ગુજરાતની સૌથી ઉંચી રાઈડ ‘પેન્ડુલમ’નો ક્રિષ્ના વોટરપાર્કમાં આનંદ લેતા સહેલાણીઓ: સ્કાયફોલ, વેવપુલ અને રેઈનડાન્સ હોટ ફેવરીટ
ગાંધીનગર-અંબાજી હાઈવે ખાતે રિસોર્ટ નિર્માણની કામગીરી પણ શરૂ
કચ્છનો આનંદ કાઠીયાવાડમાં આપવા ‘ભૂંગા’ની થીમ પર સોમનાથમાં બનશે રિસોર્ટક્રિષ્નાપાર્કના ઓનર સુરેશભાઈ પટેલ સાથે અબતક ‘ચાય પે ચર્ચા’
ઉનાળુ વેકેશનની શ‚આત સાથે જ બાળકો ઉપરાંત વડિલોક ગરમીથી રાહત મેળવવા, રજાઓ ગાળવા વિવિધ સ્થળોની સહેલગાહે પહોચી જાય છે. કોઈ હિલસ્ટેશનની મુલાકાત લે છે તો કોઈ શહેર કે શહેરની આજુબાજુ આનંદ કિલ્લોલ માટેનું સ્થળ શોધી લે છે. ગરમીથી રાહત મળે અને મોજ-મસ્તી પણ માણી શકાય તેવું સ્થળ એટલે ક્રિશ્ર્ના વોટર પાર્ક રાજકોટથી નજીવા અંતરે આવેલું છે. જયાં ગુજરાતની સૌથી ઉંચી ૪૦ફૂટ રાઈડ પેન્ડુલમ રાઈડની મજા માણવાનો અનેરો અવસર છે. ઉપરાંત સ્કાયફોલ અને વેવપુલ જેવી મનોરંજન રાઈડનો લાભ લેવાનું પણ લોકો ચૂકતા નથી. ત્યારે હવેથી આ મજા ૨૦ એકર જમીનમાં એડવેન્ચર પાર્કનાં નિર્માણ સાથે બે ગણી થવા જઈ રહી છે. જેથી આ પ્રોજેકટની વિગતો માટે ક્રિશ્ર્ના વોટરપાર્કનાં ઓનર સુરેશભાઈ પટેલ સાથે અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમ ગોઠવાયો હતો.
‘અબતક’ ચાય પે ચર્ચાની શ‚આતમાં ક્રિશ્ર્ના વોટર પાર્કનાં સુરેશભાઈએ જણાવ્યું હતુ કે વર્ષ ૧૯૭૯માં નાનકડા હોટેલ બિજનેશથી રાજકોટમાં શ‚આત કરી હતી ત્યારબાદ ધીમેધીમે શહેરની બહાર કઠપૂતળી, જાદૂગર તથા ચિલ્ડ્રન કોર્નર સહિતના મનોરંજન પૂરા પાડતુ રેસ્ટોરા શ‚ કર્યું હતુ જે હાલમાં દરેક હોટેલમાં સામાન્ય ચલણ બની ગયું છે. ત્યારે લોકોને કંઈક નવી આપવાની ઈચ્છાથી મહેસાણાના વોટર પાર્કને જોતા વિચાર્યું કે સૌરાષ્ટ્રની જનતા પણ આવુ કાઈક મળે તેમાટે ક્રિશ્ર્ના વોટર પાર્કની શ‚આત કરી હતી.
સૌરાષ્ટ્રવાસીઓ વળ્યા કાઠિયાવાડી ભોજન તરફ
શા માટે લોકો કાઠિયાવાડી ફૂડ તરફ વળ્યા છે? તેના જવાબમાં સુરેશભાઈએ જણાવ્યુંં હતુ કે ભારતની સંસ્કૃતિ સાથે આપણું દેશી ભોજન જોડાયેલું હોવાથી લોકો ફરી પાછા દેશી ભોજપ તરફ વળવા લાગ્યા છે. કાઠિયાવાડી સિવાયના અન્ય ફૂડમાં પ્રિઝવ કરેલી ચીજ વસ્તુઓ વાપરવામાં આવે છે. જેનાથી લોકોની તંદુરસ્તી જોખમાતી હોવાથી રાજકોટ-સૌરાષ્ટ્રની જનતા ફરી એક વખત શુધ્ધ અને સાત્વીક ખોરાક કાઠિયાવાડી ભોજનનો આગ્રહ રાખવા લાગી છે. ભારતીય સંસ્કૃતિ સાથે દેશી ભોજન સંકળાયેલું હોવાથી કાઠીયાવાડી ભોજનનું મહત્વ કાયમ રહેવાનું છે. અને સૌરાષ્ટ્રવાસીઓ કાઠિયાવાડી ભોજનને પોતાનો કાયમી ખોરાક માનતી હોવાથી એનાથી જ એને સંતોષ થાય છે તેવી લાગણી અનુભવતા હોવાથી કાઠિયાવાડમાં કાઠિયાવાડી ભોજનનું મહત્વ હંમેશા રહેશે.
રાંધવામાં કાઠિયાવાડી ભોજન સસ્તુ, પંજાબી ફૂડ સ્વાસ્થ્ય માટે મોંઘુ
પંજાબી ભોજન બનાવતી વખતે વપરાતી મોટાભાગની ચીજ વસ્તુઓ પ્રીઝવ કરેલી હોય છે. તેમજ તેમાં વપરાતી વસ્તુઓની કોસ્ટ પણ આપણને મોંઘી પડતી હોય છે. ઉપરાંત કાઠીયાવાડી ભોજનની જેમ પંજાબી હાયજેનીક હોતુ નથી ખરેખર કાઠિયાવાડી ભોજન એ બનાવવામા ખૂબજ સહેલું છે તેમાં વપરાતી વસ્તુઓ સરળતાથી મળી રહેતી હોવાથી દરેક લોકો આસાનીથી બનાવી શકે છે. પંજાબી ભોજન શરીરમાં ખૂબજ નુકશાન કારક છે બાકી રાંધવામાં કાઠિયાવાડી ભોજન સસ્તુ જયારે પંજાબી ફૂડ લોકોને હેલ્થની બાબતમાં મોંઘુ પડે છે. એટલે ખરેખર તો કોઈપણ ભોજન મોંઘુ હોતુ નથી.
હાઈવે પરની હોટેલોમાં કાઠીયાવાડી ભોજનનું ચલણ
પંજાબી ફૂડ શરીર માટે નુકશાન કારક હોવા છતાં આજના લોકો કોઈપણ હોટેલમાં જાય તો તેમની પહેલી પસંદ પંજાબી ભોજન હોય છે. પંજાબી ફૂડ શરીર માટે હાનિકારક હોવા છતાં લોકોમાં જાગૃતતા નથી અને ખાસ લોકોની માંગને ધ્યાનમાં રાખી આજે દરેક હોટેલોમાં પંજાબી ફૂડ અનિવાર્ય બન્યું છે. લોકોમાં કંઈક નવુ ખાવાની ઈચ્છા અને જીભના સ્વાદ મુજબ નવુ નવુ ફૂડ માંગતા હોય છે. ત્યારે આજે લગભગ બધાજ કાઠીયાવાડી હોટેલની અંદર ચાઈનીઝ, પંજાબી, સાઉથઈન્ડીયન મળી રહ્યું છે. પરંતુ હાઈવે પરની મોસ્ટલી હોટેલોમાં કાઠિયાવાડી ભોજન વધારે શેલ થાતુ હોય છે.
મનોરંજનની સાથે ક્રિશ્ર્ના વોટરપાર્કમાં ભાતીગળ સંસ્કૃતિની અનૂભૂતિ
સૌરાષ્ટ્રના લોકો ખાવાની સાથોસાથ હરવા ફરવાના પણ એટલા જ શોખીન છે. એટલે સૌરાષ્ટ્રના લોકોને કાઠિયાવાડી ભોજનની સાથે સાથે વિશેષ મનોરંજન પૂ‚ પાડવા અને ક્રિશ્ર્ના વોટરપાર્ક બનાવવાનું વિચાર્યું આ વિચાર અમને મહેસાણાના વોટર પાર્ક ઉપરથી આવ્યો એટલે અમે ભાઈઓએ મહેસાણા વોટર પાર્કની મુલાકાત લીધી અને તમામ રાઈડસ જોઈ અને એ રાઈડસ કઈ રીતે બને એ પણ જાણ્યું દસથી પંદર વખત મહેસાણા વોટર પાર્કની મુલાકાત બાદ અમે ફાઈબર્સનાં રમકડા બનાવનાર ઘણા લોકોને મળ્યા અને એ જાણકારી મેળવીને આજે અમે પોતે જાતે રાઈડસનું ક્રિએશન કરીએ છીએ અને આજે અન્ય વોટર પાર્ક માટેની જે રાઈડસ જોઈએ છે તેના ઓર્ડર અમારી પાસે છે. જૂનાગઢ, રાજસ્થાન તથા કચ્છ સહિતના અનેક વોટર પાર્કના અમારી પાસે હાલ ઓર્ડસ ઉપલબ્ધ છે. ક્રિશ્ર્ના વોટર પાર્કમાં હાલ ૪૮ જેટલી રાઈડસ છે.તેમજ આ વખતે ચારથી પાંચ રાઈડસ નવી એડ કરી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને મનોરંજન સાથે ભાતીગળ સંસ્કૃતિની અનૂભૂતિ ક્રિશ્ર્ના વોટર પાર્કમાં મળે છે. વિવિધ શાળાનાં બાળકો પણ ક્રિશ્ર્ના વોટર પાર્કની મુલાકાત દરમિયાન જયારે નાની નાની બાબતો વિશે પૂછે છે ત્યારે સૌરાષ્ટ્રને કંઈક નવુ આપ્યાનો આનંદ થાય છે.
૧૯૯૮થી ૨૦૦૫ના સમય ગાળામાં ક્રિશ્ર્નાવોટર પાર્કના ક્ધસેપ્ટને લોકોનો નબળો પ્રતિસાદ
આજથી ૧૯ વર્ષ પહેલા જયારે ક્રિશ્ર્ના વોટર પાર્કની શ‚આત કરવામાં આવી હતી. ત્યારે લોકોનો ખૂબજ અધરો પ્રતિભાવ હતો ઘડીકમાં લોકો સ્વીકારતા નહોતા એટલે લગભગ સાતથી આઠ વર્ષ સુધી અમારો ક્ધસેપ્ટ સમજવા અમારે સ્થળ પર માણસો મૂકવા પડયા હતા એ સમયે એકમાત્ર મહેસાણામાં જ વોટર પાર્ક હતુ ઉપરાંત ટી.વી. અને ઈન્ટરનેટનું વધુ ચલણ ન હોવાને લીધે ક્ધસેપ્સ સમજવામાં લોકોને તકલીફ પડતી હતી સાત આઠ વર્ષ ખૂબજ સંઘર્ષ કરવો પડયો ૨૦૦૨ની આસપાસ ક્રિશ્ર્ના વોટર પાર્કનાં ક્ધસેપ્ટને સમજાવવા શાળાના વિદ્યાર્થીઓ માટે તદન નજીવા દરે ક્રિશ્ર્ના વોટર પાર્કની મુલાકાતનું આયોજન ગોઠવ્યું અને આ પેકેજને હિસાબે આજે ક્રિશ્ર્ના વોટર પાર્કનો ક્રેઝ વધુ છે.
ગુજરાતમાં એડવેન્ચર
પાર્કનો અભાવ
શ‚આતના સમયથી જ ક્રિશ્ર્ના વોટર પાર્કની જગ્યા વિશાળ જ હતી પરંતુ સમય પરિવર્તનની સાથે લોકોની માંગ વધી છે. અને આ વખતે પણ અમે પાંચ નવી રાઈડસ મુકીએ છીએ એટલે હવે એવું લાગે છે. કે આથી પણ વધુ જગ્યા જોશે લોકોને વધારે ને વધારે સારી સગવડતા અને મનોરંજન આપવાનું વિચારીએ છીએ.
સાથે સાથે આજકાલ એડવેન્ચર પાર્કનો ટ્રેન્ડ વધુ છે ત્યારે ગુજરાતમાં એક પણ સારો એડવેન્ચર પાર્ક નથી એટલે સૌરાષ્ટ્રની જનતા માટે ૨૦ એકરની જગ્યામાં એક વિશાળ એડવેન્ચર પાર્ક બનાવવાનું પણ વિચારીએ છીએ.
પોતાની આગવી વિશેષતાઓથી ક્રિષ્ના વોટર પાર્ક ગુજરાતમાં પ્રથમ સ્થાન
ક્રિષ્ના વોટર પાર્કની વિશેષતા જણાવતા સુરેશભાઈએ કહ્યું હતું કે ૨૦૦૭ થી ૨૦૦૮ના સમયગાળા દરમ્યાન જે ચાર રાઈડસ મુકી હતી એ ગુજરાતમાં શિર મોર છે. ક્રિષ્ના વોટર પાર્કની ૪૦ ફુટની પેન્ડુલમ રાઈડસ આખા ગુજરાતમાં સૌથી ઉંચામાં ઉંચી રાઈડ છે. ક્રિષ્ના વોટર પાર્કમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિને અનુ‚પ ૨૦૦૭ થી બાળકો અને મહિલાઓ માટે સ્પેશ્યલ સ્વીમીંગપુલ અને તેમના માટેની જ ખાસ રાઈડ જવા ૧૦ વર્ષ સુધીના બાળકો અને તેમની માતાઓ જઈ શકે છે. ઉપરાંત સ્કાયફોલ જે ૬૦ ફુટની હાઈટથી માત્ર ૬ સેક્ધડની અંદર તમે નીચે આવી શકો છો અને ત્રણ ફુટના પાણીમાં જમ્પીંગ આવે છતા લોકોને કઈ જ થતું નથી. આ રાઈડ પણ હજુ ગુજરાતના એક પણ વોટર પાર્કમાં અવેલેબલ નથી. વેવ પુલની સાથે ડી.જે.ની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨ થી ૩ હજાર લોકો સમાય શકે તેવા વેવપુલમાં મોજાના બદલાવ સાથે સંગીત પણ બદલે છે. આ ક્રિષ્ના વોટર પાર્કની આગવી ખાસીયત છે. એક સાથે ૫૦૦ લોકો રેઈન કરી શકે તે બાબતમાં પણ ક્રિષ્ના વોટર પાર્ક સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને.
વોટર પાર્કની મુલાકાત આજની જનરેશન માટે સ્ટેટસ સિમ્બોલ
વોટર પાર્કની મુલાકાત લેતા સાંપ્રત સમયના બાળકો સંપૂર્ણપણે નેટ અને ગુગલ સાથે સંકળાયેલા છે. જેના કારણે તેઓને વોટર પાર્ક અને તેના યુઝ વિશેની તમામ જાણકારી હોય છે અને તેઓ હજુ પણ વધુને વધુ નવી નવી રાઈડસની ડીમાન્ડ કરતા હોય છે. લોકો ઓનલાઈન ક્રિષ્ના વોટર પાર્ક વિશે તમામ માહિતી મેળવી લેતા હોય છે. એટલે નેટથી વોટર પાર્કના પ્રચાર વધી જવાથી દરેક લોકોમાં વોટર પાર્કમાં એક વખત તો અચૂક મુલાકાત માટે જવાનો ક્રેઝ વધી ગયો છે.
પાણીની તંગી સમયે વોટર પાર્ક ચલાવવું કેટલું મુશ્કેલ ?
છેલ્લા પાંચ વર્ષથી ક્રિષ્ના વોટર પાર્કને પાણીની સમસ્યા નથી પડી. પરંતુ પાંચ વર્ષ પહેલા પાણીની ખુબ જ તકલીફ હતી. આજે પાણીની તકલીફ નથી તેનું કારણ એ છે કે અમે ૨૦૦૮ના વર્ષની આજુબાજુ પાણીની તંગી સમયે પાણી માટે ત્રણ કુવા અને ત્રણ ડાર ૨ હજાર ફુટની અંદર બનાવ્યા છે. જેથી હાલ ક્રિષ્ના વોટર પાર્કમાં પાણીની તકલીફ નથી છતા પણ રાજય સરકારની ‘સૌની યોજના’ માં અમારે જે પાણીની જ‚રીયાત છે તેની રજુઆત કરી છે.
વધુમાં સુરેશભાઈએ દિવ ખાતેના રીસોર્ટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ૫૬ હજાર સ્વેર મીટર જગ્યાની અંદર વિશાળ નેચર પ્લેસમાં તળાવ છે અને જુદા જુદા પક્ષીઓ પણ છે અને એ ઉપરાંત બોટીંગની વ્યવસ્થા, સ્વીમીંગ પૂલ અને રેઈન ડાન્સની વ્યવસ્થા પણ છે. વિશાળ પાર્ટી લોન્સમાં કોટેજ બનાવેલા છે કોટેજ અરાઉન્ડ ૩ હજાર જેટલા કોકીનટ ટ્રી છે એટલે ક્રિષ્ના પાર્ક રીસોર્ટ દીવ અ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ઓલ ગુજરાતમાં ફેમસ છે. બહારથી પણ ઘણી બધી પબ્લીક આપણા દીવના રીસોર્ટની મુલાકાતે આવતા હોય છે ત્યાં પણ અમારુ ભવિષ્યનું મોટુ આયોજન છે. દીવના રીસોર્ટમાં પણ મે મહિના સુધીમાં દશેક જેવી નવી રાઈડસ મુકવાની છે. દીવ આજે ટુરીસ્ટ સેન્ટર છે ત્યારે ત્યાં ટુરીસ્ટોને અનુકુળ આયુર્વેદીક મસાજ પણ ચાલુ છે. પ્રિવેન્ડીંગ માટે પણ દીવના રીસોર્ટનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.
આવનાર બે-ત્રણ વર્ષની અંદર ગુજરાતની જેમ દીવનો પણ મોટોપાયે વિકાસ થવાની અપેક્ષા
દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે ત્યાં કેન્દ્ર સરકારની નવી પોલીસી મુજબ કામ થતા હોય છે. છેલ્લા છ મહિનાથી આપણા ગુજરાતના પ્રફુલભાઈ પટેલ દીવમાં એડમીનીસ્ટ્રીનું કામ સંભાળી રહ્યા છે. બીચના વિકાસ માટે નાના-મોટા તમામ અધિકારીઓની મંજુરી બાદ કામ થતુ હોય છે ત્યાર હાલમાં પ્રફુલભાઈએ ચાર્જ સંભાળતા હવે એવુ લાગી રહ્યું છે કે બે-ત્રણ વર્ષની અંદર દીવની અંદર જે બીચ નેચરલ પડયા છે. તેનો મોટાપાયે વિકાસ થઈ રહ્યો છે. સરકારે દીવમાં ઘણા પાર્ક ૩૦ કિમીનો સાયકલ ટ્રેક, જોગીંગ ટ્રેક બનાવ્યા છે. દીવ સહેલાણીઓ માટે વીથ ફેમીલી ફરવાનું ઉતમ સ્થળ બન્યું છે. દીવના નાઈટ શોમાં પણ ઘણા નવા ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે હવે પ્રફુલ્લભાઈ પટેલ તથા ગુજરાતી કલેકટર જાની સાહેબ બન્ને દ્વારા ગુજરાતની જેમ વિકાસ કરવા માંગતો હોય એવી જ રીતે દીવનો વિકાસ થશે એવી અપેક્ષા છે બન્ને ગુજરાતીઓ સાથે મળીને દીવનો જબરજસ્ત વિકાસ કરશે. ભારતીય સંસ્કૃતિમાં આજે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. તેમજ મોટાભાગની પબ્લીક એજયુકેટેડ થઈ ગઈ છે એટલે હવે એવું નથી રહ્યું કે દીવ જવુ એટલે દા‚ જ પીવો. દીવ ફરવા આવનારા ટુરીસ્ટાે માત્ર દા‚ પીવા જ નહીં પરંતુ મનોરંજન માટે આવે છે ઉપરાંત આજની જનતા શિક્ષિત હોવાથી જનરલ દા‚ પીને દંગલ કરતા નથી. ગુજરાતની જેમ વડાપ્રધાન દીવનું પણ એટલુ જ ધ્યાન રાખતા હોવાથી દીવમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. તેમજ રીસોર્ટના માલિકોની સેફટી માટે પણ સુરક્ષા તંત્ર દ્વારા દિવસ દરમિયાન અવારનવાર ફોન દ્વારા પુછપરછ પણ કરવામાં આવી રહી છે.
સોમનાથ ત્રિવેણી સંગમ ઉપર કાઠિયાવાડમાં કચ્છનો આનંદ આપવા રીસોર્ટ બનાવાશે
વધુમાં સુરેશભાઈએ પોતાના આવનારા નવા વિઝન અને ગોલની વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટને સારામાં સારો વોટર પાર્ક આપ્યા બાદ હોટેલ રીસોર્ટ ક્ષેત્રની અંદર જ ગાંધીનગરમાં પણ રીસોર્ટ બનાવ્યું છે. સોમનાથમાં નેચરલ જગ્યા પર ત્રિવેણી સંગમ ઉપર ૧૮ એકરમાં નેચરલી કચ્છનો આનંદ કાઠિયાવાડમાં આપવા એક ભૂંગા ટાઈપ આખો રીસોર્ટ બનાવવામાં આવનાર છે. ઉપરાંત ગાંધીનગરથી અંબાજીની વચ્ચે લોકો માટે વોટર પાર્ક રીસોર્ટ અને પચાસ વર્ષ પહેલાની ભોજનથી જે થીમ હતી એ મુજબનું ફુડ અને સંપૂર્ણપણે આયુર્વેદીક અને હોમીયોપેથીક મસાજ સેન્ટર સહિતના રીસોર્ટની કામગીરી ચાલુ છે. અબતક ચાય પે ચર્ચાના અંતમાં સુરેશભાઈએ દર્શક મિત્રોને શુભેચ્છા સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે પહેલાના સમયમાં સારી તંદુરસ્તી માટે સારો ખોરાક લેવો જ‚રી હતો એવી જ રીતે આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોના મન તંદુરસ્ત રહવા જ‚રી બન્યું છે. જો મન તંદુરસ્ત હશે તો શરીર આપોઆપ નિરોગી રહેશે એટલે મનને પ્રફુલ્લીત રાખવા લોકોએ વધુમાં વધુ મનોરંજન લેવુ જોઈએ. ઉપરાંત મનોરંજનના સ્થળોમાં વોટર પાર્ક બેસ્ટ માધ્યમ છે. વોટર પાર્કમાં આનંદ માણવાથી લોકોના મનના વિકારો દૂર થાય છે અને મન પ્રફુલ્લીત બને છે.