કઠોળ અને શાકભાજી કૂકરમાં રાંધવા કરતા ખૂલ્લા વાસણમાં રાંધવાથી પોષણ નાશ થતા નથી
‘અબતક’નો લોકપ્રિય કાર્યક્રમ ‘શું તમે મિસ કરો છો’માં હોમસાયન્સ વિભાગના ડો.રેખાબેન જાડેજા ખોરાકને લઇ ઘણી વાનગી વિશે માહિતી આપી તેમને કઇ રીતે બનાવી વિશે વિસ્તૃત માહિતીસભર આપતો કાર્યક્રમમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂ કર્યા છે.
પ્રશ્ન:- ચુલામાં બનાવેલી રસોઇ અને અત્યારે ગેસ કે ઇલેક્ટ્રીક ઉપકરણોમાં બનાવેલી રસોઇના પોષકતત્વોમાં ફેર પડે છે.ખરો ?
જવાબ:- ઘણો ફરક પડે છે. પોષકતત્વોમાં આપણા સંશોધકો પણ કહે છે. દાળ અને કઠોળ જ્યારે ખુલ્લામાં રંધાય ત્યારે ઉપર ફૂગ કે ફીણ જેવું દેખાય તેને કાઢી નાખવું તેનાથી શરીરના શ્ર્વત:સ્ત્રાવી ગ્રંથિઓ અને સ્વાસ્થ્ય સારુ રાખે છે. જેમકે પ્રેશર કુકરમાં કુદરતી રીતે રંધાતુ નથી તે દબાણના કારણે ફાળી નાખે છે.
પ્રશ્ન:- અત્યારે આપણે જુવારનો ઉપયોગ કરતા નથી તો ક્યાં અનાજનો ઉપયોગ નિયમિત રીતે કરવો જોઇએ ?
જવાબ:- આ વિશે અમે વર્ષો સુધી કામ કર્યું અને ભોજનમાં બાજરો, જુવાર, રાતી જુવાર, ધોળી જુવાર, કોદરી, રાજગરો, મકાઇ, સામોએ એન્ટિ પૌષ્ટિક છે. પચવામાં સુપાચ્ય છે અને દરેક વર્ગ તેનો ઉપયોગ કરી શકે છે. તે કુદરતી રીતે ખેતીમાં પણ સરળથી બિયારણ કે દવાના છંટકાવ વગર ઉગી નીકળે છે. આમ આપણા શરીર અનુરૂપ આપણે ખોરાક ખાવા જોઇએ અને આ ખોરાકમાં નાના વર્ગ માટે પણ આશિર્વાદરૂપ સાબિત થાય છે.
પ્રશ્ન:- આજે મેંદાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. આપના દ્રષ્ટિકોણથી આપણા શરીરને કેટલો અનુકૂળ છે.
જવાબ:- જેમકે સવારે ઉઠતાની સાથે ચા-બિસ્કિટ ખારી ટોસ રાત્રે બ્રેડને પીઝા ખાઇ છીએ. એ આપણે પચવામાં ભારે છે. એનો અતિ ઉપયોગ ટાળવો જોઇએ. એ બીજા દેશમાં ભોજન પ્રણાલી અલગ છે. તે માટે આપણે ઓછી માત્રામાં લઇ શકાય.
પ્રશ્ન:- ગુજરાતી વાનગી ઓ પ્રસંગોમાં લોકો ચાઇનીઝ, પંજાબી વગેરે ખાવામાં લોકો ગર્વ લે છે. તો શું ગુજરાતીઓ શરીરમાં ખોરાક પચાવી શકે ?
જવાબ:- જેમ કે અતિની ગતિ નથી. તમારા ખોરાકથી જુદી વધારે માત્રામાં લઇ તો નુકશાન થાય છે જયારે પંજાબી, મેકિસકન ઇટાલિયન વગેરેએ ઓરીજનલ નથી હોતું બહુ મન થાય તો મહિને એકાદ વખત ખવાય, વધારે માત્રામાં લેવાથી આણા શરીરને નુકશાનજ કરે છે.
પ્રશ્ન:- ગુજરાતી થાળીમાં ડાયરેશિયન દ્રષ્ટિથી પ્રોટીન વિટામીન્સ ગુજરાત થાળીમાંથી શું મળે છે?
જવાબ:- ગુજરાતી થાળી પરફેકટ છે. આયુર્વેદીક રીતે વિચારીએ તો ન્યુટીશયન સાયન્સ કહે છે ગુજરાતી થાળીમાં આપણને કાર્બો હાઇડ્રેટ, ફેટ પ્રોટીન જે આપણને એનર્જી આપે છે. દિવસ દરમિયાન આપણને પોષકતત્વો આપે છે.
જે ગુજરાતી થાળીમાં માઇકોન્યુટન્સ અને વિટામીન્સ બધુ જ આવી જાય છે. ગુજરાતી થાળીમાં રોટલો, રોટલી, પુરી, શાકભાજી, કઠોળ, સંભારા સલાડ, ભાજી, વગેરે વિટામીન્સ આવી જાય છે. છાશ કે દુધની બનાવટની વસ્તુ ગોળ નો પણ સમાવેશ થાય છે. તેમાં શરીરનું બેલેન્સ જળવાઇ રહે છે અને તેમાં માઇકોન્યુરન્સ મળી રહે છે.
પ્રશ્ન:- લોકોની ફરીયાદ છે અનાજ, કઠોળ, શાકભાજી ફુટ વગેરે રસાયણ, કેમીકલ, રસાયણિક ખાતર દવા વાળુ છે તે આપણા શરીરને કેટલું નુકશાન કરે છે શું તે વાત સાચી છે?
જવાબ:- બાજરો એ આપણે સહજતાથી ઉગી જાય છે. અને તેમાં કોઇ દવા છાંટવાની જરુર નથી તે ઓર્ગેનિક છે તે રોજીંદા જીવનમાં ઉપયોગ કરવો જોઇએ અને સીઝન પ્રમાણેના ફુટ, શાકભાજી ખાવા જોઇએ કેમીકલએ આપણા શરીરને નુકશાન કર્તા છે જને એટલે આપણે સીઝન પ્રમાણે ફુટ શાકભાજી પસંદ કરવા જોઇએ.