નવેમ્બરનો મહિનો એવો છે કે જ્યારે મોટાભાગે છોકરાઓ શેવિંગ ઍવૉઇડ કરે છે. તેથી નવેમ્બરને નો શેવ નવેમ્બર કહેવામાં આવે છે. આજ-કાલ માર્કેટમાં બીયર્ડની સંભાળ રાખવા માટે પણ ઘણા પ્રકારની પ્રોડક્ટ મળી રહી છે. ઘણા સૅલૂન વાળા દાઢીની સંભાળના નામે અનેક પ્રકારની ટ્રીટમેંટ આપે છે.

પરંતુ આ બધા પર ખિસ્સુ બહુ હળવુ થઈ જાય છે. જો પુરુષ ઇચ્છે, તો ઘેર બેઠા જ હોમમેડ બીયર્ડ વૅક્સ બનાવી કુદરતી રીતે દાઢીને શાઇન અને સ્ટાઇલિશ લુક આપી શકે છે. આનાથી માત્ર આપનુ ખિસ્સુ જ હળવુ થવાથી નહીં બચી જાય, પણ સસ્તુ ટકાઉ રીતે દાઢીનું કૅર પણ થઈ જશે. આવો જાણીએ કે કેવી રીતે આપ ઘરે જ આ બીયર્ડ વૅક્સ તૈયાર કરી સ્ટાઇલિશ લુક પામી શકો છો.

 ટૉપ બૉઇલિંગ પૉઇંટ માટે ડબલ બૉઇલર લો. મીણબત્તી બનાવતી વખતે વપરાતા પીચર પણ વાપરી શકો છો. તેમાં બ્રીઝ વૅક્સ લો અને તેને ઓગળવા દો. ધીમી આંચ પર મૂકો. જેમ ઓગળવા લાગે, ગૅસ બંધ કરી દો. બીજા ડબલ બૉઇલરમાં તેલ કે બટર કે પેટ્રોલિયમ જેલી સરખા પ્રમાણમાં લો અને આંચ પર ઓગળવા દો. બંને મિશ્રણ સંપૂર્ણપણે ઓગળી જાય, તો મિક્સ કરો અને તેને ધીમે-ધીમે હલાવતા મેળવતા રહો. 1 અથવા 2 ટીપા એસેંશિયલ ઑયલ્સના મેળવો. પૂરી રીતે મિશ્રિત થઈ જવા પર તેને એક નાના ડબ્બામાં ગાઢુ થવા માટે મૂકો. આપ તેને દાઢીની સાથે મૂછ માટે પણ ઉપયોગ કરી શકો છો.

આ ક્રીમને જમીન પર ન પડવા દો. તેનાથી બહુ વધારે ચિકાસપણુ થાય છે.

આ શેવિંગ ક્રીમ બહુ લાંબા સમય સુધી ચાલી શકે છે, પરંતુ જો તેના જારમાં જો પાણી જતુ રહે, તો આ ખરાબ થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.