જગાબાપાની પાંચમી પુણ્યતિથિ નિમિતે ભાવેશબાપુ સાથે ‘સંત-સંગ’
પાટડી ઉદાસી આશ્રમના પરમ સંત અને અબતક પરિવારના પરમ સદગુરૂ એવા શ્રી જગાબાપાને બ્રહ્મલીન થયાને પાંચ વર્ષ થયા હતા. તા.૨૨ના રોજ પાટડી આશ્રમમાં પૂ.જગાબાપાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સવારથી જ ગુરૂ પૂજન હવન અને સંતવાણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાયેલ છે એના ઉપલક્ષ્યમાં અબતકના આંગણે ઉદાસી આશ્રમના વર્તમાન ગાદીપતિ શ્રી ભાવેશબાપુ અને બાપાના પરમ શિષ્ય અને જાણીતા ભજનીક જયમનભાઈ તેમજ બાપાના અન્ય શિષ્યો પધાર્યા ત્યારે સતના સત્સંગનો લાભ મેળવવા પૂ.ભાવેશબાપુ અને જયમનભાઈ સાથે બાપાના પરમ શિષ્ય અને અબતકના તંત્રી શ્રી સતીષકુમાર મહેતા દ્વારા અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પૂ.જગાબાપાના સુખદ સંસ્મરણોને વાગોળતા સુંદર સત્સંગ કરવામાં આવ્યો.
પૂ.જગાબાપા અબતક પરિવારના ગુરૂ છે એમ કહેતા બાપાને યાદ કરીને સતીષકુમારે જણાવ્યું કે અચાનક બાપા બ્રહ્મલીન થયા અને બહુ મોટો શૂન્યાવકાશ સર્જાઈ ગયો. જગાબાપા એ વખતે પણ કહેતા કે મારા પછી ગાદીપતિ ભાવેશબાપુ હશે પણ એ વખતે કોઈને પણ આવો ખ્યાલ પણ નહોતો અને ભાવેશબાપુ પણ પોતાની મોજમાં જ રહેતા. જગાબાપાને આપણે બધાએ ખૂબ જ માણ્યા છે એમ કહીને જયમનભાઈને કોઈ પણ એક કડી સાથે કાર્યક્રમની શરૂઆત કરવા કહ્યું.
જયમનભાઈ: બાપાને યાદ કરતાં એમણે ભાવેશબાપુ માટે કયારેક કહેલ ભજનની બે લાઈન સંભળાવી…
યુવા અઘોરી મોહ તારી હૈ બેડી ન્યારી
કરોને કૃપા હવે કલ્યાણકારી…
પ્રશ્ન: આવા અલૌકિક વાતાવરણની વાત કરીએ એ પહેલા જયમનભાઈ તમે લોકોને કહો કે જગાબાપા શું હતા ?
જવાબ: કહેવાથી તો આ વસ્તુ થાતી નથી કારણકે આ બધા તો અંતરના અનુભવો હોય છે. હું મારા પોતાના અનુભવની વાત કરું. બીજા ઘણાને અનુભવો થયા જ છે પણ જગાબાપા અગમ નિગમ જેવું કોઈની સમજમાં ન આવે એવું વ્યકિતત્વ હતું. એમની પાસે ગુ‚મહારાજને એવી કૃપા હતી. તમને સમજાય નહીં કે આ બધુ શું છે. બાપા ઘણી વખત બિહેવ કરતા હોય પણ પછી તમે ઘરે જાવ ને વિચાર કરો કે આપણી માગ્યું હોય શું ને આપણને મળતું હોય શું. દાખલા તરીકે હું નાનો એવો ગામડામાંથી આવેલો માણસ, નાના નાના પ્રોગ્રામ કરતો, મને કાંઈ જ ખબર નહોતી પણ એક દિવસ મેં પાટડી આશ્રમમાં ગાયું ત્યારે બાપાની હાજરી હતી ને એ વખતે એમણે મારી પીઠ થાબડીને કહેલું કે તેં મારા ગુરૂના ગુણ ગાયા છે પણ એક દિવસ તારા ગુણ ગાતા બધાને કરી દઈશ.
પ્રશ્ન: આજે એ સમય આવી ગયો છે?
જવાબ: હા સમય તો આવી ગયો છે અત્યારે પણ હું નાના મોટા પ્રોગ્રામ કરું છું. વિદેશમાં પણ પ્રોગ્રામ થાય છે પણ મારી મનની ઈચ્છા એવી જ છે કે હું વધુને વધુ પ્રોગ્રામ આશ્રમમાં ભાવેશબાપુના સાનિધ્યમાં કરું. એનો જ મને આનંદ છે.
પ્રશ્ર્ન: જયમનભાઈ આજે તો ખુબ મોટા ગજાના કલાકાર બની ગયા છે પણ જયારે તમે આશ્રમમા ગાઓ છો ત્યારે ભાવ જુદો હોય છે. અહીં ઘણા કલાકારો આવે છે. બાપાએ કોઈને પાંચ પૈસા આપ્યા નથી. બાપા કહેતા કે તમે અહીં આવો છો તો શું લેવા આવો છો એ સમજી લ્યો. જો તમારે પૈસા જોઈતા હોય તો બીજી ઘણી જગ્યાઓ છે પણ કલાકારોની અહીંયા લાઈન લાગતી હોય છે. મારે મારી વાણી પવિત્ર કરવી છે ૨૨ તારીખે જે ભવ્ય કાર્યક્રમ છે એમાં ઘણા કલાકારો આવશે તો તમને આ કલાકારોનો ભાવ કેવો લાગે છે ?
જવાબ: ભાવની વાત કરીએ તો ૨૨/૩ એટલે આમ તો એક મેળો…બાપાને, બાપાના ગુરૂ મહારાજને ભજનો દ્વારા રાજી કરવાનો દિવસ. આવો એક સારો એવો અવસર છે તો એના વિશે પણ મેં એક ગીત લખેલુ અને પૂ.ભાવેશબાપુ બેઠા છે એમને પણ ગમતુ ગીત.
આતો જગા બાપાનો મેળો
અવસર મળ્યો છે અલબેલો…આતો મારા બાવાનો મેળો
આતો એક અવસર છે. ૨૨/૩. એક કલાકાર તરીકે, બાપાના એક સેવક તરીકે બધાને જાહેર આમંત્રણ છે…પધારો ૨૨/૩.
પ્રશ્ન: ભાવેશબાપુ, ૨૨/૩ ઓચિંતાની બાપાની ગેરહાજરી થઈ. એક શૂન્યાવકાશ થઈ ગયો. લોકો ગામડામાંથી આવે છે એમની લાગણી એમની અપેક્ષાઓ, ઓચિંતાની બધી જવાબદારી તમારા માથે આવી ગઈ એ વખતે તમારા ભાવ કેવા હતા કેવી સ્થિતિ હતી?
જવાબ: એ માટે તો એક સરસ મજાની સાખી બની છે.
ગુરૂ ગુન ગા, ગુરૂ બાવરા, ગુરૂ દેવન કે દેવ
જો તુ શિષ્ય સાચા બને તો કરી લે સતગુરૂ કી સેવ
એ સાખીનું કહેવાનું માતમ એટલું જે છે કે ગુરૂ તમારા માટે સર્વસ્વ છે. જયારે જગાબાપાનો જવાનો સમય નજીક આવ્યો ત્યારે બાપા છ મહિના દરમ્યાનના સમયમાં બાપા ઘણીવાર ટકોર કરતા કે આશ્રમમાં જવાબદારી સંભાળી લેવાનો સમય આવી ગયો છે. આપણે તો નાદાન હતા. આપણે તો કાંઈ સમજતા નહોતા. આપણને તો એક કે બાપાનું શરીર સક્ષમ છે તો બાપાને કંઈ થવાનું નથી પણ કહેવાય છે કે ગુરૂમહારાજનો હુકમ થઈ ગયો હતો. એ હુકમમાં કોઈ ફેરફાર કરી શકે એમ નહોતા. જયારે બાપા દેવગતિ પામ્યા અને એનો ભંડારો કરવાનો સમય આવ્યો ત્યારે જગાબાપાને એક અગમ ઉર્જા કહેવાય એ મને મળી છે એની દયાથી જ ઉદાસી આશ્રમમાં જે કોઈ સેવકો આવે છે એના કામ અપરંપાર રીતે થયા છે. ખાલી કામ નહી પણ અપરંપાર એટલે કે જે અશકય હોય એ શકય કરી અને જગાબાપાએ પુરવાર કરેલું છે. ટુંકી વાત કહેતા મને એક એવો આનંદ થાય છે કે ૨૨/૩ મારા જીવનમાં એક એવો દિવસ છે કે આ દિવસે હું જેટલા પણ સત્કર્મ કરી શકું એ મારા માટે અમૂલ્ય વસ્તુ છે. એટલે ૨૨/૩/૨૦૧૮ ના પધારો ઉદાસી આશ્રમમાં. જગાબાપાના મેળાનો આનંદ લેવો એ એક અમૂલ્ય અવસર છે. દર્શન કરવાથી પણ દુ:ખ જાય છે. એ દ્રષ્ટિ તમે આવી પવિત્ર સાચા મનથી તમે દર્શન કરશો તો તમારા ઘરમાં કોઈ કંકાસ હોય, આધિ વ્યાધિ ઉપાધિ હોય એનો નાશ થશે. જગાબાપા ત્યાં બેઠા બેઠા તમારી તમામ ઉપાધિ હોય એ હરી લેવાના છે.
પ્રશ્ન: બાપા અચાનક દેવ થઈ ગયા અને બહુ નાની ઉંમરમાં તમારા ઉપર બધી જવાબદારીઓ આવી અને અત્યારે બધા લોકો આવે છે ને જયાં કોઈની શેહ શરમ નહીં ને કોઈ પડદો નહી બાપા સાથે ડાયરેકટ કનેકટ થઈ જતા. અત્યારે પણ ભાવથી બધા કાર્યક્રમો થાય છે, પહેલા થતા હતા એનાથી પણ વિશેષ થાય છે તો આ બધી શકિત કયાંથી આવી ?
કારણકે અમારી પાસે શબ્દો નથી કે અમે વર્ણન કરી શકીએ
જવાબ: આ જે અનુભૂતિ છે એને એક સાખીમાં વર્ણન કરું તો
રેઢા અમે રખડતા, જે દિ ધાનના નોતા જોગ
જગા બાપા તારી મેરથી અમે ભોગવીએ છપ્પન ભોગ
કોઈપણ વસ્તુનું કાર્ય કરતા પહેલા એનું નિર્માણ થવું જ‚રી છે. જગાબાપાનો દેવગતિનો સમય આવ્યો એ પહેલા એમના માટે શિષ્ય નીમવો એ એમના માટે મહત્વનું હતું. જયારે જગાબાપાને ખબર પડી કે મારો ગુરૂ મહારાજ પાસે જવાનો સમય નજદીક આવ્યો છે ત્યારે એ સમયમાં જગાબાપાએ મને ટકોર મારી મારીને ગુરૂજ્ઞાન આપ્યું છે. શાસ્ત્રમાં તો કહ્યું છે કે ગુરૂ વિના નર પાંગળો. જેના માથે આવા અડીખમ ગુ‚ની કૃપા હોય એનામાં તો જ્ઞાન ઓટોમેટીક આવે, જ્ઞાન લેવાની જરૂર નથી. ગુરુઓનું જ્ઞાન છે એ વિશ્વમાં સૌથી બેસ્ટ જ્ઞાન છે. દરેક ક્ષેત્રે કોઈ બિઝનેસ કરતું હોય તો બિઝનેસના લેવલમાં પણ ગુરૂ હોય છે. ભકિતભાવ કરતો હોય તો ભકિતભાવના લેવલમાં પણ ગુરૂ હોય છે. નાના બાળકો ભુલકાઓ સ્કૂલે જતા હોય છે તો એને પણ એક ગુરૂ હોય છે. મારું તો એમ પણ માનવું છે કે જયાં ગુરૂની પ્રિપૂર્ણ કૃપા થઈ જાય ત્યાં ઉમર જોવામાં આવતી નથી, ત્યાં જ્ઞાન જોવામાં આવતું નથી ત્યાં સમય જોવામાં આવતો નથી. ફકત અને ફકત એટલું જ કહેવાનું થાય છે કે જયાં ગુરૂકૃપા હોય ત્યાં સર્વ મંગલ અને મંગલ જ થાય છે.
પ્રશ્ન: કોઈને સાધુ થવું હોય તો એરે જ્ઞાન લેવા જુવં પડે, ધાર્મિક પુસ્તકો વાંચવા પડે, વિવિધ વિધાન કરવા પડે. ભાવેશબાપુ મે તમને કોઈ વિધિ વિધાન કરતા જોયા નથી, જગાબાપા પણ કોઈ વિધિ વિધાન કરતા ન હતા એવી કોઈ વિધિ કે જેમાંથી કોઈ શકિત પ્રાપ્ત થાય છે છતા એટલું તમે કહી દો કે જા બેટા થઈ જશે. આપણને એમ થાય કે બાપાએ અમારી સાથે કોઈ વાત ન કરી. જયમનભાઈ કહેતા હતા એમ બે ત્રણ મહિને સમજાય કે થઈ ગયું પણ થઈ શું ગ્યું એ સમજાય નહિ. એની પાછળનું ગૂધ રહસ્ય શું છે?
જવાબ: એની પાછળનું ગૂધ રહસ્ય પણ તમને એક સાખીમાં સમગજાવીશ કે…
સંત મિલનકો જાઈયો તજી માન મોહ અભિમાન…
ત્રણ માણસના દૂશ્મન છે. કોઈ પણ સાધુના દર્શન કરવા જવું હોય તો આ ત્રણ એક માન, મોહ અને અભિમાન આ ત્રણને બહાર મૂકીને જશો તો તમા‚ કાર્ય સફળ થો… કયા? તો એક માન, મોહ અને અભિમાન. તમે ખાલી થઈને જશો તો તમે ગૂરૂ પાસેથી કંઈક લઈને આવશો. પહેલા ખાલી થવું પડે છે પછી શું મળે છે તો કે
જયોં જયોં પગ આગે ધરો કોટિક યજ્ઞ સમાન.
હજાર હજાર યજ્ઞ કર્યા હોય એટલું પૂણ્ય મલી જાય છે. જે કોઈ આશ્રમમાં આવીને જગાબાપાનાં અને ઉદાસી બાપુના દર્શન કરી લે છે એના કામ પરિપૂર્ણ થઈ જાય છે. અને એટલો મને વિશ્ર્વાસ છે કારણ કે વિના સ્વાર્થે જગાબાપાએ સેવા કરી છે, જગાબાપાના આશ્રમના જે નિયમો છે એને જ હું વળગી રહ્યો છું કારણ કે ‘ગુરૂ કે એ કરાય ગુરૂ કરે એ કરાય નહિ.’ એનો જે મને ઉપદેશ હતો એ ઉપદેશ પ્રમાણે હજુ હૂં ચાલ્યા ક‚ છું મને તો એવી આશા છે કે જે ઉદાસી આશ્રમમાં આવે છે એ સમગ્ર લોકોના કામ મારો જગોબાપો છે એ પરિપૂર્ણ કરે છે ને એ કરેજ છે એનાથી મને અતિ આનંદ થાય છે.
પ્રશ્ન: બાપા ઉદાસી આશ્રમમાં હનુમાનજીની હાજરી, બટુકભૈરવની હાજરી… ઉદાસી આશ્રમ… આ કાળા કપડા… નવા આવેલા કૈફ વિચારે ચડી જાય કે બાપા આ કોઈ… કેવી રીતે આ બધુ થાય છે?
જવાબ: અધોર સંપ્રદાય છે એ લોકો માને છેકે એક બિહામણો સંપ્રદાય છે. પણ એ વસ્તુ મારા માનવામાં આવતી નથી. મને એટલી ખબર પડે છે કે જે જગ્યાએ મનુષ્યનું જીવન ટૂંકાય છે.એ સ્મશાન, સ્મશાનથી વધારે પવિત્ર કોઈ જગ્યા નથી. જે લોકો સ્મશાન વિશે નથી જાણતા એને થોડોક ડર લાગે છે. પર જે જગ્યાએ મારો ઈષ્ટદેવ ભોળોનાથ બિરાજયા હોય એ કોઈ ડરવાની જગ્યા નથી. એ જગ્યાએ બેસીને સ્મરણ કરો તો મને ખબર છે એ સ્મરણ ભોળાનાથના માથા સુધી એમના ચરણ સુધી પહોચી જાય છે. પણ જે લોકો આ નથી જાણતા એ લોકો ડરે એ સ્વાભાવિક છે. બીજુ એ કે સાધુ કોઈ પણ સંપ્રદાયઓ હોય એ એનું કર્મ છોડી શકતો નથી એનું કામ સેવાનું જ છે એ એ કરવાના જ છે.
પ્રશ્ન: બટુકભૈરવ અને હનુમાનજી બન્નેને ભેગા રાખવાનું રહસ્ય શું છે?
જવાબ: બટુકભૈરવ છે એ પણ શિવનું એક સ્વરૂપ છે, હનુમાનજી છે એ પણ શિવનું સ્વરૂપ છે.. આ બધા જ સ્વરૂપ અહી ભેગા થાય છે. અને આખું એક આભામંડલ જેવું જગાબાપાએ ઉદાસી આશ્રમમાં બધા દેવોને ભેગા કર્યા છે. સમગ્ર દેવો ત્યા બેસે છે અને જે લોકો આવે છે આ દેવોને નમવા એ બધાના કામ આ દેવો થકી જ થાય છે. એના આર્શીવાદથી જ થાય છે.
પ્રશ્ન: જેટલા લોકો ત્યાં પધારે છે એ બધા કોઈ:ને કંઈ કહી શકતા ન હોય પણ બધા સેવકો કે જે લોકો પધારે છે એ રાજી થઈને જતા હોય એમના ચહેરા જોઈને તમને કેવો ભાવ થાય છે?
જવાબ: મારો તો જે દિવસથી ગાદીપતિ તરીકે હું બેઠો ઉદાસી આશ્રમમાં મારો તો એ ભાવ છે કે એ જગાબાપાનું અને ઉદાસી આશ્રમનું નામ ઉજળું કરૂ. જે લોકો અહીથી જાય છે અને પોતાને ઘેર જેને બધા સાથે બેસીને એક થાળીમાં જમે છે એમનું કામ થઈ જાય એટલે એમનો જે હરખ હોય છે એમના અંત:કરણથી જે આશીર્વાદ છૂટે છે એ મારા માટે પણ અમૂલ્ય હોય છે. જગાબાપાનું અને મારા દાદાગુરૂ જે જગાબાપાના ગુરૂ છે એ બંનેનું નામ ઉજળું થાય એવા મારા પ્રયત્નો હોય છે.
પ્રશ્ન: આપણે ત્યાં અમાસના દિવસે ભજન, ભોજન અને હવન થાય છે ને કોઈ જાતની અપેક્ષા ન હોય પણ બધા હવનનો લાભ લ્યે છે. આ અમાસનું શું મહત્વ છે?
જવાબ: અમાસ એવી રાત્રિ છે તે દિવસે તમે કોઈ પણ હવન કરો તો એનું તમે પરીપૂર્ણ ફળ તમે પામી શકો છો. કોઈ પણ રાત્રિએ તમે હવન કરો છો એનું પણ સારૂ ફળ મલે છે. પણ અમાસની રાત્રિએ સારા નક્ષત્રો હોય છે. એ રાત્રિએ તમે જે કંઈ કામ કરો છો એનું તમને ઝડપી ફળ મળે છે. તે દિવસે જે નક્ષત્રો હોય છે. એ બહુ સરસ હોય છે.અને એમાંયે સોમવતી અમાસ આવે છે એ ઘણા વરસો પછી આવે છે. એ અમાસનું પણ એટલું જ મહત્વ હોય છે.
પ્રશ્ન: જયમાનભાઈ ૨૨/૩ના કાર્યક્રમમાં ઘણા બધા કલાકાર આવે છે. તમે કલાકાર છો પણ તમને તો કલાકાર કહેવા કરતા બાપાના સેવક જ કહેવું પડે… તમે તો સ્ટેજ સંભાળો જ છો કારણ કે અમાસે અમે બધા ખૂબ માણીએ છીએ તમને અને તમે બધાને ખૂબ ભાવવિભોર કરી દો છો કારણ કે ભજન જ મોટું છે તમે ભજન કરો છો ને બાપા એ ભજનમાં તમને આવડા મોટા નિમિત બનાવ્યા છે તો ભજનમાં તમને કેવું ફીલ થાય છે તમે બીજે બધે ભજન કરો છો પણ ઉદાસી આશ્રમમાં તમે શું ફીલ કરો છો?
જવાબ: એમાં એવું છે કે બીજે અમે ગાતા હોઈએ તો એમાં અમે પ્રોફેશનલ ગાતા હોઈએ છીએ… અમે પેમેન્ટ લઈને લોકોને ખૂશ કરવા ગાતા હોઈએ છીએ લોકો ફરમાઈશ કરતા હોય કે આ ગાઓ પેલુ ગાઓ અને અમે લોકોને ખુશ કરવા બબ્બે ત્રણ ત્રણ કડી ગાતા હોઈએ અને લોકોને આનંદ કરવાએ છીએ. ઉદાસી આશ્રમ એક જ એવું માધ્યમ છે જયાં અમે બીજાના આનંદ માટે નથી કંઈ કરતા પણ અમારા વધુમાં વધુ એવાજ પ્રયત્નો હોય છે કે જગાબાપા જે મારા પણ ગૂરૂ છે કે એમને હું કેટલી હદે રાજી કરી શકું પછી ભાવેશબાપુ કેટલા રાજી રહે છે… અને જગાબાપા ને ભાવેશબાપુ રાજી રહેશે તો સેવકો તો રાજી રહેવાના જ છે. તમે બધા ત્યાં આવો જ છો ત્યાં બીજા ભજનો ગાઈએ તો લોકોને ગમતુ નથી એમ કહેવાનું છે કે જેટલા તમે ગુરૂના ભજન ગાઓ એટલા વધારે ગમશે. જગાબાપા પર કહેતા કે જેને મારા ગુ‚ના ભજનમાં રસ નથી એના કામમાં કે એની સાથે બેસવામાં મને પણ રસ નથી. બધા કલાકારો આવે છે ને પોતાની શૈલીમાં મોજ કરાવે છે પણ મારા પોતાની વાત કરૂ તો બાપાને પોતાના ગુરૂના ભજનો, શિવના ભજનો અને સંગીતની વાત કરૂ તો બાપા સંગીતના બધા સૂરનાજાણકાર હતા કે તમારાથી કોઈ તાલ ચૂકાઈ ગયો હોય કે કોઈ રાગ ખોટો ગવાઈ ગયો હોય તો બાપા તરત જ તમા‚ ધ્યાન દોરતા કે બેટા તારાથી આ ભૂલ થઈ છે એટલે સો ટકા બીજુ ફીલીંગ અમને બહાર નથી આવતું જેટલું અમને આશ્રમમાં મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,