હું ઈશ્ર્વરની શાક્ષીએ શપથ લવ છું કે શબ્દોથી ચૂંટાયેલા ધારાસભ્ય શાસકો અને પંચાયતી રાજના લોકપ્રતિનિધિઓની રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીયતાના એકએક દિવસનું ખૂબજ ઉંચુ મૂલ્ય હોય છે. દરેક જનપ્રતિનિધિને પાંચ વર્ષના સમયગાળામાં જનસુખાકારી અને દેશમાં ભાવી અંજવાળા સતત કાર્યરત રહેવાનું હોય છે. અલબત જૂજ આદર્શ લોક પ્રતિનિધિઓને બાદ કરતા મોટાભાગના ચૂંટાયેલા લોકો ચૂંટણી પછીનો સ્વકેન્દ્રીય ઉપેક્ષાના સ્વાર્થી રાજકારણીના વાયરસથી થીજી જાય છે રાજયવિધાનસભાઓ અને લોકસભાના બંને ગૃહમાં ચૂટાયેલી સરકાર અને વિપક્ષ સહિતના તમામ સભ્યો પાંચ વર્ષ સુધી દરેક સત્રના પ્રત્યેક દિવસ અને પૂર્ણકાલીન સમય સુધી શિસ્તબધ્ધ કામ કરે તો પણ પાંચ વર્ષમાં ૬૦% જેટલુ કામ પૂરૂ થાય તેવા ગંજાવર કાર્યબોજ ધરાવતા તમામ ગૃહોના દરેક વિધેયકોને બહાલ કરવા, સુધારા દાખલ કરવા અને ચર્ચા થકી વધુ સારૂ પરિણામ લાવવાની ફરજ જાણે કે એ વિસરાય ગઈ હોય તેમ લાગે છે.
કેટલાક વર્ષોથી વાતાવરણમાં સંસદસત્રનું કરવાની ફરજ પડે તેવા નિર્ણયોના વહીવટથી વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની સંસદીય કાર્યવાહી અને ધમાલનું જીવંત પ્રસારણ ભારે ખેદજનક વિષય બની છે. સંસદ અને સભાગૃહોની મર્યાદા અને તમામ સભ્યોને ઈશ્ર્વરને સાક્ષી રાખી દેશહીતમાં કામ કરવાનું એજ લોક પુસ્તક બોધ થકી ગતીશીલતા દરેક મીનીટોએ લાખોનો ખર્ચ કરીને બોલાવવામાં આવતા સત્ર મોટાભાગે ચલાવા દેવાતુ નથી ૧૨૦ કરોડની જનતાનું ભાવી જયાં ઘડાતુ હોય તેવા ગૃહને લોકશાહીનું મંદિર માનવામાં આવે છે. અહી બેઠેલા પ્રત્યેક વ્યકિતઓ દેશના ભાગ્ય વિધાતાઓની ભૂમિકામાં ગણાય ત્યારે ચાલુ સત્રમાં બુમબરાડા, ગાલીચ આક્ષેપ, બિભત્સ દ્વિઅર્થી શબ્દો, આંખમીંચામણા જેવી બેજવાબદાર ચેષ્ટાઓ જયાં થાય છે. તે જગ્યાનું હળાહળા અપમાન ગણાય.
સત્ર દરમ્યાન શાસકપક્ષના પ્રત્યેક વિધાયક હાજર રહી તેની ત્રૂટીઓ દૂર કરવા માટે વિરોધ જરૂરી છે. પણ શાસકોના કોઈપણ સભ્યનો વિરોધ વિધેયકે કરવો એ કદાચી ઉચીત નથી.
આ વર્ષે ચૂંટાયેલી સરકારને કામ અને અધુરા આયોજનો પુરા કરવાનો અંતિમ વર્ષ ગણાય દેશના કેટલાક જરૂરી અને આવશ્યક કાયદાઓ માટે સરકાર અને વિપક્ષના દરેક સભ્યની સંયુકત સજાગતા માંગી લેનારો આ સમયગાળો પણ ગૃહમાં ઘણી બીન જરૂરી ધમાલમાં કિંમતી સમય વેડફાય જાય છે. ગૃહમાએ પણ જરૂરી નથી કે શાસક પક્ષ જે ખરડાઓ કાયદા માટે મૂકે તે બધા જ પસાર થવાની વચને સરકારમાં બેઠલાઓનાં ઈરાદા આયોજનો, સાંગોપાંગ પાર પડી જાય, લોકતંત્રમાં સદનના તમામ સ્તરે શાસક પક્ષ સામે સબળ વિપક્ષ હોવું તંદુરસ્ત લોકશાહી માટે અનિવાર્ય ગણવામાં આવે છે.
બહુમતીના જોરે એક તરફી અભિગમ અને લાંબાગાળે દેશને નુકશાન કરતા હોય તેવા કાયદા બનાવાના પ્રયાસો ને અટકાવવા જોઈએ દરેક વિષયે પ્રબુધ્ધ રીતે ચર્ચા થવી જોઈએ આ બધી પ્રક્રિયામાં ગૃહનો માહોલ શાંત અને સહજ રીતે જરૂરી છે. અલબત છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ અને નેતાઓની મનોવૃત્તી જ બદલાય ગઈ હોય તેમ ગૃહ શરૂ થતાની સાથે જ હરીફો પોતાની વાત રજૂ કરવાના બદલે બીજાની વાત કેમ કાપવી? કેમ ગૃહ અશાંત થાય? તેવી જ પૈરવીમાં રહેવા ટેવાયેલા હોય છે કે કોઈ એવું એકપણ સત્ર પૂરૂ થતુ નથી કે જે એકપણ વાર ધમાલના કારણે અચોકકસ મુદત સુધી સ્થગીત કરવું ન પડયું હોય, ચૂંટાયેલા સાંસદ, વિધાયકો, અને આખી વ્યવસ્થા પર મતદારોએ ખૂબજ આશા અરમાનોના સપનાઓ બંધાયેલા હોય છે.
પોતાના વિસ્તારના પ્રતિનિધિઓને સરકારમાં મોકલનારા દરેક નાગરીક પોતના ભાવીના પાંચ વર્ષના પરવાનો તે પ્રતિનિધિને આપીને પોતાના આખા વિસ્તારની જવાબદારી સોપતો હોય છે. ત્યારે સત્રમાં પૂરેપૂરા સમયનો સદઉપયોગ થાય તે માટે શાંતિચિતે ગૃહ ચાલવા ન દેનારા પ્રતિનિધિઓ સત્ર ગૃહની ગરીમાને ઝાંખપ નથી લગાડતા પણ લાખો કરોડો દેશવાસીઓના વિશ્ર્વાસનું પણ નખ્ખોદ વાળે છે. હવે તો સત્રની કામગીરીનું વિશ્ર્વભરમાં લાઈવ ટેલીકાસ્ટ થવાનો પ્રવાહ શરૂ થયો છે. ત્યારે દેશના નેતા સંસ્કાર-સંસ્કૃતી અને જવાબદારીના કર્તવ્યનું પ્રદર્શન કરવાના બદલે ધમાલ કરતા દેખાવ માટે તે ગૃહની ગરીમાને ઝાંખપ લગાડનારા ગણાય છે ગૃહ શાંતીથી ચાલે તે જરૂરી છે. ભારત માતાકી જય.