હોટલ-રેસ્ટોરન્ટમાં સર્વિસના નામે ઉઘરાવાતો ચાર્જ ‘ગેરકાયદેસર’: સરકાર હોટલ એસોસિએશનને કરશે કડક આદેશ
વીકએન્ડમાં રેસ્ટોરન્ટનું ફૂડ ખાવાનું પસંદ જો તમને પસંદ છે,તો તમારે માટે એક ખુશીના સમાચાર છે. ગુરુવારે, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે,રેસ્ટોરન્ટના માલિકો દ્વારા બિલ પર વસૂલવામાં આવતો સર્વિસ ટેક્સ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જો તે ગ્રાહક પાસેથી બળપૂર્વક લેવામાં આવે છે, તો ગ્રાહક પાસે કાનૂની અધિકારો હશે. હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનને આ ટેક્સને તાત્કાલિક બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સરકાર રેસ્ટોરન્ટ માલિકો દ્વારા વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જ અંગેના કાયદામાં ફેરફાર કરવાના પક્ષમાં છે. ગ્રાહક બાબતોના વિભાગે આ અંગે કડકતા દાખવતા ગુરુવારે (2 જૂન) એક મોટી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કડકતા દાખવતા હોટલ એસોસિએશનને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, સર્વિસ ચાર્જ લેવો ગેરકાયદેસર છે.
સરકાર દ્વારા ટૂંક સમયમાં આ માટે ગ્રાહકોને કાયદાકીય અધિકારો પણ આપવામાં આવશે. સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે, 2017ના કાયદા અનુસાર સર્વિસ ચાર્જ ચૂકવવો કે ન ચૂકવવો તે ગ્રાહકની મરજી હતી. જો ત્યાં કોઈ ઇચ્છા ન હોય, તો ગ્રાહક તેને આપવાનો ઇનકાર કરી શકે છે. પરંતુ હોટેલવાળા તો તેને સતત વસુલ કરી રહ્યાં છે.
બેઠકમાં અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હોટેલ એસોસિએશન ઉપરાંત ઝોમેટો, સ્વીગી, ડેલ્હીવરી, ઝેપતો, ઓલા, ઉબેર જેવા પ્રોવાઇડર્સના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર હતા. ગ્રાહક હેલ્પલાઈન પર આ અંગે સતત ફરિયાદોને જોતા સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
ભારત સરકાર દ્વારા 21 એપ્રિલ, 2017 ના રોજ સર્વિસ ચાર્જ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે, ઘણી વખત ગ્રાહક બિલમાં સર્વિસ ચાર્જ ચૂકવ્યા પછી પણ તેઓ વેઈટરને અલગથી ટીપ આપે છે કે બિલમાં લાગનારો ચાર્જ ટેક્સનો ભાદ હશે. તેમાં ભોજનની કિંમત લખેલી હોય છે, એવું માનવામાં આવે છે કે, ખાવાની કિંમતની સાથે સર્વિસ જોડાયેલી છે