રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર આવેલા સાયલા નજીક ન્યુ રામદેવ રાજસ્થાની હોટલના સંચાલકની 10500ની કિંમતના નશીલા પદાર્થ સાથે એસ.ઓ.જી.નાં સ્ટાફે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી કરતા તત્વો સામે કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ આપેલી સુચનાને પગલે સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
પેટ્રોલીંગ દરમિયાન મૂળ રાજસ્થાનના અને હાલ સાયલા પાસે ન્યુ રામદેવ રાજસ્થાની હોટલનો સંચાલક લક્ષ્મણરામ માલારામ જાટ નામનો શખ્સ ડોડવાનું વેંચાણ કરતો હોવાની કોન્સ્ટેબલ મહિપતસિંહ હેમતસિંહ મકવાણાને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી રૂ.10500ની કિંમતનો 3 કિલો 600 ગ્રામ ડોડવા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.