ગુજરાત રેલ્વે સુરક્ષા દળ પોલિસે ટ્રેનમાં ભુલાઈ ગયેલ યાત્રિકના કિંમતી થેલો શોધી માલિકને પરત કર્યો.
આંધ્રપ્રદેશના નરસાપુર ગામના કૈલાસ પારસમણી જૈન અમદાવાદ થી જુનાગઢ નો પ્રવાસ ખેડી રહ્યા હતા તેઓ તેને ઉતરવાનું સ્ટેશન જુનાગઢ આવતા સફાળા જાગી પોતાનો સામન લીધા સિવાય જુનાગઢ ઉતરી ગયા અને અચાનક જ તેને પોતાનો કિંમતી થેલો ટ્રેનમાં ભુલી ગયાનો જાણ થતાં જ જુનાગઢ રેલવે સ્ટેશન માસ્તર તથા પોલીસનું ધ્યાન દોરેલ જે અંગે રેલવે પોલીસે તાબડતોબ સતર્કતાથી ટ્રેનમાં પેટ્રોલીંગ મા રહેલ પોલીસ સબ ઇન્સપેકટર રાજેન્દ્ર ઉલવા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. તારેજા ચૌધરી, તીર્થરાજ સહિતનો સમગ્ર કાફલો પોલીસ ઈન્સ્પેક્ટર, કે. કે. યાદવના માર્ગદર્શન મુજબ તપાસ કરતાં રીઝૅવેસન કોચ S8 સીટનાં 36 ઉપરથી થેલાનો જુનાગઢ-કેશોદ વચ્ચે ચાલુ ટ્રેને તપાસ કરી કબ્જો લઈ સવારે ૪-૪૫ કલાકે વેરાવળ આર. પી. એફ કચેરીએ સુપ્રત કરી તેના મુળ માલિકને મોબાઇલ થી જાણ કરી તેને બોલાવી રૂપિયા ૧૧૦૦૦, બે કિંમતી મોબાઇલ તથા વિમાન ટીકીટ સહિતનો મુદ્દામાલ કુલ અંદાજે રૂપિયા ૬૭ હજાર આસપાસ તેના મુળમાલિક ને ખાત્રી તપાસ કરી સોપેંલ છે.
પોલિસ તંત્ર સતર્ક ઝડપી ત્વરીત કાર્યવાહી થી વેરાવળ રેલ્વે RPF પોલીસે ગુજરાતનું ગોરવ વધાર્યુ.
સોમનાથ ખાતે પ્રવાસીએ એક મુલાકાતમાં જણાવ્યું કે તેઓ તેના ધાર્મિક રીવાજ શ્રધ્ધા મુજબ જુનાગઢ ખાતે 99 ગામની ગીરનાર યાત્રાએ આવેલ હતા અને તેનો કિંમતી થેલો જેમાં રોકડ રકમ મોબાઇલ અને વિમાની ટીકટ સહિત અન્ય જરૂરી કાગળો હતા તે ઉતાવળે જુનાગઢ ઊતરવા જતાં ટ્રેનમાં ભુલાઈ ગયેલ જે બદલ રેલવે પોલીસની RPF સ્ટાફની કામગીરી પ્રશંશાપાત્ર ગુજરાત ના ગૌરવ સમાન છે.
ઝડપી ત્વરીત અને ધડીનો સમય વિતાવ્યા વીના RPF ના પી આઇ કે. કે. યાદવ પી. એસ. આઇ રાજેન્દ્ર ઉલવા હેડ કોન્સ ઉપેન્દ્રસિંહ જાડેજા, કોન્સ તારેશ ચૌધરી, કોન્સ તીર્થરાજ એ ફરિયાદી મળ્યા બાદ ચાલુ ટ્રેને ઝડપી કામગીરી બજાવી મુળમાલિક ની તપાસ વેરીફિકેશન કરી પરત આપતા રેલવે સુરક્ષા દળનું ગૌરવ વધારેલ છે સ્હેજ પણ વિલંબ થયો હોત તો ટ્રેન વેરાવળ પહોંચતા આ થેલો કદાચ ગાયબ કે તફંડંચી બન્યો હોત આમ ઝડપી સતર્ક કામગીરી થઈ રેલ્વે પોલીસ RPF નુ યશસ્વી યોગદાન રહેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com