ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં વાવાઝોડાએ તબાહી મચાવી ભયાનક વિનાશ વહોયો હતો જેમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના પછાત વિસ્તારો જેવા કે ઉના,રાજુલા,જાફરાબાદ અને મહુવા ગામમાં દરિયાના પાણી ઘુસી ગયેલ અને લાખો લોકો આ પ્રકોપનો ભોગ બન્યા. ત્યારે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાફરાબાદ તાલુકામા વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારમા પીડિતોને 10 દિવસ ચાલે તેટલુ કરિયાણુ કીટ બનાવી આપવામા આવેલ રેશનકીટમા તેલ, લોટ, ચોખા, ખીચડી, નિમક,ચા, ખાંડ, બાકસ, વાસણ ધોવાનો સાબુ, પાવડર, ચટણી, હળદર,ધાણા જીરૂ, બટકા, ડુંગળી, પારલે વિગેરે… તેમજ નાના બાળકો માટે બિસ્કીટ્ના પેકેટ 400 જોડી કપડા અને ઘર વપરાશમા ઉપયોગમા લેવાતા વાસણો અને 280 નંગ તાવડી જેવી વિગેરે વસ્તુઓ આપવામા આવી.
આ કીટ માટે ડોકટર એસોસીએટ તથા મહેશભાઇ આંબલીયા, રાજુભાઇ પ્રજાપતિ, સુરેશભાઇ પડશાળા તથા દિપકભાઇ અકબરી, બાબુભાઇ તેરૈયા, અર્જૂન સોલંકી તથા નવઘણભાઇ દ્વારા પણ રેશનકીટ માટે પુરતી મદદ કરી છે.
આ સમગ્ર વ્યવસ્થા અને મેનેજમેન્ટ રાજેશભાઇ સલખના તથા જીતેન્દ્રભાઇ જાનીએ કરેલ તેમજ આ સમગ્ર કીટ બનાવવા બાબરા તાલુકાનાના આરોગ્ય કર્મચારી,અધિકારીઓ એ આર્થિક યોગદાન, કિટ બનાવવામા રાજેશભાઈ સલખના,જિતેન્દ્ર ભાઈ જાની, કલ્પેશભાઇ સાકરીયા, વિપુલભાઇ સરવૈયા, કેતનભાઇ ખેતરીયા, નિલેશભાઇ ગોલ, મહેશભાઇ હેલૈયા, મહેશભાઇ બથવાર, સંદિપભાઇ મુંજપરા, ડો. વિરાટ જે.અગ્રાવત, ધનરાજભાઇ વ્યાસ, સંદિપભાઇ પરમાર, યોગેશભાઇ ધોળકીયા, ડો.અક્ષય ટાંક, ડો. પરાગ બુંધેલીયા, ડો. અશ્વિન ઠાકર, આશાબેન શિયાળ, રિંકુબેન નિમાવત, સાગર જોષી, ડૉ.ભરત કલકાણી હિતેશભાઇ વાજા, મધુબેન નાકરાણી, નીલુબેન મોદી,દિલાવર સાહેબ,અવનીબેન સલખના, પિયુષભાઈ જેઠવા, રાજન ગમારા, પુનમ દેવમુરારી,સુરભિ પટેલ, ગીતા પટેલ,મોનિકા વિરડીયા, દિપક ચાવડા દ્વારા યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવામાં આવ્યું. માનવ સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ બાબરાના પ્રમુખ ડો. વિરાટકુમાર અગ્રાવતના માર્ગદર્શન હેઠળ સમગ્ર કીટ બનાવવામાં આવી હતી.