મહાભારત સમયના લાક્ષ્યાંગૃહમાં ખોદકામ માટે સરકારની મંજુરી: ડિસેમ્બરના પ્રથમ અઠવાડીયાથી લઇ ૩ માસ માટે થશે રિસર્ચ
મહાભારતના લાક્ષાગૃહને યરી ‘જાગૃત’ એટલે કે ‘ઉજાગર’કરાશે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે મહાભારતના અઢાર અઘ્યાયને પાઠ કે કાંડ (રામાયણ) કહેવાને બદલે પર્વ કહેવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારે મહાભારત સમયના લાક્ષાગૃહમાં ખોદકામ કરવાની મંજુરી આપી દીધી છે.
ઓર્કોલોજિકલ અને સ્થાનિક ઇતિહાસકારોની વિનંતી બાદ કેન્દ્ર સરકાર હસ્તકની એજન્સી એ.એસ.આઇ. એટલે કે આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ અંતે લાક્ષાગૃહના સ્થળે ખોદકામ કરવાની મંજુરી આપી દીધી છે. સ્વાભાવિક રીતે જ લાક્ષાગૃહના સ્થાને ખોદકામનો મહત્વનો હેતુ ત્યાં શોધ સંશોધન કરીને વધુ તથ્યોને ઉજાગર કરવાનો છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે લાક્ષાગૃહનો બનાવ મહાભારતમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. મહાભારતમાં દર્શાવ્યા મુજબ કૌરવોએ પાંડવોને યુકિતપૂર્વક લાક્ષાગૃહની ભેટ આપીને તેમાં રહેવા મોકલ્યા હતા. ત્યારબાદ લાક્ષાગૃહમાં જ પાંચે પાંચ પાંડવ ભાઇઓ સળગીને મૃત્યુને ભેટે તે માટે ફરતે આગ લગાવી દેવામાં આવી હતી પરંતુ ચતુર પાંડવો પણ એક ગુપ્ત ટનલ વાટે હેમખેમ બહાર નીકળી ગયા હતા તેમણે કૌરવોમાં ઇતિહાસ વિદ ક્રિશ્નકાંત શર્માએ જણાવ્યું હતું કે ટનલમાં ઘણા વળાંક છે હજુ સુધી શોધ સંશોધન થયું નથી પરંતુ હવે સરકારે મંજુરી આપતા લાક્ષાગૃહ વિશે વધુ તથ્ય ઉજાગર થશે તેમાં બેમત નથી.