લો પ્રેશરને કારણે ચક્રવાત તોફાનની સંભાવના: ૭ ઓકટોબર સુધી કેરલના ત્રણ જીલ્લાને રેડ એલર્ટ
કેરલ સરકારે ભારે વરસાદ અને ચક્રવાતી તોફાનની સંભાવનાઓને લઇ ત્રણ જીલ્લામાં ૭ ઓકટોબરે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્રીપની આસપાસ ચક્રવાતી તોફાન આવવાની ચેતવણી આપી હતી આ ચેતવણી બાદ કેરલ સરકારે આ મહત્વનું પગલું ઉઠાવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે ૬ ઓકટોબર સુધી કેરલના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. તો બીજી તરફ ૭ ઓકટોબરે ઇદુકકી, પલકકકડ અને થ્રિસુર જીલ્લામાં અતિ ભારે વરસાદ થવાની આગામી આપી છે. કેરલના ડીઝાસ્ટર મેનેજમેન્ટે આ ત્રણે જીલ્લામાં ૭ ઓકટોબરે આસમાની સુનામી ને લઇ રેડ એલર્ટ જાહેર કરી દીધું છે.
કેરલના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને આ અંગે આપાત્કાલીન બેઠક બોલાવી માછીમારો અને સમુદ્રિ તટના આસપાસના વિસ્તારે સાવધાન રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ઓછું દબાણ અને ચક્રવાતને લઇ રાજયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વધારી દીધી છે. પ ઓકટોબર સુધી રાજયના અધિકતમ વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ઇદુકકી, પલકકડ અને પ્રિસુર જીલ્લામાં ભારે વરસાદની સાથે ચક્રવાતી તોફાનની સંભાવનાઓને પગલે ૭ ઓકટોબરે રેડ એલર્ટ રહેશે.
કેરલના મુખ્યમંત્રીએ આ અંગે ટવીટ કરતા કહ્યું હતું કે ૪ ઓકટોબર પછી કોઇએ સમુદ્રમાં ન જાવું લોકોને આ અંગે લાઉડ સ્પીકર અને અન્ય માઘ્યમો દ્વારા જાગૃત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહયું કે દબાણના કારણે સમુદ્રમાં તે જ અને ખતરનાક હવા ચાલશે તેથી સમુદ્રમાં જતાં માછીમારોએ આ એક અઠવાડીયું સમુદ્ર ખેડવો નહીં. અને જે ગયા હોય તેઓ પાંચ ઓકટોબર સુધી પરત ફરી જાય. મહત્વનું છે કે અરબ સાગરમાં લો પ્રેસરને લઇ હવામાનમાં ફેરફાર થયા છે. જેને પગલે ગઇકાલે ગુજરાતના ભાવનગર જીલ્લામાં પણ ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો.કેરલમાં ફરી એકવાર આસમાની સુનામીઓ ભોગ ન બનાય તે માટે તંત્ર અને આમ જનતા જાગૃત બની ગઇ છે.