તૃષ્ણા જન્મનું સાચુ બીજ છે. તુષ્ણા વડે જ સંસાર ચક્ર ફરતું રહે છે. એને ઉગતાજ દાબીએ તોજ તમે સલામત છો…
ૐ કારનું ધ્યાન અને ભક્તિ આનો નાશ કરી શકે. તૃષ્ણાની તૃપ્તી આભાસ માત્રનું સુખ આપે છે… તૃષ્ણા મન અને ઈન્દ્રિયોને ઉત્તેજે છે. જે પદાર્થની તૃષ્ણા કરી હોય, એના આરવાદથી જે આનંદ થાય છે તેને સુ કહે છે. જયાં જયાં આહલાદ જ હોય તે જરૂર નથી.
આનંદ માટેનું કારણ તૃષ્ણા છે. તૃષ્ણા ન હોયતો આનંદ મળતો નથી. ભૂખ ન હોય તો સ્વાદિષ્ટ ભોજન પણ તમને આનંદ ન આપી શકે !
બીજી તૃષ્ણા જાગ્યા પહેલા અને પહેલી તૃષ્ણાની તૃપ્તીથી થયેલ આનંદની વચ્ચેના ગાળાના સમયમાં શુધ્ધ આનંદ હોય છે. કારણ કે તે સમયે મન જ હોતુ નથી તે આરામમાં હોય છે. તૃષ્ણાઓ અતૃપ્ત હોય છે.
વેદાંતિઓ આ જગતને કલ્પના માત્ર જ શા માટે કહે છે ? તૃષ્ણાઓનો કોઈ અંત જ નથી. વિષય આનંદ તૃષ્ણાને મજબુત કરે છે. વધારે છે. અને ખરાબ કરે છે.
પૂર્વકાલના રાજા યયાતિનો દાખલો જુઓ. દીકરાનું યૌવન ઉછીનું માંગે છે. આખરે તે વૃધ્ધાવસ્થામાં તે દુ:ખી થઈ જાય છે.
ગીતામાં (૩:૩૯) કહ્યું છે કે; ‘હે પ્રભુ ! મારા પર દયા કરો, આ સંસારનાં કીચડમાંથી મને ઉગાર….!
શ્રી કૃષ્ણ કહે છે. કામ રૂપી તૃષ્ણા અગ્નિના ભડકા જેવ કદાપિ ન સંતોષાય તેવી છે. જ્ઞાન માટે તૃષ્ણાઓથક્ષ મૂકત થવું આવશ્યક છે.