રાજકોટ ખાતે હોટલ રેસ્ટોરન્ટ ફૂડ પાર્સલ હોમડીલેવરી ટેક અવેની સુવિધા દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે અબતકની ટીમ દ્વારા ચિલીઝા રેસ્ટોરન્ટ, સોનીલા રેસ્ટોરન્ટ, મેહુલ કિચન, ધ ગ્રાન્ડ ઠાકર, હોટલ ઇમ્પીરીયલ પેલેસ, ધ ગ્રાન્ડ રેજેન્સી, હોટલ કિંગ ક્રાફટની ખાસ મૂલાકત લેવામાં આવી તેમજ હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોએ જણાવ્યુ કે, હાલ એફ એસ એસ એ આઇના માર્ગદર્શન હેઠળ નિયમોના ચૂસ્ત પાલન દ્વારા ફૂડ પાર્સલની સુવિધાઓને શરૂ કરવામાં આવી છે. જેમા કિચન વિભાગમાં ઓપરેશન વખતે કર્મચારીઓ એ ફરજીયાત માસ્ક, હાથ મોજા, હેડ કેપ, સેનીટાઇઝર, થર્મલ ગન આ તમામ વસ્તુઓની તકેદારી રાખી કુકીંગનું કામ કરવાનુ રહેશે તેમજ ચોકકસ વિસ્તાર અને હોટલ રેસ્ટોરન્ટ અમૂક કિલોમીટરના દાપરામાં રહીને હોમ ડીલેવરી કરવાની રહેશે. આ સાથે તંત્રથી ફૂડ પાર્સલની સુવિધામાં સમય મર્યાદાનો વધારો કરવાની અપીલ પણ હોટલ રેસ્ટોરન્ટના માલિકઓ દ્વારા કરવામાં આવી છે. રાત્રીના સમય સુધી ફૂડ પાર્સલ સુવિધા શરૂ રાખવા અપીલ કરવામાં આવી છે.
સોનાલી રેસ્ટોરન્ટ શરૂઆતના સમયથી સ્વચ્છતાની તકેદારી રાખતી આવી છે: શેખરભાઇ મહેતા
સોનાલી રેસ્ટોરન્ટના માલિક શેખરભાઇ મહેતા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ઘણા વર્ષોથી અમારી રેસ્ટોરન્ટ કાર્યશી છે. તેના પાયામાં સ્વચ્છતા અને ફૂડની ગુણવતાનો સમાવેશ થાય છે. કિચન વિભાગમાં ઓપરેશન શરૂ છે. ત્યારે જે બી કર્મચારી કાર્યરત હોય છે. તેમને ફરજીયાત માસ્ક, સેનેટાઇઝર, હાથ મોજા, હેડ કેપ આ બધી વસ્તુની તકેદારી રાખીને કામ કરવાનુ રહે છે. હાલ માર્કટ માંથી મર્યાદીત ચીજવસ્તુઓ મળી રહે છે. તેમાથી જ અમે અમારી બેસ્ટ આઇટમસ લોકોને પીરસી છે.
પાઉભાજી અમારી બેસ્ટ આઇટમસ લોકોને પીરસી છે. પાઉભાજી અમારી સ્પેશીયલ વાનગી છે. જે અમારા ગ્રાહકો અને શહેરના તમામ લોકોને પ્રીય છે. તંત્ર હજુ સમય મર્યાદામાં વધારો કરે તેવી મારી અપીલ છે.
ગ્રાહકોને ચીલીઝા રેસ્ટોરન્ટનું ફૂડ પીરસતા ખૂબ ખૂશી થઇ: નંદનભાઇ પોબારૂ
ચીલીઝા રેસ્ટોરન્ટના માલિક નંદનભાઇ પોબારુએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યુ હતુ કે સરકારનો જયા નીર્ણય આવ્યો હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડ પાર્સલ સુવિધા શરૂ કરવાનો ત્યાર મને મારા ગ્રાહકોને ફરીવાર ચીલીઝાનુ સ્વાદીષ્ટ ફૂડ પીરસવા માટે ખૂબ ખૂશી થઇ તેમજ રેસ્ટોરન્ટના કર્મચારીઓ પણ ઉત્સાહતી કાર્મવળગી ગ્રાહકોની મન પસંદ વાનગીઓને બનાવાતુ શરૂ કરવા લાગ્યા ઓપરેશન વિભાગ શરૂ કરતા પહેલા મે કર્મચારીઓને ટ્રેનીગ આપી ત્યાર બાદ ફૂડ પાર્સલની સુવિધાઓને શરૂ કરવામાં આવી છે. જો કિચનની વાત કરુ તો માસ્ક, સેનીટાઇઝર, હાથ મોજા અને સોશ્યિલ ડિસ્ટન સખી કર્મચારીઓ પાસેથી કામ કરાવામાં આવે છે. ઓડર આવ્યા બાદ ફૂડને કુકકરી ત્યાર બાદ પેકીંગ કરી તેના પર સેનેટાઇઝર સ્ટીકર લગાવી કાળજીપૂર્વક પેક કરવામાં આવે છે. હાલ ચોકકસ વિસ્તારમાં અને રેસ્ટોરન્ટથી ૨થી ૩ કિમીની હદમા રહીને પાર્સલની ડીલેવરી કરવામાં આવે છે. તેમજ ગ્રાહકઓ ને પણ ડિલેવરી લીધા બાદ પેકીંગ માંથી ફૂડ બાહર નીકાળી જે બી વસ્તુ પેકીંગમાં ઉપયોગ કરવામાં આવી છે તેને ડિસપોઝેબલ કરી ડસબીનમાં નાખી દેવાની સુચન કરવામાં આવે છે. આ રીતે ગ્રાહકની પણ સાવચેતી અને સલામતીની તકેદારી રાખવામાં આવે છે.
એફએસએસએઆઇની ટ્રેનીંગથી સજજ મેહુલ કિચન: મેહુલભાઇ કોટેચા
મેહુલ કિચનના માલિકા મેહુલભાઇ કોટેચાએ અબતક સાથેની ખાસ મૂલાકાતમાં જણાવ્યુ હતુ કે ફૂડ પાર્સલને મંજૂરી મળતા હોટલ અને રેસ્ટોરન્ટના ઓનર સહિત તેમના કર્મચારીઓ પણ ઉત્સાહ જોવા મળ્યો. બે મહિનાથી કામવગર બેઠાલા કર્મચારીઓ તરત કામવળગી ગયા અને ફૂડ પાર્સલની સુવિધામાં ખૂબ સારો દસ દખાવી કાર્યરત થઇ ગયા. ફૂડ પાર્સલની ફરીવાર શરૂઆત કરતા પહેલા અમે બધા એ એફ એસએસએઆઇના માર્ગદર્શન હેઠળ ટ્રેનીં લીધ. જેમા કિચનના ઓપરેશન વિભાગમાં સોશ્યલ ડિસ્ટન્ટ, માસ્ટ, હાથ મોજા, હેડ કેપ, સેનેટાઇઝર જેવી તમામ વસ્તુઓની તકેદારી રાખીને કામ કરવાનુ રહેશે. તેની ટ્રેનીંગ પ્રાપ્ત કરી. ગ્રાહકઓનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. તેઓ ઓડર કરી તેમની મનપસંદ વાનગીઓ મંગાવી રહ્યા છે. બે મહિના બાદ તેમની મનગમતી રેસ્ટોરન્ટ પરથી મનપસંદ વાનગીઓ મંગાવી ફ્રુડનો આંનદ લઇ રહ્યા છે. હોમ ડીલીવરી કરતી વખતે આમારા ડીલેવરી બોયને જે પણ સાવચેતીઓ રાખવાની હોય છે. એ તો રાખે છે. સાથે ગ્રાહકને પણ ડીલેવરી આવ્યા બાદ ફૂડને પાર્સલ પેકીંગ માંથી બાહાર નીકાળી તરત જ જો પેકીંગ હોય છે. તેને ડિસપોઝબ કરી નાખવાની સાવચેતી અને સલામતીની તકેદારી રખાવામાં આવતી હોય છે. સમય મર્યાદામાં હજુ વધારો જરૂરી જો રાત્રીના ફૂડ પાર્સલ અથવા ટેક અવે કરવાની મંજૂરી મળી રહે તો ધંધામાં ટકી રહેવુ સરળ બની શકે છે.
ધ ગ્રાન્ડ ઠાકર તેની સ્વાદ પ્રેમી જનતાને તેમની મનપસંદ વાનગીઓ પીરસવા ફરી ઉત્સુક: કૃષ્ણાંકભાઇ ઠાકર
ધ ગ્રાન્ડ ઠાકરના માલિક કૃષ્ણાંકભાઇ ઠાકરએ અબતકની ખાસ મૂલાકતમાં જણાવ્યુ હતુ કો હોટલ રેસ્ટોરન્ટમાં ફૂડ પાર્સલ સુવિધા શરૂ થવાની કર્મચારીઓ અને માલીકઓમાં નવો ઉત્સાહ ઉભો થયો છે. ઠાકર હોટલ એ પહેલેથી જ તેની સ્વાદ શોકીન જનતાને તેમની મનપસંદ વાનગીઓ પીરસવા હર હમેશ તત્પર હોય છે. બે મહિના ના સમય બાદ લોકો ફરી ઠાકર હોટલની વાનગીનો સ્વાદ લેશે તેની મને ખૂશી થઇ છે. સ્ટાફની વાત કરુ તો દરેક વ્યક્તિનુ ર્થમલ સ્કેનીંગ, ટેમ્પેરચર દર ત્રણ કલાકએ માપવામાં આવે છે. તેમજ માસ્ક પહેરવું ફરજીયાત છે. હાથ મોજા, સેનીટાઇઝર, દરેક વસ્તુની પૂરી તકેદારી રખાવામાં આવે છે.
કિચનનાં ઓપરેશન વિભાગમાં કુકીંગ કરતી વખતે સોશ્યિલ ડિસટન્સથી કામ કરાવામાં આવે છે. ઓપરેશનનુ સપૂર્ણ કામ પુરુ થતા જ આખુ કિચન સાફ કરવામાં આવે છે. સેલ્ફ પાર્સલ સીસ્ટમથી ફૂડ પાર્સલ કરતો વખતે ગ્રાહકને હાથો હાથ પાર્સલ આપવામાં આવતુ નથી પરંતુ પાર્સલને નીચે રાખી ગ્રાહક ત્યારબાદ પાર્સલ પોતાના હાથે ઉપાડીને સાવચેતીની તકેદારી રાખે છે. શાકભાજીને દરરોજ ખરીદી કરવામાં આવે છે. તેમજ તેમને પાણીમાં સાફ કરવામાં આવે છે. ત્યારબાદ તેમનો ઉપયોગ કુકીંગમાં કરવામાં આવે છે. ગ્રાહકોને પણ સાવચેતી અને સલામતીની તકેદારી રાખવા ધ ગ્રાન્ડ ઠાકર સલાહ આપે છે.
સરકાર દ્વારા ફૂડ પાર્સલ મંજૂરી અત્યંત સંતોષકારક: રાહુલ રાવ (મેનેજર) (હોટલ ઇમ્પિરીયલ)
હોટલ ઇમ્પીરીયલ પેલેસના મેનેજર રાહુલભાઇ રાવએ અબતકની ખાસ મુલાકાતમાં જણાવ્યુ હતુ કે સરકારના નિર્ણયથી ખૂબ મોટો સંતોષ અનુભવે છે. સમય સર હોટલ અને રેસ્ટોરન્ટને ફૂડ પાર્સલ ની સુવિધા મળી છે. કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ છે કામ કરવાની નવી ધગ્સ ઉજારી છે. કિચન વિભાગમાં સાવચેતી અને સલામતીને તમામ તકેદારી રખાવામાં આવે છે. ઓપરેશનનો સમય પૂર્ણ થતા જ આખુ કિચન સાફ કરવામાં આવે છે. તંત્ર પાસે હુ જ સમય મર્યાદામાં વધારો કરે તેવી અપીલ કરુ છું. તેમજ શહેરની સ્વાદ પ્રેમી જનતાને ફરી તેમની મનપસંદ વાનગી પીરસવા અમારી ટીમ ખડેપગે ત્યાર છે.
‘વી કેર’ સિકસ સ્ટેપ પધ્ધતિથી સજજ હોટલ ધ ગ્રાન્ડ રેજેન્સી: પેરીનભાઈ પટેલ
ધ ગ્રાન્ડ રેજેન્સી હોટલના માલિક પેરીનભાઈ પટેલ એ અબતકની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુકે, ફૂડ પાર્સલની મંજૂરી મળ્યા બાદ તેમને નવો ઉત્સાહ દેખાયો તેમજ હોટલની અંદર ‘વિ કેર’ સિકસ સ્ટેપ પધ્ધતિથી હોટલનું સંપૂર્ણ કામકાજ કરવામાં આવી રહ્યું છે. જેમાં હોટલના દરેક વિભાગમાં સુક્ષમથી મોટા પ્રમાણની જગ્યાઓને સેનીટાઈઝ કરવાની રહેશે ફૂડ પાર્સલની વાત કરૂ તો શોર્ટ મેનું રાખવામાં આવ્યું છે જે ગ્રાહકોને પણ પસંદ છે. અને ઓછા સમયમાં સારૂ ગુણવતા વાળુ ફૂડ તેમના સુધી પહોચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પેમેન્ટની પણ ડિજીટલ સુવિધા રાખેલ છે. તેમજ ફાસ્ટ ડિલેવરી કરી છે. તંત્ર પાસે સમય મર્યાદા વધારવાનો મારી નમ્રઅપીલ છે.
ફૂડ પાર્સલની સમય મર્યાદામાં વધારો હોટલ રૂમ સેલીંગ શરૂ કરવા અત્યંત જરૂરી: અમીતભાઈ રાઈઠઠ્ઠા (હોટલ કિંગ્સ ક્રાફટ)
હોટલ કિંગ્સ ક્રાફટના ડિરેકટર અમીતભાઈ રાઈઠઠ્ઠાએ અબતકસાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, હોટલના દરેક ડિપાર્ટમેન્ટના સ્ટાને ટીમ બનાવીને એફએસએસએઆઈની ગાઈડલાઈન્સ મુજબ ટ્રેનીંગ આપવામા આવી છે. ત્યારબાદ હોટલમાં પાર્સલ સુવિધા શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓને થર્મલગન, સોશ્યલ ડિસટન્સ, માસ્ક, હાથના મોજા હેડકેપ, સેનેટાઈઝર આ તમામ વસ્તુઓની તકેદારી રખાવીને કામ કરાવામાં આવે છે. કિચન વિભાગમાં ઓપરેશન સમય એ શાકભાજીને કલોરોનાઈઝ પાણી વડે ધોવામાં આવે છે. દરરોજ તાજા શાકભાજીની ખરીદી કરવામાં આવે છે. ગ્રાહકઓને પણ કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી અહીંથી ફૂડ પાર્સલ લઈ ગયાબાદ ઘરે જઈને માત્ર આઉટર લેયરને ડિસપોઝીબલ કરવાનું રહે છે. તેમજ હાથ ધોયા બાદ જ ભોજન લેવાનું હંમેશા આમારા થકી ગ્રાહકોને આગ્રહ કરવામાં આવે છે. અમારી હોટલની નજીક મેટોડા જીઆઈડીસી છે. તો ત્યાં કોર્પોરેટ લેવલની મીટીંગ તેમજ બહારથી કોઈ વ્યકિત આવે છે તેમને અમારી હોટલ એકદમ નજીક પડે છે. સ્ટે કરવા માટે તેથી હોટલ રૂમ સેલીંગ જો શરૂ થઈ શકે એ પણ અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. ફૂડ પાર્સલમાં કિચન વિભાગની અંદર તમામ સાવચેતી અને સલામતીની તકેદારીએ રાખીને કામ કરાવામાં આવે છે.