની ઓળખ વિશે થોડી પુછપરછ બાદ જાણવા મળ્યું કે, બાળક પાકિસ્તાનમાં આવેલા પારકર ગામનો રહેવાસી યમનુ ખાનનો પુત્ર કરીમ ખાન છે.

ગર્ગે આગળ વાત કરતા કહ્યું કે તેમણે જયારે ખબર પડી કે એક બાળક સરહદ પાર આવી ગયું છે ત્યારે એમને સીધી પાકિસ્તાન રેન્જર્સ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી. કરીમ ખાન ભૂલથી ભારત આવી ગયો તેના વિશે ચર્ચા થઈ, ત્યારબાદ સાંજે 7.15 વાગ્યે બાળકને પાછો પાકિસ્તાની રેન્જર્સને સોંપવામાં આવ્યો હતો.

આપડી ભારતીય સેનાના આવા ઘણા ઉદારતા વારા પ્રસંગો છે. પરંતુ સામે પાકિસ્તાનનું વલણ ઠીક નથી. બાડમેરના બિજમેર પોલીસ સ્ટેશન વિસ્તારના 19 વર્ષીય ગૌમરામ મેઘવાલ ગયા વર્ષે 4 નવેમ્બરેના રોજ અજાણતાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગયો હતો, પરંતુ પાકિસ્તાને હજી સુધી તેને ભારતના હવાલે કર્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.