ઘરની બાલ્કની મહત્વના ભાગમાં આવે છે. બાલ્કનીમાં બેસીને આપણે નિરત અનુભવતા હોઈએ છીએ. ત્યાં બેસીને અનેક મીઠી યાદો અને મહત્વનો સમય વિતાવની મજા જ કઈ અલગ છે. બાલ્કની ભલે ગમે તેવી હોય પરંતુ એ ઘરની શાન હોય છે. પરંતુ નાના ઘરમાં આવેલી બાલ્કનીની જગ્યા એટલી મોટી નથી હોતી ત્યારે એવી નાની ગેલેરીને પણ તમે તમારા બજેટમાં સજાવી એક સુંદર લૂક આપી શકો છો. તો અહી કેટલીક એવી જ મહત્વપૂર્ણ ટિપ્સ છે તમારા માટે જેના દ્વારા તમે પણ તમારા બજેટમાં બાલ્કનીને સજાવી શકો અને નિરાતે બેસી ત્યાં ચાની ચૂસકી લઈ શકો.
બાલ્કનીને સજાવવા માટે તમારે જજો ખર્ચો કરવાની જરૂરત નથી તેના માટે તમે ફ્રી સમયમાં ખુરસી, નાનું ટેબલ,કુંદા, લાઇટ્સ અને ડેકોરેશનનો થોડો સામાન લઈ સજાવવા લાગો ગેલેરીને. આ દરેક વસ્તુ તમને આસપાસની માર્કેટમાંથી સરળતાથી મળી આવે છે,જો ત્યાં ઉપલબ્ધ ના હોય તો તમે ઓનલાઈન પણ મગાવી શકો છો.
આ સમાનને બાલ્કનીની જગ્યા અનુસાર એક ખૂણામાં તમે ગોઠવી શકો છો અને જગ્યાનો સારો ઉપયોગ પણ કરી શકો છો.
બાલ્કનીમાં જો વધુ જગ્યા હોય જ્યાં તમે ટેબલ અને ખુરશી રાખી શકો તો તેની સાથે થોડા રંગબેરંગી ફૂલ વાળા કુંદા પણ ગોઠવી શકો છો જે એક બગીચા જેવી લાગણીનો અહેસાસ કરાવે છે.
આ ઉપરાંત એવા કેટલાક કોર્નર પણ બાલ્કનીમાં લગાવી શકો છો જે તમારી ક્રિએટિવિટી દર્શાવે છે અને સ્પેસ પીએન વધુ આપે છે.તેના માટે તમે કોઈ ઇંટિરિયરની મદદ પણ લઈ શકો છો.
બાલ્કનીની જગ્યા જો ચોરસ હોય તો તેમાં તમે એક નાનકડો હીચકો પણ ગોઠવો શકો છો જે નાની જગ્યામાં અન સરળતાથી ફિટ થાય છે.