ગૌશાળાના સેવકો બીમારીથી કણસતી ર૫૦ થી વધુ ગાયોની ભાવપૂર્વક સેવા કરે છે
ગારીયાધારની શામળા ગૌ શાળામાં રપ૦ થી વધુ અબોલ જીવો હુંફ મેળવી રહ્યા છે. અહીં ગૌ સેવકો બીમાર ગાયોની સુંદર સેવા કરીને પુણ્યનં ભાથુ બાંધી રહ્યા છે.ગાધીયાધાર ખાતે શામળા ગૌ શાળા આવેલી છે. ગૌ શાળાની વિશેષતા એ છે કે અહીં બીનવારસી બીમાર ગાયોને રાખવામાં આવે છે. અહી અંગો ભાંગી ગયા હોય તેવી તેમજ બીમારીઓથી પીડાતી ગાયોની સેવા કરીને તેને હુંફ આપવામાં આવે છે. અહી સ્વયંસેવકો ખંતથી ગાયોની સેવા કરે છે. ગાયો પ્રત્યે અપાર વાત્સલ્ય વરસાવતી શામળા ગૌ શાળાની શીતળ છાયા આ ગાયો માટે આશીર્વાદ આશિયાનો બની ગઇ છે. શામળા ગૌ શાળા ખાતે આશરો લઇ રહેલી ગાયોમાં મોટા ભાગની ગાયો પોતાની જાતે આહાર પણ ન લઇ શકે તેવી સ્થિતિમાં છે. બીમારીઓ તેમજ દર્દની પીડાતી ગાયોની સ્વયંસેવકો ભાવપૂર્વક સેવા કરે છે.